• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વર્ગ જેવો અનુભવ કરવો હોય તો પહોંચી જાઓ તમિળનાડુ

|

આજે દક્ષિણ ભારતના લોકપ્રિય રાજ્ય તમિળનાડુનો સમાવેશ ભારતના સૌથી સુંદર પ્રવાસન સ્થળોમાં કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે તમિળનાડુનો પ્રવાસ દરેક રીતે અનોખો અને ખાસ છે, અહીંની સંસ્કૃતિ, ધર્મ, સહજતા અને સુંદરતા પ્રવાસીનું મન મોહી લે છે. અહી પ્રવાસીઓ માટે ઘણું બધું છે. અહીં આવીને પ્રવાસી એવા દૃશ્યો જોઇ શકે છે, જેની તે માત્ર કલ્પના કરે છે. આજે પણ તમિળનાડુની સંસ્કૃતિ અને સભ્યતા લોકોને આકર્ષિત કરે છે, તેથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં આવે છે.

તમે એકલા હોવ કે પછી મિત્રો સાથે કે પછી સંબંધીઓ સાથે તમિળનાડુ પોતાના દામણમાં તમારા માટે ઘણું બધું સમેટીને બેસેલું છે. અહી એક તરફ નેચરના સૌથી સુંદર ફાર્મના દર્શન થશે તો બીજી તરફ તમે વન્યજીવનનું દર્શન કરી શકો છો. આજે અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ તમિળનાડુના કેટલાક ઘણા જ લોકપ્રીય પ્રવાસન સ્થળો અંગે. આ સુંદર પ્રવાસન સ્થળ એવા છે જે આવનારા કોઇપણ પ્રવાસીનું મોહ મોહી શકે છે.

ઉટી

ઉટી

ઉટી નીલગીરીના સુંદર પર્વતોમાં સ્થિત એક સુંદર શહેર છે. આ શહેરનું અધિકૃત નામ ઉટકમંડ છે તથા પ્રવાસીની સુવિધા માટે તેને ઉટીના સંક્ષિપ્ત નામથી ઓળખવામાં આવે છે. ભારતના દક્ષિણમાં સ્થિત આ હિલ સ્ટેશનમાં અનેક પ્રવાસી આવે છે. આ શહેર તમિળનાડુના નીલગીરી જિલ્લાનો એક ભાગ છે. ઉટી શહેરની ચારેકોર સ્થિત નીલગીરી પર્વતોના કારણે તેની સુંદરતા વધી જાય છે. આ પર્વતોને બ્લુ માઉન્ટેન પણ કહેવામાં આવે છે.

કોડૈકનાલ

કોડૈકનાલ

કોડૈકનાલ પશ્ચિમી ઘાટમાં પલાની પર્વતોમાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને લોકપ્રિયતાના કારણે હિલ સ્ટેશનોની રાજકુમારીના રૂપમાં પ્રસિદ્ધ છે. તમિળનાડુના ડિંડાગુલ જિલ્લામાં સ્થિત શહેર સમુદ્ર તટથી 2133 મીટરની ઉંચાઇ પર એક પઠારની ઉપર છે. રજાઓ ગાળવા માટે કોડૈકનાલ આજે સૌથી પ્રસિદ્ધ ગંતવ્યોમાનું એક છે. આ હનીમુન કપલ્સનું મનપસંદ સ્પોટ છે. વૃક્ષો અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્યની સાથે ગાઢ જંગલોની વચ્ચે સ્થિત, પર્વતો અને ઝરણાને જોવા હોય તો જરૂર જવું જોઇએ.

ચેન્નાઇ

ચેન્નાઇ

ચેન્નાઇ પહેલા મદ્રાસના નામથી જાણીતું હતું. આ ભારતના સુદૂર દક્ષિણમાં સ્થિત રાજ્ય તમિળનાડુનું પાનટનગર છે. કોરોમંડલ તટ પર વસેલું આ શહેર એક પ્રમુખ મેટ્રોપોલિટન અને કોસ્મોપોલિટન સિટી છે. વ્યાપાર, સંસ્કૃતિ, શિક્ષા અને અર્થ વ્યવસ્થાની દ્રષ્ટિથી આ દક્ષિણ ભારતની સાથોસાથ દેશનું એક મહત્વપૂર્ણ શહેર છે. ખરા અર્થમાં ચેન્નાઇને દક્ષિણ ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે.

યરકૌડ

યરકૌડ

યરકૌડ તમિળનાડુના શેવારોય પર્વતોમાં સ્થિત છે તથા પૂર્વીય ઘાટોમાં સ્થિત એક હિલ સ્ટેશન છે, આ 1515 મીટરની ઉંચાઇ પર સ્થિત છે તથા અહીની પ્રાકૃતિક સુંદરતા અને ખુશનુમા મોસમ પ્રવાસીઓનો ઘણુ આકર્ષિત કરે છે. યરકૌડને ક્યારેક ક્યારેક ગરીબ લોકોનું ઉટકમંડલમ પણ કહેવમાં આવે છે. કારણ કે પ્રસિદ્ધ હિલ સ્ટેશન ઉટીની સરખામણીએ વસ્તુઓ ઘણી સસ્તી મળે છે.

કન્યાકુમારી

કન્યાકુમારી

કન્યાકુમારી, જે પૂર્વમાં કેપ કૈમોરિનના નામથી પ્રસિદ્ધ હતું, એ ભારતના તમિળનાડુમાં સ્થિત છે. આ ભારતીય પ્રાયદ્વીપના દક્ષિણ ભાગમાં સ્થિત છે. કન્યાકુમારી એવું સ્થળ છે, જ્યાં હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગર મળે છે. કેરળ પ્રદેશ તેની ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમી વિસ્તારમાં સ્થિત છે, જ્યારે તિરુનેલવેલિ જિલ્લો તેની ઉત્તર અને પૂર્વી ભાગમાં સ્થિત છે. કેરળની રાજધાની તિરુવન્તપુરમ કન્યાકુમારીથી 85 કિમીના અંતરે છે.

મદુરાઇ

મદુરાઇ

મદુરાઇ દક્ષિણ ભારતીય રાજ્ય તમિળનાડુનું બીજુ સૌથી સુંદર શહેર છે. વૈગઇ નદીના કિનારે સ્થિત મંદિરોનું શહેર ઘણા જ જૂના વસેલા શહેરોમાનું એક છે. શહેરની ઉત્તરમાં સિરુમલાઇ પર્વતો સ્થિત છે તથા દક્ષિણમાં નાગામલાઇ પર્વતો સ્થિત છે. મદુરાઇનું નામ મધુરા શબ્દથી પડ્યું જેનો અર્થ છે, મિઠાસ. કહેવામાં આવે છે કે મિઠાસ દિવ્ય અમૃતથી ઉત્પન્નથઇ હતી તથા ભગવાન શિવે તેના અમૃતની આ શહેરમાં વર્ષા કરી હતી.

યેલાગીરી

યેલાગીરી

યેલાગીરીને એલાગીરી પણ કહેવામાં આવે છે, આ તમિળનાડુના વેલ્લોર જિલ્લામાં વસેલું નાનુ હિલ સ્ટેશન છે. તેને પ્રવાસીઓ સ્વર્ગ પણ કહે છે. તેનો ઇતિહાસ પ્રવાસીય સમયનો છે. જ્યારે આખુ યેલગીરી ત્યાંના જમીનદારોની ખાનગી સંપત્તિ હતું, જેમના ઘર આજે પણ રેડ્દીયુરમાં છે. 1950 દશકની શરૂઆતમાં ભારત સરકાર દ્વારા યેલાગીરી લઇ લેવામાં આવ્યું હતું. આ સ્થળ સમુદ્ર તટથી 1048 મીટરની ઉંચાઇ પર સ્થિત છે અને આદીવાસી આબાદી વાળા 14 ગામોનું એક સમૂહ છે. વિભિન્ન જનજાતિઓની આબાદીવાળું આ હિલ સ્ટેશન તમિળનાડુના અન્ય હિલ સ્ટેશન જેવા ઉટી અને કોડૈકનાલની જેમ વિકસીત નથી.

રામેશ્વરમ

રામેશ્વરમ

રામેશ્વરમ, તમિળનાડુ રાજ્યમાં સ્થિત એક શાંત શહેર છે અને તે કરામાતી પબંન દ્વીપનો હિસ્સો છે. આ શહેર પબંન ચેનલની માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. રામેશ્વરમ, શ્રીલંકાના મન્નાર દ્વીપથી 1403 કિ.મીના અંતરે આવેલું છે. રામેશ્વરમને હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળોમાનું એક માનવામાં આવે છે, આ ચાર ધામોની યાત્રાઓમાનું એક સ્થળ ગણાય છે. કહાણીઓ અનુસાર, ભગવાન રામ, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા, જેમણે પોતાની પત્ની સિતાને રાવણના ચંગુલમાંથી બચાવવા માટે અહીથી શ્રીલંકા સુધી એક પુલનું નિર્માણ કર્યું હતું. ખરા અર્થમાં, રામેશ્વરમનો અર્થ થાય છે, ભગવાન રામ અને આ સ્થળનું નામ ભગવાન રામના નામ પરથી જ રાખવામાં આવ્યું છે.

મુદુમલાઇ

મુદુમલાઇ

ત્રણ રાજ્યો(કર્ણાટક, તમિળનાડુ અને કેરળ)ની સરહદોથી લાગેલુ મુદમલાઇ નીલગીરીના ગાઢ જંગલોમાં સ્થિત છે અને તે વન્યજીવ અભ્યારણ્ય માટે પણ જાણીતું છે. મુદુમલાઇને દક્ષિણ ભારતના સૌથી સમૃદ્ધ વન્યજીવ અભ્યારણ્ય માનવામાં આવે છે અને આ દેશ ભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. 1940માં સ્થાપિત મુદુમલાઇ દેશના વિશાળ પાદપ અને જંતુ જગતની સુરક્ષા અને સંરક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને સૌંદર્યપૂર્ણ પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ વન્યજીવ અભ્યારણ્ય આ ભાગમાં સૌથી લોકપ્રીય આકર્ષણ છે અને અનેક લુપ્તપ્રાય છોડો અને જંતુઓનું ઘરે છે, જે મળવા સહેલા નથી.

વેલંકન્ની

વેલંકન્ની

વેલંકન્ની, તમિળનાડુના કોરોમંડલ સમુદ્ર તટ પર સ્થિત એક આધ્યાત્મિક સ્થળ છે. દરેક ધર્મ અને જાતિના લોકો મોટી સંખ્યામાં અહી આવે છે, નાગાપટ્ટિનમ જિલ્લામા સ્થિત વેલંકન્નીમાં વર્જિન મેરીનું પવિત્ર મંદિર છે. આ પવિત્ર સ્થળને વેલંકન્નીની મેડોનાને સમર્પિત કરવામાં આવ્યું છે, જેને આવર લેડી ઓફ હેલ્થ(સ્વાસ્થ્યની દેવી) પણ કહેવામાં આવે છે. વેલંકન્ની, ચેન્નાઇની દક્ષિણે 325 કિ.મી દૂર સ્થિત છે અને ત્યાં સહેલાયથી પહોંચી શકાય છે.

English summary
Tamil Nadu is rich in its culture and home to some of the best tourist destinations in India. This South Indian state has many picnic spots that attract travellers from various parts of the country. The temples, beaches, other natural and man-made attractions of Tamil Nadu make it popular among tourists from around the world too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more