અનોખી પ્રેમ કહાણીઃ પ્રેમીની યાદમાં પ્રેમિકાએ બનાવ્યો મકબરો

Posted By: Super
Subscribe to Oneindia News

ભારત અનેક વણઉકેલાયેલા રહસ્યો આ દેશમાં છે, અહીંના દરેક રહસ્યની પાછળ કોઇને કોઇ રસપ્રદ કહાણી છૂપાયેલી છે. ભારતના આ રહસ્ય ક્યારેક ભૂત પ્રતો અને આત્માઓ સાથે જોડાયેલી છે, તો કેટલીક વીર ક્ષત્રિયની બહાદૂરીની ગાથાઓ અથવા તો પછી રાજા રાણીની કહાણીઓ અને પોતાની શાનદાર વાસ્તુકળાને જાળવી રાખતા મંદિરો. જો તમે ભારતની યાત્રા કરશો તો તમને જાણવા મળશે કે અહીં કાશ્મીરથી લઇને કન્યાકુમારી અને રાજસ્થાનથી લઇને ગંગટોક સુધી એવુ ઘણુ બધુ છે, જે તમને પોતાના તરફ આકર્ષિત કરે છે.

આ યાદીમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા તળાવ અને સ્મારક અંગે, જેનું નિર્માણ એક પ્રેમી જોડાની યાદમાં કરવામાં આવ્યું છે. કહેવામાં આવે છે, પ્રેમ બંદિશો નથી જોતો બસ થઇ જાય છે. સાથે જ પ્રેમમાં કોઇ ઉચ નીચ કે જાત પાત નથી જોવામાં આવતી. અત્યારસુધી તમે એવું સાંભળ્યુ હશે કે એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની યાદમાં કોઇ સ્મારકનું નિર્માણ કર્યુ અથવા તો ફચી તેને યાદ કરતા કંઇક અનોખુ બનાવડાવ્યું, પરંતુ જો કોઇ પ્રેમિકા પોતાના મૃત પ્રેમી માટે કંઇક કરે તો તે રસપ્રદ વાત બની જાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ આ અનોખી પ્રેમ કહાણી અંગે.

હરિયાણાના બુઆવાલા તળાવની કહાણી
  

હરિયાણાના બુઆવાલા તળાવની કહાણી

જીહાં, સત્ય એ જ છે, જો તમારે આ નજારો જોવો છે, તો રાજધાની દિલ્હીથી 65 કિમી દૂર હરિયાણાના ઝજ્જર આવો અને અહીં ઉપસ્થિત બુઆવાલા તળાવની યાત્રા કરો. બુઆવાલા તળાવનું નિર્માણ આજથી 375 વર્ષ પહેલા થયુ હતુ. આ તળાવના નિર્માણ પાછળ એક દિલ ચીરી નાખે તેવી કહાણી જોડાયેલી છે. પૌરાણિક કહાણી અનુસાર, એક દિવસ ઝજ્જર નવાબના એક સૂબેદાર મુસ્તફા ખાનની સાહસી પુત્રી બુઆ ઘોડેસવારી કરતી જંગલમાં જતી રહી. દુર્ભાગ્યવસ તેના પર વાઘે હુમલો કરી દીધો અને તેણે મદદ માટે બૂમો પાડી.

ઇનામના બદલામાં સૂબેદારની દિકરીનો હાથ માંગ્યો
  

ઇનામના બદલામાં સૂબેદારની દિકરીનો હાથ માંગ્યો

બુઆની બૂમો સાંભળીને ત્યાં કામ કરી રહેલા હસન નામના એક ગરીબ પરંતુ સુંદર કઠિયારો તેના તરફ દોડ્યો. તેણે વાઘને મારી નાખ્યો અને યુવતીને ઇજાગ્રસ્ત અવસ્થામાં પરત લઇને આવ્યો. બુઆના પિતાએ કઠિયારાને ઇનામ આપવાની ઘોષણા કરી, પરંતુ હસને ઇનામના બદલે તેમની પુત્રી સાથે લગ્ન કરવાની જાહેરાત કરી.

યુદ્ધમાં માર્યો ગયો હસન
  

યુદ્ધમાં માર્યો ગયો હસન

કમને મુસ્તફા ખાને કઠિયારાની વાતને માની લીધી, પરંતુ લગ્નને થોડાક સમય માટે ઠેલવી દીધા. એક દિવસ સૂબેદારે હસનને કહ્યું કે, તે નવાબની સેનામાં ભરતી થઇ જાય અને યુદ્ધમાં ભાગ લે. હસને એવુ જ કર્યુ અને તે યુદ્ધમાં માર્યો ગયો. હસનને એ જ તળાવ પાસે દફનાવવામાં આવ્યો, જ્યાં તે અને બુઆ અવાર નવાર મળતા હતા. બુઆએ પોતાના પ્રેમીની યાદમાં હસનની કબર પાસે એક મકબરો બનાવડાવ્યો. કહેવામાં આવે છે કે પોતાના પ્રેમી હસનના મોત બાદ તૂટી ચૂકેલી બુઆનું પણ નિધન થઇ ગયુ અને તેને તેના પ્રેમી હસનની કબરની બાજુમાં દફનાવવામાં આવી.

કેવી રીતે પહોંચવુ
  
 

કેવી રીતે પહોંચવુ

ઝજ્જરની સરહદ દિલ્હીને અડીને આવેલી છે અને તે દિલ્હીથી 65 કિમી દૂર એનએચ-7 એ પર સ્થિત છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી ઝજ્જર જવા માટે ખાનગી બસો મળી શકે છે.

English summary
bua wala talab tombs which tell the love tale
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.