For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભદ્રાચલમ, જ્યાંથી રાવણે કર્યું હતું માતા સિતાનું અપહરણ

|
Google Oneindia Gujarati News

ભદ્રાચલમ ભારતના દક્ષિણી ભાગમાં તેલંગણા રાજ્યમાં સ્થિત એક નાનું અમથું શહેર છે. આ શહેર હૈદરાબાદથી 309 કિ.મી દૂર છે અને ગોદાવરી નદીના તટ પર સ્થિત છે. આ શહેર દેશભરમાં પ્રસિદ્ધ છે કારણ કે આ શહેર ભગવાન રામ અને તેમના પત્ની માતા સિતાએ સાંસારિક નિવાસના રૂપમાં જાણીતું છે. ભદ્રાચલમ શહેર હિન્દુઓ માટે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, શહેર સાથે ભગવાન રામ જોડાયેલા છે.

આ પણ વાંચોઃ- શું ખરેખર સિતાના પિતા હતા રાવણ?

શહેરનું નામ શબ્દ ભદ્રહિરિથી લેવામાં આવ્યું છે. જેનો અર્થ ભદ્રા પર્વત થાય છે. ભદ્રા એક વરાદનથી પૈદા થયેલું મેરુ અને મેનકાનું બાળક હતું. અત્યારે ભદ્રાચલમ રામ ભક્તો માટે અયોધ્યા બાદ બીજું સૌથી પ્રમુખ સ્થળ છે. અયોધ્યા ભગવાન રામનું જન્મ સ્થળ માનવામાં આવે છે, શ્રીલંકાના અસુર રાજા રાવણના વધ બાદ અનેક વર્ષો સુધી ત્યાં તેમણે શાસન કર્યું હતું.

આ પણ વાંચોઃ- જાણો કોણ હતું, ભગવાન વિષ્ણુ અને શિવનું રહસ્યમયી સંતાન

કિંવદંતી છેકે આ શહેર ક્યારેક ડાંડાકરણ્ય જંગલનો ભાગ હતો. હિન્દુ કથાઓ અનુસાર ભગવાન રામ અને તેમના પત્ની સિતા પોતાના ભાઇ લક્ષ્મણ સાથે વનવાસ દરમિયાન અમુક સમય આ જંગલમાં રોકાયા હતા. ઘણા લોકોનું માનવું છેકે ભગવાન રામના મંદિર પાસે આવેલું વન ક્ષેત્ર એ જ છે, જ્યાં ભગવાન પોતાની પત્ની અને ભાઇ સાથે રોકાયા હતા. જે મંદિરથી 32 કિ.મીના અંતરે છે. ભગવાન રામે પોતાના પરિવાર સાથે અહીં એક નિવાસ બનાવ્યું હતું. આ એ જ ઝુંપડી છે, જ્યાંથી રાવણે માતા સિતાનું અપહરણ કર્યું હતું અને તેમને શ્રીલંકા લઇ ગયા હતા.

આ પણ વાંચોઃ- ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની જડીબુટ્ટી

બીજી માન્યતા ભદ્રચલમ શહેર સાથે જોડાયેલી છે, જે ભગવાન વિષ્ણ અને તેમના ભક્ત ભદ્રાની છે. ભદ્રા ભગવાન રાના પ્રબળ ભક્ત હતા જે એક ઋષિ હતા સીતાને બચાવવા માટે શ્રીલંકા જતી વખતે ભગવાનની મુલાકાત બાબા સાથે થઇ. ઋષિએ ભગવાનને પોતાના માથા પર બેસવા માટે પ્રાર્થના કરી. જોકે, તેમની પત્નીને બચાવવાની ઉતાવળ હોવાથી તેમણે બાબાને કહ્યું કે તે પરત ફરશે ત્યારે તેમના માથા પર બેસશે. જોકે તેવું થઇ ના શક્યું અને ઋષિએ વિષ્ણુના રામ અવતારની એક ઝલક મેળવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા જારી રાખી. જેનાથી પ્રભાવિત થઇને પત્ની સિતા, ભાઇ લક્ષ્મણ અને ભગવાન રામના અવતાર સાથે ભક્તને દેખાયા હતા. ભગવાને આવવાની ઘોષણા એક શંખ વગાડીને કરી હતી. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ શહેરને.

ભદ્રાચલમ

ભદ્રાચલમ

ભદ્રાચલમની એક તસવીર

રામ મંદિર

રામ મંદિર

ભદ્રાચલમ રામ મંદિરનું પ્રવેશ દ્વાર

ગોપુરમ મંદિર

ગોપુરમ મંદિર

ભદ્રાચલમમાં રામ મંદિર ખાતે ગોપુરમ મંદિર

નદી અને મંદિર

નદી અને મંદિર

ભદ્રાચલમમાં નદી કિનારે રામ મંદિર

મંદિરમાં પૂજા

મંદિરમાં પૂજા

ભદ્રાચલમ સ્થિત રામ મંદિરમાં પૂજા

English summary
Bhadrachalam is a small town in the Khammam District of the state of Telengana in the southern part of India. The town is about 309 km from the city of Hyderabad towards the north eastern side and is scenically located on the banks of river Godavari. The town gathers its fame from across the country because it is regarded as the earthly abode of Lord Rama and his consort Goddess Sita. The town of Bhadrachalam is an important place of pilgrim for the Hindus because of the town’s association with Lord Rama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X