For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઇ નથી ખોલી શક્યું બૃહદેશ્વર મંદિરના ગ્રેનાઇટનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના તંજાવુરમાં આવેલું બૃહદેશ્વર મંદિર ગ્રેનાઇટથી બન્યું છે. વિશ્વમાં આ તેની રીતનું પહેલું અને એકમાત્ર મંદિર છે જે ગ્રેનાઇટથી બન્યું હોય. બૃહદેશ્વર મંદિર તેની ભવ્યતા, વાસ્તુશિલ્પ અને કેન્દ્રિય ગુમ્બદથી લોકોને આકર્ષિત કરે છે. આ મંદિરને યુનેસ્કોએ વિશ્વ ધરોહરના રૂપમાં જાહેર કર્યો છે.

રાજારાજ ચોલ એકના કાળમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર તેમના શાસનકાળની ગરિમાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચોલ વંશના શાસન સમયકાળની વાસ્તુકળાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજારામ ચોલ એકનું શાસનકાળ 1010 એડીમાં હતું અને વર્ષ 2010માં આ મંદિરના નિર્માણને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે.

તેની વિશિષ્ટ વાસ્તુકળા માટે આ મંદિર ઓળખાય છે. આ મંદિરમાં 1,30,000 ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગ્રેનાઇટ અહીંના આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ક્યાંય નથી મળતો. ત્યારે તે જમાનામાં આટલી મોટી માત્રામાં કેવી રીતે અહીં ગ્રેનાઇટ લાવવામાં આવ્યો તે એક રહસ્ય છે. વળી તેના દુર્ગની ઊંચાઇ વિશ્વમાં સૌથી વધુ છે અને દક્ષિણ ભારતની વાસ્તુકળામાં માટે તે એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. જેના કારણે જ તેને યુનેસ્કોમાં વિશ્વની ધરોહરમાં સામેલ કરવામાં આવ્યું છે.

તંજાપુરમાં પેરિયા કોવિલ એટલે કે મોટું મંદિર વિશાળ દિવાલોથી ધેરાયેલું છે. આ મંદિરની ઊંચાઇ 216 ફૂટ છે. જે બતાવે છે કે આ મંદિર તેના સમયે સૌથી ઊંચું મંદિર રહ્યું હશે. મંદિરમાં જે કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે તેનું વજન 80 ટન છે. અને તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યો છે. વળી આ મંદિર આગળ જે નંદીની મૂર્તિ છે તે પણ 16 ફૂટ લાંબી અને 13 ફૂટ ઊંચી છે અને તે પણ એક જ પત્થરમાંથી બની છે.

અહીં દર મહિને જ્યારે સતાભિષમ તારો ઊંચાઇ પર હોય છે ત્યારે ઉત્સવ મનાવવામાં આવે છે. કારણ કે આ તારો ઊંચાઇ પર હતો ત્યારે જ રાજા રાજારાજનો જન્મ થયો હતો. વળી કાર્તિક અને વૈશાખ મહિના પણ અહીં ઉત્સવ ઉજવવામાં આવે છે.

ગ્રેનાઇટ પર નક્કાશી

ગ્રેનાઇટ પર નક્કાશી

અહીં 100 કિલોમીટર વિસ્તાર સુધીમાં ક્યાંય પણ ગ્રેનાઇટ નથી મળતો. વળી ગ્રેનાઇટ પતળો પથ્થર હોવાથી તેની પર નક્કાશી કરવી પણ કઠિન છે. તેમ છતાં આ મંદિરમાં ખાલી ગ્રેનાઇટનો જ ઉપયોગ થયો છે અને તેની પર બેનમૂન નક્કાશી કરવામાં આવી છે.

એક હજાર વર્ષ

એક હજાર વર્ષ

રિઝર્વ બેંકે 1 એપ્રિલ 1954માં એક હજાર રૂપિયાની નોટ જાહેર કરી હતી. જેની પર બૃહદેશ્વર મંદિરની ભવ્ય તસવીર મૂકી હતી. સંગ્રાહકોમાં આ નોટ લોકપ્રિય છે. આ મંદિર વર્ષ 2010માં એક હજાર વર્ષ પૂર્ણ કર્યા હતા. જે સમયે ભારત સરકારે સ્મારક સિક્કા જાહેર કર્યા હતા.

મંદિરના નામ

મંદિરના નામ

આ મંદિરને બૃહદેશ્વર મંદિર સિવાય પેરુવુદઇયાર કોવિલ, તંજઇ પેરિયા કોવિલ, રાજારાજેશ્વરમ તથા રાજારાજેશ્વર મંદિરના નામે પણ ઓળખાય છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

જમીન પર નથી પડતી ગોપુરમની છાયા

જમીન પર નથી પડતી ગોપુરમની છાયા

આ મંદિરની અન્ય એક વિશેષતા તે છે કે ગોપુરમ એટલે કે પિરામીડ આકારની મંદિર મુખ્ય દ્વાર પર રહેલી છતની છાયા જમીન પર નથી પડતી. વળી મંદિરની અંદર ચારે બાજુ દિવાલો પર અનેક સુંદર ચિત્ર બન્યા છે. જેમાં શિવજીની અલગ અલગ મુદ્ગાઓ દર્શાવવામાં આવી છે.

પુરાતાત્વ વિભાવ

પુરાતાત્વ વિભાવ

અંદર જે ભિંત ચિત્ર છે તેમાં ડિ સ્ટક્કો વિધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ ચિત્રો નષ્ટ થતા તેને પુરાતત્વ ખાતા દ્વારા ફરી બનાવવામાં આવ્યા છે.

English summary
Read facts about Brihadeshwara temple of Tamil Nadu. Scientists and Historians still not yet discovered about the granite used to make this temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X