For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળનું એવુ તીર્થ સ્થળ જ્યાં હોય છે ભક્તોનું ઘોડાપુર

|
Google Oneindia Gujarati News

ચોટ્ટાનિકારા, કેરળની મધ્યમાં સ્થિત એક સુંદર ગામ છે. એર્નાકુલમ જિલ્લામાં કોચિના ઉપનગરીય વિસ્તારમાં સ્થિત, આ સ્થળ અનેક લાખો લોગોની ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું છે. આ કસબો કેરળના સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થળમાનું એક છે અને અનેક ભક્તોને દર વર્ષે આકર્ષિત કરે છે. આ શાંત અને સ્થિર સ્થળ તીર્થયાત્રીઓની શોધને પૂર્ણ કરે છે અને તેમના શરીર અને દિમાગ બન્નેને તાજા કરનારા અનુભવ પ્રદાન કરે છે.

એક યાત્રીને પ્રસન્ન કરવા માટે આ નાના અમથા ગામમાં અનેક આકર્ષણ છે. ચોટ્ટાનિકારા મંદિર, ચોટ્ટાનિકારા ભગવતી મંદિરના રૂપમાં પણ જાણીતું છે, જે આ સ્થળનું પ્રમુખ આકર્ષણ છે. આ મંદિર અનેક સદીઓ જૂનું છે અને હિન્દુ દેવી મા ભગવતીને સમર્પિત છે. મંદિરની વાસ્તુકળા શાનદાર છે, વિશ્વકર્મા સ્થાપતિ(લાકડાંની મૂર્તિ)ની ભવ્યતાને પ્રમાણિત કરે છે. ચોટ્ટાનિકારા માકમ તોઝલ મંદિરનો પ્રસિદ્ધ ધાર્મિક તહેવાર છે, જે ભક્તો અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષિત કરે છે.

પુરાતત્વ સંગ્રહાલય, પૂર્વકાલીન ત્રિપુનિતુરા પર્વત મહેલ, ચોટ્ટાનિકારાનું અન્ય એક પ્રમુખ આકર્ષણ છે. પુરાતત્વ કલાકૃતિઓ જે કોચિના રાજ્ય સાથે સંબંધ ધરાવે છે, જે ભવ્યતા સાથે પ્રદર્શિત કરવામાં આવી છે. કડુથુરુતિ શિવ મંદિર અને પૂર્ણાત્રયેસા મંદિર બે મુખ્ય મંદિર છે, જે અહી આવનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તટબંધિત ઝીલ, કડુથુરુતિ શિવ મંદિરની આસપાસના ક્ષેત્રમાં સ્થિત છે, જે મંદિર જનારા પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

ચોટ્ટાનિકારા મંદિર અને અન્ય પ્રસિદ્ધ મંદિરોના અસ્તિત્વએ ચોટ્ટાનિકારા ગામમાં એક અનોખી સંસ્કૃતિના ઉદ્ભવમાં યોગદાન આપ્યું છે. ભક્તિની એક હવા ગામમાં ભળેલી છે, અંતહીન ભજનો અને આ મંદિરોમાંથી વહેતા પ્રવચનોથી તેને સાંભળી શકાય છે. આ મંદિરોના વિભિન્ન તહેવાર અને સમારોહ ચોટ્ટાનિકારાને ઉત્સવી ચહેરો પ્રદાન કરે છે. આખું વર્ષ આ સ્થળ આધ્યાત્મનું કેન્દ્ર બની રહે છે અને ભક્તોથી ભરેલું રહે છે.

ઓણમના મોસમ દરમિયાન આયોજીત તિરુવોણમ ભોજ, નવરાત્રી અઘોષમ(મહોત્સવ), વૃશ્ચિક મંડળ મહોત્સવમ, ત્રિકાર્તિક મહોત્સવ, રામાયણ મોસમ અને ઉત્તરમ આરત્તુ ચોટ્ટાનિકારામાં મનાવવામાં આવતા પ્રમુખ સમારોહ અને તહેવાર છે. ચોટ્ટાનિકારા મંદિરના વાર્ષિક ઉત્સવ પર એક સવારી નિકળે છે, જેમાં સૌથી આગળ સાત મોટા દાંતવાળા સજેલા હાથી હોય છે અને પાછળ લાંબી કતાર અહીનું એક દૃશ્ય હોય છે, જેને જોવાનું અહીની એકપણ વ્યક્તિ જોવાનું ચૂકતી નથી. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ સ્થળને.

પૂર્નાત્રાયેસા મંદિર

પૂર્નાત્રાયેસા મંદિર

ચોટ્ટાનિકારામાં આવેલું પૂર્નાત્રાયેસા મંદિર

પૂર્નાત્રાયેસા મંદિર

પૂર્નાત્રાયેસા મંદિર

ચોટ્ટાનિકારામાં આવેલું પૂર્નાત્રાયેસા મંદિર

ત્રિપુનિતુરા હિલ પેલેસ

ત્રિપુનિતુરા હિલ પેલેસ

ચોટ્ટાનિકારામાં આવેલું ત્રિપુનિતુરા હિલ પેલેસ

ત્રિપુનિતુરા હિલ પેલેસ

ત્રિપુનિતુરા હિલ પેલેસ

ચોટ્ટાનિકારામાં આવેલું ત્રિપુનિતુરા હિલ પેલેસ

ત્રિપુનિતુરા હિલ પેલેસ

ત્રિપુનિતુરા હિલ પેલેસ

ચોટ્ટાનિકારામાં આવેલું ત્રિપુનિતુરા હિલ પેલેસ

ચોટ્ટાનિકારા મંદિર

ચોટ્ટાનિકારા મંદિર

ચોટ્ટાનિકારામાં આવેલું એક પ્રચલિત ચોટ્ટાનિકારા મંદિર

ચોટ્ટાનિકારા મંદિર

ચોટ્ટાનિકારા મંદિર

ચોટ્ટાનિકારામાં આવેલું એક પ્રચલિત ચોટ્ટાનિકારા મંદિર

English summary
Chottanikkara is a scenic hamlet situated in the central part of Kerala. Located in the suburbs of Kochi in the Ernakulam district, this place caters to the religious sentiments of many millions. The town is famed as one of the most renowned pilgrim destinations of Kerala and attracts numerous devotees every year. This calm and serene place quenches the quest of pilgrims and offers a rejuvenating experience to both their bodies and minds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X