• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે ભારતના મોસ્ટ રોમેન્ટિક અને લો બજેટ હનીમૂન ડેસ્ટિનેશન્સ

By Kajal
|
Google Oneindia Gujarati News

14 જાન્યુઆરી આવી ગઇ અને કમુરતાનો સમય પણ પુરો થયો! આ સાથે જ હવે ફરી લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ લગ્નની ભાગાભાગી હોય છે તો બીજી તરફ પ્રસંગનો અનેરો આનંદ પણ જોવા મળે છે. આ સાથે જેના લગ્ન થવાના હોય તેના મનમાં એક જ સવાલ ફરતો હોય છે અને તે છે હનીમૂન.... લગ્ન પછીનો સૌથી મોટો પ્રશ્ન હનીમૂનનો હોય છે કે ક્યાં જવુ? મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ તો ભારતની બહાર જ પોતાના હનીમૂનની મજા માણે છે, પરંતુ એ બધાને પરવડે નહીં અને દરેક વખતે એટલો બધો સમય પણ નથી હોતો. તો શું કરવું? હનીમૂન પર ન જવું? કે પછી ભારતમાં જ એવી કોઇ જગ્યાએ જવું જ્યાંની હવા અને સુંદરતા વિદેશને પણ પાછળ રાખી દે એવી હોય! જી હા, ભારતમાં ઘણા એવા સ્થળો છે જે વિદેશના નજારાને પણ ટક્કર આપે છે. તો ચાલો આજે તેમને તમારા હનીમૂન પ્લાનિંગમાં મદદમાં આવે તેવી ભારતની કેટલીક બ્યુટિફુલ પ્લેસિસની સફર કરાવીએ...

કાશ્મીર

કાશ્મીર

'ધરતી પરનું સ્વર્ગ એટલે કશ્મીર' પોતાના જીવનસાથી સાથે અહીનાં ઊંચા સફેદ બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે રહેવાની કંઇક અલગ જ મજા છે. જ્યારે સવારે સૂર્યના કિરણ એ સફેદ પહાડો પર પડે છે ત્યારે સફેદ પહાડો જાણે સોનેરી રંગોથી ઝગમગી ઊંઠે છે. તમે અહીંના જાણીતા સ્થળો શ્રીનગર, સોનમર્ગ અને ખાસ તો ગુલમર્ગને જોવાનું ચુક્તા નહી. આ સફર તમારી આ પહેલા પ્રવાસની અનેક યાદગાર ક્ષણો તમને આપશેpc-Nadeemyasin61

મનાલી

મનાલી

આપણે ઉત્તર ભારતમાં જ ફરવાની વાત કરતો હોઇએ તો તેમાં હિમાચલ પ્રદેશના અનેક હિલ સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેને ફરવાનો આનંદ તમે માણી શકો છો. તેમાં સૌથી ખાસ જો જગ્યા કોઇ હોય તો તે છે મનાલી. પ્રકૃતિની સુંદરતા તમને અહીં ભરી ભરીને જોવા મળશે. સાથે જ ઠંડીની આછી મઝામાં તમે હનીમૂનને અહીં સારી રીતે એન્જોય કરી શકો છો. અહી તમે કેટલીક રાઇડ્સની પણ મજા લઇ શકો છે. તે ઉપરાંત આ સ્થળની થોડે દુર હિંદુ ધર્મના ઘણા પવિત્ર મંદિરો પણ આવેલા છે. નવા જીવનની શરૂઆત કરવા જઇ રહ્યા છો ત્યારે આ સ્થળ તમારા જીવને આનંદની સાથે આસ્થાની એક અલગ અનુભૂતિ કરાવશે.pc-Rakesh Kumavat

કૂર્ગ

કૂર્ગ

કૂર્ગ કર્ણાટકના દક્ષિણ ભાગમાં આવેલું છે. આ સ્થળને દક્ષિણના કશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ખુબ જ લોકપ્રિય છે. અહીં બારેમાસ લોકો ફરવા માટે આવતા રહે છે. દેશ-વિદેશથી લોકો અહી ફરવાની મજા માણતા જોવા મળે છે. આ સ્થળ પર તમને એક નવી જ પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ થશે. લોકોની ચહેલ પહેલ વચ્ચે પણ નવા કપલને અહીં એકબીજાને જાણવાનો અને સમજવાનો સારો એવો સમય મળી રહે છે. આ સ્થળ પર તમે જંગલ સફારીમાં વન્યજીવોને જોવાનો લ્હાવો મેળવી શકશો. ઓછા પૈસા સાથે વધારે મજાની વાત કરવામાં આવે તો કૂર્ગ સૌથી પહેલા યાદ આવે.pc-Leelavathy B.M

અંદમાન- નિકોબાર

અંદમાન- નિકોબાર

ઉત્તર ભારતના ફરવાના સ્થળોની વાત કરી આપણે, દક્ષિણ ભારતના સ્થળોની પણ વાત કરી! જો તમારું બજેટ થોડું વધારે હોય અને તમે પોતાના હનીમૂનને વધારે અલગ તથા યાદગાર બનાવવા માંગતા હો તો તમે ભારતની બહાર પરંતુ, ભારતમાં એવા સ્થળે હનીમૂન પ્લાન કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ અંદમાન નિકોબારની. એ સ્થળો ભારતના છે પરંતુ ભારતથી થોડે દુર આવેલા છે. ત્યારે તમે અહીના સુંદર સફેદ રેતીના બીચ પર પોતાના લગ્નજીવનની આનંદીત શરૂઆત કરી શકશો. આ સ્થળો પર ફરવા માટેના અનેક સ્થળો તો છે જ, સાથે અવનવી ખાવાની વાનગીઓ અને સાથે સાથે સી રાઇડ્સની પણ મજા માણવાનો મોકો મળશે. તો રાહ શેની જુઓ છો? હવે જલ્દી તમારું હનીમૂન ડેસ્ટિનેશન પસંદ કરી લો.pc-Vikramjit Kakati

English summary
chepeast honeymoon destination in India. read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X