આ 13 જગ્યા માટે ફેમસ છે અમદાવાદ, કરો ડિજિટલ સફર
ગુજરાતના પૂર્વ પાટનગર અમદાવાદ વિશે તમે ઘણું બધું જાણતા હશો. અમદાવાદીઓ માટે આ ગર્વની વાત છે કે અમદાવાદ મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહી. કોરોના વાયરસના કહેરને પગલે નાગરિકો કારણ વિના ફરવાનું ટાળતા હોય તે સ્વભાવિક છે ત્યારે અમે તમારા માટે એવી 13 વસ્તુઓ વિશે જણાવશું જેના માટે અમદાવાદ ફેમસ છે. ત્યારે જો તમે ફિઝિકલી અમદાવાદના આ પ્લેસની મુલાકાત ના લઇ શકો તો આવો અમે તમને ડિજિટલી આ સ્થળોની મુલાકાત કરાવશું.
અમદાવાદ શેના માટે ફેમસ છે?

1. સાબરમતિ આશ્રમ
અમદાવાદના ફેમસ સ્થળોમાનું એક સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીના આવાસ સ્થાન હતું. ભારતની આઝાદીની લડાઇ વખતે ગાંધીજી સાબરમતિ આશ્રમમા 12 વર્ષ સુધી રોકાયા હતા. હાલ આશ્રમમાં એક મ્યૂઝિયમ છે, ગાંધી સ્મારક સંગ્રહાલય. લૉકડાઉન પહેલા અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓના પાવન પગલાં પડતાં હતાં.

2. ટેક્સટાઇલ સિટી
અમદાવાદ ભારતના ટેક્સટાઇલ હબ તરીકે પણ જાણીતુ છે. જેના પરિણામસ્વરૂપે જ શહેરમાં વોલસેલ કપડાંનું જબરું માર્કેટ છે. એટલું જ નહિ, અહીં ટેક્સટાઇ મ્યૂઝિયમ પણ આવેલું છે જ્યાં તમે વિવિધ પ્રકારના એન્ટિક ભારતીય ટેક્સટાઇલના કલેક્શન જોઇ શકો છો, જો તમે ભારતના ટેક્સટાઇલ ઇતિહાસને જાણવા માંગો છો તો આ સ્થળ તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે.

3. 600 વર્ષ જૂની મસ્જિદ
શહેરની સૌથી જૂની આ મસ્જિદનું નિર્માણ 1414માં થયું હતું અને અને અમદાવાદના સ્થાપક અહમદ શાહ પર આ મસ્જિદનુ નામ પાડવામા આવ્યું છે. કહેવાય છે કે રોલ પરિવારની ખાનગી મસ્જિદ તરીકે આનો ઉપયો કરવામાં આવતો હતો. અહમદ શાહની આ મસ્જિદ પોતાના પિલર અને પ્રાર્થના હોલ જેવા આર્કિટેક્ચર માટે પ્રવાસીઓને આકર્ષે છે.

4. Food Street- માણેક ચોક
સવારે વ્યસ્ત શોપિંગ માર્કેટ અને રાત્રે યમ્મી ફૂડ સ્ટ્રીટ અમદાવાદીઓને આકર્ષે છે. અહીં શહેરના વિવિધ પ્રકારના નાસ્તા મળે છે. સ્વાદના માણીંગરો અહીંના લિજ્જત નાસ્તાને માણવા માટે આવવાનું ચૂકતા નથી.

5. લાલદ દરવાજા માર્કેટ
લાલ દરવાજા માર્કેટ શહેરની બહુ ફેમસ અને સૌથી વ્યસ્ત માર્કેટ છે. જો ભૂલથી તમે અહીં બાઇક લઇને ઘૂસી ગયા તો માર્કેટ ક્રોસ કરવામાં પરશેવો વળી જાય તેવી ભીડ અહીં જામેલી હોય છે. આ માર્કેટમાં કપડાં, ઇલેક્ટ્રિક વસ્તુઓ અને હેન્ડિક્રાફ્ટ વસ્તુઓ વેચાણના વિવિધ સ્ટોલ નાખેલા છે. જો તમે બજેટ શોપિંગમા માનતા હોવ તો લાલ દરવાજા માર્કેટ તમારા માટે જ છે.

6. સિંધી માર્કેટમાં સાડી શોપિંગ
અમદાવાદનું મુખ્ય કેન્દ્ર સિંધી માર્કેટ ટ્રેડિશનલ લુગડાં ખરીદવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. જો તમારી પાસે પૂરતાં કપજાં હોય તો, તમે અહી બેડશીટ અને અન્ય લાઇનર અથવા હેન્ડિક્રાફ્ટ અને ડ્રેસ મટિરિયલ પણ ખરીદી શકો છો એ પણ પોસાય તેવા વોલસેલ ભાવે.

7. Induben Khakhrawala
જો તમે ગુજરાતી નાસ્તો અને ટેસ્ટી ખાખરાનો સ્વાદ માણવા માંગતા હોવ તો ઇન્દુબેન ખાખરાવાલા તમારા માટે જ છે. ખાખરા માટે ફેમસ છે સાથે જ ફાફડા, પાપડ, મુખવાસ અને ઘણુ બધું સર્વ કરવામા આવે છે. જો તમે ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ખાવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે છે.

8. લગ્નની શોપિંગ માટે ધાલગરવાડ માર્કેટ
અમદાવાદના જૂના માર્કેટમાના એક ધાલગરવાડ માર્કેટ પોતાના ટ્રેડિશનલ ફેબ્રિક્સ માટે વખણાય છે જ્યાં મોટેભાગે દુલ્હનો પોતાની લગ્નની ખરીદી કરવા માટે આવતી હય છે. ઉપરાંત આ માર્કેટમા તમને કાલમકારી, મંગલગીરી, જયપુરી પ્રિન્ટ્સના યૂનિક કલેક્શન મળી શકે છે. ફેમિલી શોપિગ માટે આ બેસ્ટ સ્થળ સિલ્ક પટોલા સાળી મળી આવે છે. ફેમિલી શોપિંગ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે.

9. લૉ ગાર્ડન
શહેરનું આ પબ્લિક ગાર્ડન ફેમસ છે. એક બાજુ હરિયાળું ગાર્ડન તો બીજી બાજુ હેન્ડ ક્રાફ્ટ, જ્વેલરી, ડ્રેસ, એસેસરીઝ વગેરે ખરીદીનું માર્કેટ. અહી ફૂડ સ્ટોલ્સ પણ છે જ્યાં લિજ્જત ફૂડનો સ્વાદ માણી શકો. લૉ ગાર્ડન ફરવાની સૌથી વધુ મજા સાંજના સમયે આવે, જ્યારે અહીં લોકોની અવરજવર વધી જતી હોય ચે અને યમ્મી ફુડની સ્મેલ આવતી હોય.

10. સીજી રોડ
જો તમે ટ્રેન્ડી અને ટ્રેડિશનલ કપડાં પોસાય તેવા ભાવે ખરીદવા માંગો છો તો આ જગ્યા તમારા માટે જ છે. અહીં સુપર મોલ અને ઇસ્કોન મોલ જેવા મોલ છે. અહીં આવેલા ખાદી ગ્રામોદ્યોગ એમ્પોરિયમ, કપાસી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ, ગુરજરી અને હસ્તકલામાથી પણ ખરીદી કરી શકો.

11. કાંકરીયા લેક
અમદાવાદના સૌથ મોટા તળાવમાનું એક કાંકરીયા લેક હૌઝ એ કુતુબ તરીકે પણ ઓળખાય છે જે રાજ પરિવારો માટે સ્નાન કરવા માટે બનાવવામા આવ્યું હતું. હવે કાંકરીયા લેકની વચ્ચે નાગીન વાડી નામનું એક ગાર્ડન પણ આવેલું છે. તળાવમાં ચારેય ફરતે ફૂડ સ્ટોલ આવેલા છે. કપલ માટે આ બેસ્ટ રોમેન્ટીક સ્થળ છે. આ સ્થળ ફરવા માંગતા હોવ તો સાંજનો સમય સૌથી બેસ્ટ છે જ્યારે તમે હોડકીમાં બેસીને સૂર્યાસ્ત જોઇ શકો છો.

12. કાઇટ મ્યૂઝિયમ
ભાનુ શાહ દ્વારા 1985માં સ્થાપવામાં આવેલ કાઇટ મ્યૂઝિયમ પતંગ લવર્સ માટે શાન સમાન છે. આ મ્યૂઝિયમમાં તમને વિશ્વભરમાં બનાવેલા અને વાપરેલા પતંગોનું કલેક્શન જોવા મળશે. અત્યારે મ્યૂઝિયમમાં 125 પ્રકારના પતગો છે. જો તમે રમત ગમતો શીખવા માંગતા હોવ અને તમારા બાળપણની ઝાંખીઓને પાછી યાદ કરવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.

13. સાયન્સ સીટી
વિદ્યાર્થીઓને સાયન્સનું મહત્વ શીખવવા માટે અને વર્ષોમાં મનુષ્ય જીવન કેવી રીતે બદલાયું છે તે જણાવી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે 1960માં ગુજરાત સરકારે સાયન્સ સીટીની સ્થાપના કરી હતી. સાયન્સ સીટીમાં 3ડી થિયેટર, એનરજી પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક, મ્યૂઝિકલ ફાઉન્ટેન અને ઘણું બધું આવેલું છે. સાયન્સ સીટીની મુલાકાત લેવાથી તમે આખો દિવસ આનંદ માણી શકશો અને સાથે જ તમારા બાળકોને એજ્યુકેટ પણ કરી શકશો.