For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસીઓનું સ્વર્ગ છે ગોવાનો આ બીચ

|
Google Oneindia Gujarati News

કૈલેંગ્યૂટ બીચ તમામ આકર્ષણ સ્થળોનું કેન્દ્ર છે. ઉત્તરીય ગોવામાં બે સૌથી પ્રસિદ્ધ બીચ, કૈંડોલિમ અને બાગાથી ઘેરાયેલું હોવાના કારણે અને તેની આસપાસના સ્થળોના કારણે આ સ્થળને પ્રવાસીઓનું સ્વર્ગ કહેવામાં આવે છે.

કૈલંગ્યૂટ બીચ પર પાર્કિંગ માટે ઘણી જ વ્યવસ્થા છે, જ્યાં તમે સાધારણ ભાડું આપીને પાર્કિંગની પરેશાનીથી બચી શકો છો અને બપોરનો આનંદ લઇ શકો છો. તમે બાઇક અથવા તમારી કારથી જાઓ, પાર્કિંગ ક્ષેત્રમાં તમને અનેક દુકાનો મળી જશે, જે પરવડે તેવા ભાવમાં કપડાં, સામાન, ફૂટવેર અને ગોવાના સ્મારક ખરીદી શકો છો. કૈલેંગ્યૂટ ડ્રાઇ ફ્રૂટની દુકાનો માટે પણ જાણીતો છે, તેથી અહીં આવો ત્યારે પ્રસિદ્ધ કાજૂ લેવાનું ના ભૂલો, જે પ્લેન, રોસ્ટેડ અને સોલ્ટેડ હોય છે.

કૈલેંગ્યૂટ બીચ પાણીની રમતો માટે પણ પ્રસિદ્ધ છે. બીચ પર પહોંચો ત્યારે અનિચ્છાએ પણ તમને અનેક એજન્ટ મળી જશે, જે બનાના રાઇડ્સ, વોટર બાઇક્સ રાઇડ્સ, પૈરાસેલિંગ અને બોટિંગ માટે તમારા પર દબાણ લાવશે. કૈલેંગ્યૂટ બીચ પર પેરાસેલિંગ કરવાથી પૈસાનું પૂરુ વળતર મળી જાય છે. એરબોર્નમાં બેસીને તમે દક્ષિણમાં કેંડોલિમ અને ઉત્તરમં અંજુના પણ જોઇ શકો છો.

અહીં સોજા લોબો નામના સ્થળનો ઉલ્લેખ કરવો જરૂરી છે. વિશ્વ ભરથી આવનારા પ્રવાસી આ સ્થળની કસમ ખાય છે અને અહીં મળી આવતા કેકડા, ઝીંગા મદલીથી બનેલા વ્યંજન શાનદાર હોય છે. જો તમે બીચ પર સૈર કરવાનું મૂડ બનાવી ચૂક્યા છો તો બાગા બીચ પર બનેલા વિશાલ શૈક, બ્રિટ્ટોસમાં ખાવાનું જરૂરથી ખાઓ, જે કૈલેંગ્યૂટ બીચે પગપાળા જતા માત્ર 20 મીનિટનું અંતર છે.

કૈલેંગ્યૂટ આવો ત્યારે અગૌડા કિલ્લા પાસે સ્થિત, તાજા વિવાંતા સંપત્તિ નામના ગામને જરૂરથી જુઓ. જો તમે અહીં રોકાઇ શક્યા તો તેનાથી શ્રેષ્ઠ કંઇ જ નથી, કારણ કે આ રિસોર્ટથી કૈલેંગ્યૂટ, કેંડોલિમ અને બાગામાં સ્થિત તમામ બીચોના સુંદર નજારા જોવા મળે છે. કૈલેંગ્યૂટ બીચ એકદમ મધ્યમાં છે, અને સાથે જ અહીં બસ ડેપો નજીક છે. પણજી અને અન્ય પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો માટે અહીંથી બસ અને ટેક્સી સહેલાયથી મળી શકે છે. તમે તમારી કાર લઇને પણ સરળતાથી આ બીચ પર પહોંચી શકો છો. તો ચાલો તસવીરો થકી નીહાળીએ આ બીચને.

કૈલેંગ્યૂટ બીચ

કૈલેંગ્યૂટ બીચ

ગોવામાં આવેલા કૈલેંગ્યૂટ બીચનું એક દ્રશ્ય

મે ડી ડ્યૂસ ચર્ચ

મે ડી ડ્યૂસ ચર્ચ

ગોવાના કૈલેંગ્યૂટ બીચ પાસે આવેલુ મે ડી ડ્યૂસ ચર્ચ

ગોવાનું સુંદર ચર્ચ

ગોવાનું સુંદર ચર્ચ

કૈલેંગ્યૂટ બીચ પાસે આવેલુ મે ડી ડ્યૂસ ચર્ચ ગોવાનું સુંદર ચર્ચ મનાય છે

કૈલેંગ્યૂટ બીચમાં સનસેટ

કૈલેંગ્યૂટ બીચમાં સનસેટ

ગોવાના કૈલેંગ્યૂટ બીચ પર થતા સૂર્યાસ્તની શ્રેષ્ઠ તસવીર

કૈલેંગ્યૂટ બીચ પર પેરાસેલિંગ

કૈલેંગ્યૂટ બીચ પર પેરાસેલિંગ

ગોવાના કૈલેંગ્યૂટ બીચ પર પેરાસેલિંગ

માત્ર ગોવાનો નજારો

માત્ર ગોવાનો નજારો

કૈલેંગ્યૂટ બીચ પર જોવા મળી રહેલો ગોવાનો અદભૂત નજારો

કૈલેંગ્યૂટ બીચની અન્ય એક તસવીર

કૈલેંગ્યૂટ બીચની અન્ય એક તસવીર

ગોવામાં આવેલા કૈલેંગ્યૂટ બીચની અન્ય એક તસવીર

સમુદ્ર કિનારો

સમુદ્ર કિનારો

ગોવાના કૈલેંગ્યૂટ બીચના કિનારે રહેલા નૌકા

પેરાસેલિંગ થકી નિહાળો બીચ

પેરાસેલિંગ થકી નિહાળો બીચ

ગોવાના કૈલેંગ્યૂટ બીચને પેરાસેલિંગથી નિહાળવો એ પણ એક લ્હાવો છે

English summary
Calangute beach is bang in the centre of all the action. Nestled between Candolim and Baga, two of the most famous beaches of North Goa its proximity and the places around it make it a tourist’s paradise.A huge parking lot serves Calangute dedicatedly which means ample pay and park and a hassle free afternoon. Get a bike or drive down in your own car, the parking lot is lined with shops selling affordable garments, accessories, footwear and Goa souvenirs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X