For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરજ, રેતી અને દરિયાનો સંગમ એટલે દીવ

|
Google Oneindia Gujarati News

દીવ એક નાનું અમથું દ્વીપ છે જે ગુજરાતના સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) પ્રાયદ્વીપના દક્ષિણ ભાગમાં છે. સૂરજ, રેતી અને સમુદ્રનો સંગમ આ સ્થળને સ્વર્ગ બનાવી દે છે. અહીં લેહારાતા ખજૂરના ઝાડ અને અરબ સાગરની લહેરોથી આ દ્વીપની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પ્રાચીન અને મધ્યયુગીન કાળમાં દીવ પર અનેક રાજાઓએ અને રાજવંશોએ શાસન કર્યું હતું. બાદમાં અહી પોર્ટુગલ ઉપનિવેશ બની ગયુ અને 1961માં તેને ગોવા સાથે એક કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યું. 1987માં આ દ્વીપને ગોવાથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

એક નિર્ધારિત વાતાવરણમાં સૂરજ, રેતી અને સમુદ્રની સાથે ધન્ય દીવની ધરતી ભારતના સૌથી ઉત્કૃષ્ટ સમુદ્ર તટના રૂપમાં ઉભરી રહી છે. આ દ્વીપ પર પાગળ કરી દે તેવી ભીડ નથી, શાંતિ છીનવી લે તેવો દેકારો નથી, તટની મૌલિક ગુણવત્તા હજુ પણ અકબંધ છે અને જે પ્રવાસી પ્રકૃતિની મહિમામાં ખોવાઇ જવા માગે છે, તેમને આ દ્વીપ આકર્ષિત કરે છે. આ તટ સ્વિમર માટે સારો માનવામાં આવે છે. અહીં આવીને પ્રવાસી સેલિંગ, બોટિંગ, વોટર સ્કીઇંગ અથવા તો પછી અન્ય સાહસિક ગતિવિધિઓનો આનંદ ઉઠાવી શકે છે.

ઘોઘલા તટ, ઘોઘલા ગામમાં સ્થિત છે, જે દીવ જિલ્લાના સૌથી મોટા, શાંત અને શાનદાર સમુદ્ર તટોમાનો એક છે. આ તટ, સ્વિમર, પૈરાસેલિંગ, સર્ફિંગ અને અન્ય રોમાંચકારી પાણીના ખેલો માટે એક આદર્શ સ્થળ છે. જલંધર તટ, દીવ શહેરથી લગભગ એક કિ.મી દૂર સ્થિત છે. આ તટનું નામ એક પૌરાણિક દાનવના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેનું મંદિર નજીકમાં સ્થિત એક પર્વત પર બનેલું છે. આ સમુદ્ર તટ, સૌંદર્ય, શાંતિ અને સૌહાર્દનું પ્રતિક છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ દીવને.

દીવ કિલ્લો

દીવ કિલ્લો

દીવમાં આવેલા કિલ્લાની દિવાલોની એક તસવીર

કિલ્લાનું અંદરનું દ્રશ્ય

કિલ્લાનું અંદરનું દ્રશ્ય

દીવમાં આવેલા કિલ્લાની અંદરનુ દ્રશ્ય

દરિયાનું એક સુંદર દ્રશ્ય

દરિયાનું એક સુંદર દ્રશ્ય

દીવના કિલ્લેથી દરિયાનું એક સુંદર દ્રશ્ય

કિલ્લાનો નજીકનો નજારો

કિલ્લાનો નજીકનો નજારો

દીવના કિલ્લાનો નજીકનો નજારો

કિલ્લાનો દ્વાર

કિલ્લાનો દ્વાર

દીવના કિલ્લાના દ્વાર પર લાગેલા ખિલ્લા

અંદરનો નજારો

અંદરનો નજારો

દીવના કિલ્લાની અંદરનો નજારો

કિલ્લાનો પ્રવેશ દ્વાર

કિલ્લાનો પ્રવેશ દ્વાર

દીવના કિલ્લાનો પ્રવેશ દ્વાર

ફિક્સ તોપો

ફિક્સ તોપો

દીવના કિલ્લામા ફિક્સ કરાયેલી તોપો

ફિક્સ તોપો

ફિક્સ તોપો

દીવના કિલ્લામા ફિક્સ કરાયેલી તોપો

દીવનો કિલ્લો

દીવનો કિલ્લો

દીવના કિલ્લાની એક સુંદર તસવીર

પાણી કોઠા

પાણી કોઠા

દીવના કિલ્લામાં આવેલા પાણી કોઠાની એક તસવીર

આઇએનએસ ખુખરી

આઇએનએસ ખુખરી

દીવમાં આવેલું આઇએનએસ ખુખરી સ્મારક

સેન્ટ થોમસ ચર્ચ

સેન્ટ થોમસ ચર્ચ

દીવમાં આવેલુ સેન્ટ થોમસ ચર્ચ

ચર્ચનો અંદરનો નજારો

ચર્ચનો અંદરનો નજારો

સેન્ટ થોમસ ચર્ચનો અંદરનો નજારો

ચર્ચનું સુંદર દ્રશ્ય

ચર્ચનું સુંદર દ્રશ્ય

દીવમાં આવેલા સેન્ટ પોલ ચર્ચનું સુંદર દ્રશ્ય

ગંગેશ્વર મંદિર

ગંગેશ્વર મંદિર

ભગવાન શિવને સમર્પિત ગંગેશ્વર મંદિર

નાગોઆ બીચ

નાગોઆ બીચ

દીવમાં આવલો નાગોઆ બીચ

English summary
Diu is a tiny island situated on the southern tip of the Saurashtra (Kathiawad) peninsula of Gujarat. Representing a stunning blend of sun, sand and sea, the island is nothing short of a paradise complete with palm trees swaying gently in the breeze and the waves of the Arabian Sea lapping the shores.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X