For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ચેન્નાઇમાં આવેલા અર્મેનિયા પોર્ટુગીઝ ચર્ચોના તથ્યો

|
Google Oneindia Gujarati News

ક્રિસમસ હોય અથવા ન્યુ યર ચર્ચ કે પછી ગિરજાઘર હંમેશાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. બની શકે છે, આ પર્વો દરમિયાન અહી ઉપસ્થિત લોકોની ભીડ તમને આ ચર્ચો તરફ આકર્ષિત કરે. તો ચાલો પહેલા તમને જણાવી દઇએ કે આખરે ચર્ચ શું હોય છે? ચર્ચ અથવા કલીસિયા શબ્દના બે અર્થ થાય છે, એક ખ્રિસ્તી ધર્મમાં ઇશ્વરની પૂજા-પ્રાર્થના કરવાનું ધર્મસ્થળ અથવા ભવન જેને સામાન્ય રીતે ગિરજાઘર કહેવામાં આવે છે અને બીજુ ખ્રિસ્તી ધર્મ અંતર્ગત આવતા કોઇપણ ધાર્મિક સંગઠન અથવા સાંપ્રદાય.

આજે અમે તમને જણાવી રહ્યાં છીએ ચેન્નાઇ સ્થિત અર્મેનિય ચર્ચ અને સેંથોમ બેસિલિકાની કેટલીક તસવીરો. તમને જણાવી દઇએ કે ચેન્નાઇમાં અર્મેનિયાઇ ચર્ચની સ્થાપના 1772માં અને સેંથોમ બેસિલિકાનું નિર્માણ 1893માં કરવામાં આવ્યું હતું. તો ચાલો તસવીરો થકી જોઇએ ઉક્ત બન્ને ચર્ચને અને જાણીએ તેની સાથે જોડાયેલા તથ્યોને.

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા ચેન્નાઇનું એક સુંદર ચર્ચ છે, જેનું નિર્માણ 1893માં કરવામાં આવ્યું હતું.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

ચેન્નાઇમાં અર્મેનિયાઇ ચર્ચની સ્થાપના 1772 દરમિયાન કરવામાં આવી છે, જેની વાસ્તુકળા પણ જોવા જેવી છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

ચર્ચ અથવા કલીસિયા શબ્દના બે અર્થ થાય છે, એક ખ્રિસ્તી ધર્મમાં ઇશ્વરની પૂજા-પ્રાર્થના કરવાનું ધર્મસ્થળ અથવા ભવન જેને સામાન્ય રીતે ગિરજાઘર કહેવામાં આવે છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

તમને જણાવી દઇએ કે અર્મેનિયાઇ ચર્ચનું અન્ય એક નામ અર્મેનિયાઇ ચર્ચ ઓપ વર્જિન મેરી પણ છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

પ્રાચીન ઇમારત થવાના કારણે તે એક વિરાસત સ્થળ છે. પ્રવાસી માટે આ ચર્ચ સવારે 9 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ખુલું રહે છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

આ ચર્ચ આર્મીનિયાઇ અપોસ્ટોલિક ચર્ચ દ્વારા નાણા પોષિત અને અર્મેનિયાઇ ચર્ચ સમિતિ કોલકતા દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

આ ચર્ચની ખાસ વાત એ છેકે અહી તમને 350 આર્મીનિયાઇ લોકોની કબર જોવા મળશે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

વિશ્વના પહેલા અર્મેનિયાઇ આવધિક અજદરારના સંસ્થાપક, પ્રકાશક અને સંપાદક હરૌતિઉન શ્મવોનિયનની કબર પણ અહી જ છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

આ ચર્ચમાં 6 વિશાળ ઘંટીઓ પણ છે, જેને રવિવાર સવારે વગાડવામાં આવે છે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

આ ચર્ચમાં તમને ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધિત અનેક દુર્લભ ચિત્ર પણ જોવા મળશે.

અર્મેનિયાઇ ચર્ચ

અર્મેનિયાઇ ચર્ચ

ક્યારેક ચેન્નાઇમાં અર્મેનિયાઇ લોકો એક મોટી સંખ્યામાં રહેતા હતા. દુઃખદ વાત છે કે હવે શોધવા નીકળો તો પણ તમને આ સમુદાયના લોકો નહીં મળે.

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા

ચેન્નાઇમાં સેંથોમ બેસિલિકાનું નિર્માણ 1893માં કરવામાં આવ્યું હતું. આ નિર્માણનો મુખ્ય ઉદ્દેશ લોકોની વચ્ચે ખ્રિસ્તી ધર્મને પ્રચારિત કરવાનો હતો.

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા

તમને જણાવી દઇએ કે સેંથોમ બેસિલિકામાં પ્રાર્થના કરતા ખ્રિસ્તી ધર્મના એક સમુદાય રોમન કેથોલિક સાથે સંબંધિત છે.

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા

રાતની રોશનીમાં ન્હાયેલા સેંથોમ બેસિલિકાની એક સુંદર તસવીર.

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા

જગમગાતની રોશની અને ફૂલોથી સજેલા સેંથોમ બેસિલિકાની એક મન મોહિત કરી લે તેવી તસવીર.

સેંથોમ બેસિલિકા

સેંથોમ બેસિલિકા

આ ચર્ચનો સમાવેશ પણ ભારતના પ્રાચીન ચર્ચોમાં થાય છે, જ્યાં દર રવિવારે લોકોની ભારે ભીડ જોવા મળે છે.

English summary
Some famous churches in Chennai are worth a visit. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X