ક્લીન ઇન્ડિયા: ભારતના ટોપ 10 સૌથી ક્લીન અને હરિયાળા શહેર
સ્વચ્છ ભારત અભિયાન, આપ આ શબ્દથી ચોક્કસ અવગત હશો. હાલના દિવસોમાં આ શબ્દ ઠેરઠેર સાંભળવા મળી રહ્યો છે, સોશિયલ મીડિયામાં, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોના પગલે આ શબ્દ છેલ્લા ઘણા દિવસોથી ટોપ ટ્રેડિંગ છે. નોંધનીય છે કે નેતા, અભિનેતા અને ખેલાડીઓથી લઇને સામાન્ય વ્યક્તિઓ સુધી આજકાલ જેને જોઇએ તે હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતો દેખાઇ આવે છે. સાથે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે સફાઇ કરનારા વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની ફોટો અપલોડ કરી રહ્યા છે.
- જાણો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ માટે કેમ ખાસ છે વૃંદાવન!
- એ મથુરા જ્યાં ગોપીઓને વાંસળી વગાડી મંત્રમુગ્ધ કરતા હતા શ્રીકૃષ્ણ
- આખરે કેમ દ્વારકાથી ડાકોર આવ્યા હતા માખણચોર રણછોડરાય!
- તિલકવાડા અને દેડિયાપાડા છે પિકનીક માટેનું ઉત્તમ સ્થળ
કહેવામાં આવી રહ્યું છે કે સેલિબ્રિટીઝ, નેતાઓ અથવા સામાન્ય લોકો દ્વારા સફાઇ કરતો ફોટો તેમના સોશિયલ એકાઉન્ટ પર મૂકવાનું કારણ એટલું જ છે કે અન્ય લોકો પણ તેમનાથી પ્રેરિત થાય અને દેશહિતમાં કામ કરી શકે જેથી ભારત એક સ્વચ્છ રાષ્ટ્ર બની શકે. આપને બતાવી દઇએ કે ગઇ 2 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
- પશ્ચિમ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન પર એક નજર..
- પૂર્વ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન પર એક નજર..
- ઉત્તર ભારતના આ ટોપ 10 હિલ સ્ટેશનની મુલાકાત લેવી રખે ચુકતા
- દુનિયાના આ બેસ્ટ અને સુંદર સરોવર ચોક્કસ આપનું મન મોહી લેશે
અત્રે નોંધનીય છે કે સ્વચ્છ ભારત અભિયાન 'ભારત સરકાર દ્વારા આરંભ કરવામાં આવેલ રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છે જેનો ઉદ્દેશ્ય શેરીઓ, માર્ગ, તથા અધોસંરચનાને સાફ-સુથરુ કરવાનો છે. આ જ ક્રમમાં અમે આપને અમારા આ લેખ થકી આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતના એવા ટોપ 10 શહેરોથી જે એક તરફ ખૂબ જ સુંદર અને ક્લિન છે તો બીજી તરફ પોતાના હરિયાળા વાતાવરણને કારણે પણ જાણીતા છે.
તો આવો તસવીરોમાં નિહાળીએ અને જાણીએ ભારતના ટોપ 10 ક્લિન અને સુંદર શહેરો વિશે...

ચંદીગઢ
જ્યારે પણ ભારતના સૌથી સાફ અને હરિયાળા શહેરનો ઉલ્લેખ થાય છે ત્યારે ચંદીગઢનું નામ મોખરે આવે છે. પશ્ચિમોત્તર ભારતમાં હિમાલયની શિવાલિક પર્વતમાળાની તળેટીમાં વસેલું ચંદીગઢ એક કેન્દ્રશાશિત પ્રદેશ છે. સાથે જ શહેરી ડિઝાઇન અને નિર્માણના કારણે તેને ભારતના પહેલા નિયોજિત શહેરનો દરજ્જો આપવામાં આવી ચૂક્યો છે. ફોટો કર્ટસી- harpreet singh

મૈસૂર
મૈસૂર કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની હોવાની સાથે સાથે રાજ્યનું બીજું સૌથી મોટુ શહેર છે. દક્ષિણ ભારતનું આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પોતાના વૈભવ અને શાહી પરિવેશ માટે જાણીતું છે. મૈસૂર શહેરની જૂની ચમક-દમક, સુંદર ગાર્ડન, હવેલીઓ અને છાયાદાર સ્થળ અત્રે આવનાર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. 2010માં યૂનિયન અર્બન ડેવલપમેંટ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ એક સર્વે અનુસાર મૈસૂરને ભારતનું બીજું અને કર્ણાટકનું પહેલું સૌથી ક્લીન શહેર માનવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી - Sudarshan V

સુરત
ગુજરાત રાજ્યના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સુરત આજે પોતાના વસ્ત્રો અને હીરા માટે ઓળખાય છે. આ ધૂમધામ અને ચમકની પાછળ મહાન ઐતિહાસિક મહત્વ અને મહિમાનું એક શહેર છે. આપને બતાવી દઇએ કે ભારતના કોઇ પણ શહેરની તુલનામાં એમ્બ્રોડરી મશીનોની સંખ્યા વધારે હોવાના કારણે તેને 'ભારતની એમ્બ્રોડરી રાજધાની' પણ કહેવામાં આવે છે. એક વૈશ્વિક અધ્યયન અનુસાર તેને દુનિયાની સૌથી ઝડપથી વધતા શહેરમાં ચોથા સ્થાન પર રાખવામાં આવ્યું છે. આ વ્યાવસાયિક પહેલુઓના કારણે આ શહેરને ગુજરાતની કોમર્સિયલ રાજધાની માનવામાં આવે છે. સાથે જ આ બધાની વચ્ચે આજે સુરતની ગણતરી ભારતના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.
ફોટો કર્ટસી - Rahulogy

દિલ્હી
દેશની રાજધાની દિલ્હીની ગણતરી ભારતના અન્ય અને વિશ્વના આઠમાં સૌથી વધારે વસ્તીવાળા શહેરના રૂપમાં થાય છે. દિલ્હી કેંટને દિલ્હી નગર પાલિકા દ્વારા દિલ્હીનું સૌથી સાફ અને સૌથી હરિયાળો ભાગ માનવામાં આવ્યો છે. જેને પૂર્વમાં પુરસ્કૃત પણ કરવામાં આવી ચૂક્યું છે. જો આપ દિલ્હીને ધ્યાનથી જુઓ તો મળશે કે ચંદીગઢ અને લક્ષદ્વીપ બાદ દિલ્હી જ એ સ્થાન છે જ્યાં ભૌગોલિક રીતે વૃક્ષ વધારે છે અને આ મામલે દિલ્હી ત્રીજા સ્થાને છે.
ફોટો કર્ટસી - simranjit singh

તિરુચિરાપલ્લી
ભારતના તમિલનાડુ પ્રાંતનું એક શહેર છે. આ શહેર પ્રાચીન કાળમાં ચોલ સામ્રાજ્યનો એક ભાગ હતું. આ સ્થાન ત્રિચીના નામથી પ્રસિદ્ધ છે. આ શહેર કાવેરી નદીના તટ પર વસેલું છે. આ સ્થાન વિશેષ રીતે વિભિન્ન મંદિરો જેમકે, શ્રી રંગાનાથસ્વામી મંદિર, શ્રી જમ્બૂકેશ્વરા મંદિર અને વરૈયૂર વગેરે માટે પ્રસિદ્ધ છે. શહેરના મધ્યથી કાવેરી નદી પસાર થાય છે. તમિલનાડુના સૌથી હરિયાળા અને ક્લીન શહેરોમાંના એક તિરુચિરાપલ્લી એક પ્રવાસીને તમામ તક પૂરી પાડે છે જેની તેને અપેક્ષા હોય છે.
ફોટો કર્ટસી - Emmanuel DYAN

ગુવાહાટી
પૂર્વોત્તર ભારતનો પ્રવેશ દ્વાર ગુવાહાટી અસમનું સૌથી મોટું શહેર છે. બ્રહ્મપુત્ર નદીના કિનારા પર સ્થિત શહેર પ્રાકૃતિક સુંદરતાથી ઓત-પ્રોત છે. અત્રે માત્ર રાજ્ય નહીં પરંતુ આખા પૂર્વોત્તર ક્ષેત્રની વિવિધતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. સંસ્કૃતિ, વ્યવસાય અને ધાર્મિક ક્રિયાઓનું કેન્દ્ર હોવાના કારણે ગુવાહાટી ખૂબ જ રંગીન થઇ ઊઠે છે. અત્રે દર્શકોથી વિભિન્ન સમુદાય, ધર્મ અને ક્ષેત્રના લોકો રહેતા આવ્યા છે, જેના કારણે આ જગ્યા વિવિધતાઓથી ભરેલી પડી છે. ગુવાહાટીની ગણતરી પણ ક્લીન શહેરોમાં થાય છે.
ફોટો કર્ટસી - Vedanta Barooah

ભુવનેશ્વર
ભારતના પૂર્વી વિસ્તારમાં વસેલું ભુવનેશ્વર ઓડિશાની રાજધાની છે. આ શહેર મહાનદીના કિનારા પર સ્થિત છે અને અત્રે કલિંગાના સમયની ઘણી ભવ્ય ઇમારતો છે. આ પ્રાચીન શહેર પોતાની અંદર 3000 વર્ષ જુનો સમૃદ્ધ ઇતિહાસ સમેટીને બેઠો છે. કહેવાય છે કે એક સમયે ભુવનેશ્વરમાં 2000થી પણ વધારે મંદિરો હતા. જેના કારણે આ શહેરને ભારતનું મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ભુવનેશ્વર પ્રવાસન હેઠળ આપ પ્રાચીન સમયમાં ઓડિશામાં મંદિર નિર્માણની કળાની ઝલક જોઇ શકો છો.
ફોટો કર્ટસી - Coolduds12

શિમલા
શિમલા એક સુંદર હિલ સ્ટેશન છે જે હિમાચલ પ્રદેશની રાજધાની છે. સમુદ્રની સપાટીથી 2202 મીટરની ઊંચાઇ પર સ્થિત આ સ્થળને 'સમર રિફ્યૂઝ' અને 'હિલ સ્ટેશનોની રાણી'ના રૂપમાં ઓળખવામાં આવે છે. આપને બતાવી દઇએ કે આ સુરમ્ય પહાડી વિસ્તાર ઘણા કારણોથી વિભિન્ન પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ફોટો કર્ટસી - roman korzh

દેહરાદૂન
દૂન વેલીના રૂપમાં લોકપ્રિય, દેહરાદૂન, ઉત્તરાખંડ રાજ્યની રાજધાની છે. આ સ્થળ સમુદ્ર સ્તરથી 2100 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે અને શિવાલિક પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે. દેહરાદૂનની પૂર્વમાં ગંગા નદી વહે છે જ્યારે પશ્ચિમમાં યમુના નદી વચે છે. દેહરાદૂનનું નામ 'દેહરા' અર્થ 'શિબિર' અને 'દૂન' એટલે પહાડોની તળેટી નીચી ભૂમિ શબ્દોથી ઉત્પન્ન થયો છે. દરેક વર્ષે અત્રે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
ફોટો કર્ટસી - Paul Hamilton

જયપુર
જયપુર ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે જેને પિંક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્યની રાજધાની કહેવાતા જયપૂર શહેર એક અર્દ્ધ રણ વિસ્તારમાં આવેલું છે. આ સુંદર શહેરને અમ્બેર રાજા મહારાજા સવાઇ જય સિંહ દ્વિત્તીય દ્વારા બંગાળના એક વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી બનાવવામાં આવ્યું હતું. આ ભારતનું પહેલું શહેર છે જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું હતું.
ફોટો કર્ટસી - Arun Katiyar
