• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગણેશ ચતુર્થી સ્પેશિયલ: અમિતાભથી લઇને શાહરૂખ, સૌ નમે છે સિદ્ધિવિનાયકને

|

હિંદુસ્તાન અથવા ભારત જ્યાં એક બાજું પોતાની ગંગા-જમુની સંસ્કૃતી માટે ઓળખાય છે, તો ત્યાંજ તેની વિવિધતા અને વિશેષતા પણ તેને ઘણે અંશે ખાસ બનાવે છે. વાત જ્યારે ભારતની સંસ્કૃતિ સાથે સંબંધમાં હોય અને એવામાં અમે અહીં મનાવવામાં આવતા તહેવારો અને ઉત્સવોનો ઉલ્લેખ ના કરીએ તો વાત એક હદ સુધી અધૂરી રહી જાય છે. તો આ જ ક્રમમાં અમારા આ ગણેશ ચતુર્થી સ્પેશિયલ શ્રેણીમાં અમે આપને સતત અલગ-અલગ ગણેશ મંદિરોથી અવગત કરાવીશું. આજે અમે અમારા આ આર્ટિકલમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ દેશની આર્થિક રાજધાની મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરથી.

મુંબઇના પ્રભા દેવી વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર તે ગણેશ મંદિરોમાંથી એક છે, જ્યાં માત્ર હિન્દુ જ નહીં, પરંતુ દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે. જોકે આ મંદિરની નહીં મહારાષ્ટ્રના 'અષ્ટવિનાયકો'માં ગણતરી થાય છે કે નહીં 'સિદ્ધ ટેક'થી તેનો કોઇ સંબંધ છે, તો પણ અહીં ગણપતિ પૂજાનું ખાસ મહત્વ છે. આ મંદિરની એક ખાસ વાત એ પણ છે કે તેને સેલિબ્રિટી મંદિર કહેવાય છે.

એવું એટલા માટે કારણ કે બોલિવુડના લગભગ તમામ સેલિબ્રિટીઝ આ મંદિરમાં પોતાનું માથું ટેકવી ચૂક્યા છે. આ મંદિરના વિષયમાં એ પણ જાણીતું છે કે અહીં વિરાજેલા ગણપતિ પોતાના મંદિરથી કોઇને પણ ખાલી હાથે નથી મોકલતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધિવિનાયક ગણેશજીનું સૌથી લોકપ્રીય રૂપ છે. ગણેશ જી જે પ્રતિમાઓની સૂંઢ ડાભી બાજું હોય છે, તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેમના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયકની મહિમા અપરંપાર છે, તેઓ ભક્તોની મનોકામનાને તરુંત પૂર્ણ કરે છે. માન્યતા છે કે આવા ગણપતિ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેટલી જ જલદી કોપાયમાન પણ થાય છે.

અમારી સૂચના છે કે જો આપ મુંબઇમાં હોવ અને સિદ્ધિવિનાયક મંદિરને જોયું ના હોય તો આ મંદિરની એકવાર મુલાકાત ચોક્કસ લેવી. અત્રે ભગવાન ગણેશજીની મૂર્તિ એવી છે જે કોઇ પણ પ્રવાસીનું મન મોહી લે છે.

સિદ્ધિવિનાયકના દર્શન કરો તસવીરોમાં...

સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ

સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ

જૂના મંદિરને 19 નવેમ્બર,1801ને ગુરુવારના રોજ અર્પણ કરવામાં આવ્યું હતું. આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે તે કાર્તક સુદ ચતુદર્શી આવે છે, જે વર્ષ 1723માં દુરમુખ સવંતસર હતું. આ મંદિરનું નિર્માણ ક્ષેત્ર 3.60 મીટર બાય 3.60 મીટર સ્ક્વેઅર છે. તે ગ્રાઉન્ડ ફ્લોર સંરચના કરવામાં આવી હતી (ચિત્ર નંબર 1માં જુઓ).તેની ઉપર એક કળશ સાથે ઈંટની બનેલી 450 એમએમ પાતળી દિવાલ અને જૂના જમાનાનો એક ઘુમ્મટ હતો. મંદિરના ઘુમટ આસપાસ ગ્રીલ સાથે પાતળી દિવાલનું બાંધકામ કરવામાં આવેલુ છે.મંદિરના ફ્લોરનું સ્તર અને માર્ગનું સ્તર એકસમાન છે.

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિર

હિંદુસ્તાન અથવા ભારત જ્યાં એક બાજું પોતાની ગંગા-જમુની સંસ્કૃતી માટે ઓળખાય છે, તો ત્યાંજ તેની વિવિધતા અને વિશેષતા પણ તેને ઘણે અંશે ખાસ બનાવે છે. વાત જ્યારે ભારતની સંસ્કૃતિ સાથે સંબંધમાં હોય અને એવામાં અમે અહીં મનાવવામાં આવતા તહેવારો અને ઉત્સવોનો ઉલ્લેખ ના કરીએ તો વાત એક હદ સુધી અધૂરી રહી જાય છે. તો આ જ ક્રમમાં અમારા આ ગણેશ ચતુર્થી સ્પેશિયલ શ્રેણીમાં અમે આપને સતત અલગ-અલગ ગણેશ મંદિરોથી અવગત કરાવીશું. આજે અમે અમારા આ આર્ટિકલમાં અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ દેશની આર્થિક રાજધાની મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરથી.

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિર

આ મંદિર કાકાસાહેબ ગાડગીળ માર્ગ અને એસ.કે.બોલે માર્ગના ખૂણે આવેલ છે,જે વાહનોના ભારે ટ્રાફીકનો સામનો કરી રહ્યું છે.તેનું નિર્માણ એક વ્યવસાયીક કોન્ટ્રાક્ટર લક્ષમણ વિઠુ પાટીલ દ્વારા નાણાકીય મદદ પ્રમાણે તથા તે સમયે માટુંગામાં આગરી સમાજના સમૃદ્ધ મહિલા શ્રીમતી દેવુબાઈ પાટીલની સૂચના પ્રમાણે કરવામાં આવ્યું હતું. તેઓ સમૃદ્ધ હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું.

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિર

મંદિરના નિર્માણનો વિચાર પ્રાર્થના સમયે દેવુબાઈને આવ્યો હતો, તેમણે ભગવાન ગણેશને વિનમ્રતાપૂર્વક વિનંતી કરી હતી અને પ્રાર્થના કરી હતી કે મારે તો કોઈ બાળક નથી પરંતુ અન્ય જે મહિલાઓ નિસંતાન છે તેઓ મંદિરની મુલાકાત લે અને આપને પ્રાર્થના કરતા તેમને સંતાન સુખ મળે. મંદિરના સફળ ઈતિહાસ પર નજર કરીએ તો જણાશે કે ભગવાન ગણેશે સ્વર્ગસ્થ દેવુબાઈ પાટીલની વિનમ્રતાપૂર્વકની અરજનો સ્વિકાર કર્યો છે.આ ઘટના શ્રદ્ધાળુઓમાં સિદ્ધિવિનાયક તરીકે અને નવસાચા ગણપતી એટલે કે નવસાલા પાવાનારા ગણપતી તરીકે મરાઠીમાં સુપ્રસિદ્ધ હતા તે પૂર્વેની છે.

દાદાના દર્શન

દાદાના દર્શન

કોઇ પણ પ્રોજેક્ટ કે સાહસના પ્રારંભ પહેલા શ્રી ગણેશની સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે, કેમ કે તે વિઘ્નોનો નાશ (વિઘ્નહર્તા) કરનાર દેવ છે. આ મુંબઇમાં પ્રભદેવીમાં આવેલું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે, જે બે સદી જૂનું છે જે પ્રાર્થના કરનારની ઇચ્છાઓ પૂરી કરે છે. મુંબઇ શહેર પ્રાર્થના અને ઐતિહાસિક રસના સ્થળોની મૂક સાક્ષી આપે છે, જે ફકત લોકપ્રિય જ નથી પરંતુ પુરાતત્ત્વની દ્રષ્ટિએ પણ અગત્યનુ છે. પ્રભાદેવી ખાતે આવેલું શ્રી સિદ્ધિવનાયક ગણપતિ મંદિર એ પ્રાર્થના કરવાનું અત્યંત લોકપ્રિય અને નોંધપાત્ર સ્થળ છે તેમ દલીલપૂર્વકકહી શકાય છે.

English summary
This Ganesh Chaturthi know about Siddhi Vinayak Temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more