For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ જગ્યાએ જરૂર જજો

|
Google Oneindia Gujarati News

કોઇ નવી જગ્યા વિષે જાણવાનો શોખ, કંઇક નવું દેખાવાની ઇચ્છા હોય તો આ આર્ટીકલ તમારા માટે છે. રોજ આપણે રસ્તાઓ, મોટી મોટી બ્લિડિંગો, ટ્રાફિકની લાઇટો અને ઘરની ચાર દિવાલો તો જોઇએ છે પણ શું તમે કદી ટીવીમાં બહારની દુનિયા જોવાના બદલે નરી આંખોથી પ્રાકૃતિને જોવાની ઇચ્છા દર્શાવી છે કે નહીં. આજ કાલ તો બધા લોકોને સેલ્ફી લેતા જોવા મળે છે. અને લોકો જોડે આજકાલ એટલા સારા કેમેરા આવી ગયા છે કે તે કોઇ પણ જગ્યાને સુંદર બનાવી દે છે. તો જો તમને ટ્રાવેલિંગ અને ફોટોગ્રાફી બન્નેના શોખ હોય અને આ ક્રિસમસ વેકેશનમાં કોઇ ખાસ જગ્યાએ જવા માંગતા હોવ તો આ આર્ટીકલ જરૂરથી વાંચજો.

આજે અમે તમને અતૂલ્ય ભારતની કેટલીક તેવી તસવીરો બતાવવાના છીએ જે એક ફોટોગ્રાફર તરીકે જોવાલાયક છે. આ તમામ જગ્યા પર પ્રકૃતિ સોળે કળાએ સુંદર થઇને ખીલી ઊઠી છે. ત્યાં તમારે સારો ફોટો પાડવા માટે વધુ મહેનત પણ નહીં કરવી પડે કારણ કે જગ્યા જ તેવી છે કે
જ્યાં કંઇ કર્યા વગર જ તમે સુંદર ફોટોગ્રાફ ખેંચી શકશો. તો જાણો ભારતની તે જગ્યાઓ જે ફોટોગ્રાફર માટે સ્વર્ગ છે...

લેહ લડ્ડાક

લેહ લડ્ડાક

લેહ લડ્ડાકમાં એવલ લેક ઇન્ડિયી સૌથી વધુ એલ્ટિટ્યૂડ લેકમાં આવે છે. ઉનાળામાં જવું અહીંથી સૌથી સારું છે. ઇન્ડિયાના બેસ્ટ લેકમાંથી આ એક છે.

થાર ડેઝર્ટ

થાર ડેઝર્ટ

થાર ડેઝર્ટ, ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે એક નેચરલ બાર્ડર તરીકે કામ કરે છે. અહીં સુંદર સેન્ડ અને કેમેલ રાઇડ તમે કેમેરામાં કેદ કરી શકો છો. થાર ડેઝર્ટ ગુજરાત, પંજાબ અને હરિયાણા સુધી ફેલાયેલું છે. જે એક પોપ્યુલર ટૂરીસ્ટ ડેસ્ટીનેશન છે.

પંબન બ્રીઝ

પંબન બ્રીઝ

પંબન બ્રીઝ રામેશ્વરમાં છે અને આ આઇલેન્ડ ઇન્ડિયન મેનલેન્ડથી કનેક્ટેડ છે. જે ખુબર સુંદર દેખાય છે. અને આ અહીં ફોટો લેવાનું ના ભૂલતા.

હમ્પી

હમ્પી

કર્નાટકના ઉત્તરી ભાગમાં આવેલ હમ્પી બેંગ્લોરથી માત્ર 350 કિલોમીટર દૂર છે. આ યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળમાં આવેલું છે. અહીં દર વર્ષે લાખા અને હજારો ટૂરિસ્ટ આવે છે.

નુબ્રા વેલી

નુબ્રા વેલી

લડ્ડાકના બાગ તરીકે ઓળખાતી નુબ્રા વેલી ફૂલાની ધાટી છે. ઉનાળાના સમયે અહીં પીળા ફૂલો થાય છે. અને જંગલી ગુલાબ પણ જેને પર્વતની ટોચ પરથી જોવું એક અહ્લાદક અનુભવ છે.

વારાણસી

વારાણસી

વારાણસી ભારતની ધાર્મિક રાજધાની છે. અહીં ગંગા નદી પર આરતીને થતી જોવી એક અદ્ધભૂત અનુભવ છે. ત્યારે આ ધામનું પોતાની જ એક સુંદરતા છે જે તમે કેમેરામાં કંડારી શકો છો.

English summary
Best places for photography in India. Take a look at the places where you can click various beautiful pictures!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X