સિક્કિમની ધડકન છે આ સુંદર શહેર
ગંગટોક શહેર સિક્કિમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. પૂર્વ હિમાલય રેન્જમાં શિવાલિક પર્વતો પર 1437 મીટરની ઉંચાઇ પર સ્થિત ગંગટોક સિક્કિમ જનારા પ્રવાસી માટે એક પ્રમુખ આકર્ષણ છે. વર્ષ 1840માં એનચેય નામના મઠનું નિર્માણ થયા બાદ ગંગટોક શહેર પ્રમુખ બૌદ્ધ તીર્થના સ્વરૂપમાં લોકપ્રિય થવાનું શરૂ થઇ ગયું.
18મી સદીથી સિક્કિમમાં ગંગટોક એક મહત્વપૂર્ણ શહેર છે. વર્ષ 1894 દરમિયાન એ સમયે સત્તારૂઢ સિક્કિમ ચોગ્યાલ, થુટોવ નામગ્યાલે સિક્કિમની રાજધાન તરીકે ગંગટોકની જાહેરાત કરી, 1947માં ભારતીય સ્વતંત્રતા બાદ ગંગટોક રાજધાની હોવાની સાથે એક સ્વતંત્ર રાજાશાહના રૂપમાં કાર્યરત રહ્યું.
બાદમાં વર્ષ 1975 દરમિયાન ભારત સાથે મળીને પોતાનું સમાકલન બાદ, ગંગટોકને દેશની 22મી રાજધાની જાહેર કરવામાં આવ્યું હતું. આજે સિક્કિમ અને રોચક વાતો માટે ગૌરવ ધરાવે છે, પૂર્વિય સિક્કિમનું મુખ્યાલય અને સિક્કિમ પર્યટનનું મુખ્ય આધાર તિબેટિય બૌદ્ધ સંસ્કૃતિને શીખવાનું મુખ્ય કેન્દ્ર છે, કારણ કે, અહીં વિભિન્ન મઠ, ધાર્મિક શિક્ષા કેન્દ્ર અને તિબેટશાસ્ત્ર કેન્દ્ર છે.
સિક્કિમ રાજ્યમાં લોકપ્રિય શહેરોમાં સૌથી વધારે શહેરો પાસે ઉચિત ઐતિહાસિક જાણકારી ઓછી છે, આવુ જ કંઇક ગંગટોક સાથે પણ થયું છે. શહેરના ઇતિહાસ અંગે કોઇ ખાસ જાણકારી નથી. જોકે પેલા રેકોર્ડની તિથિ, જે ગંગટોકના અસ્તિતવ અંગે જાણકારી આપે છે, એ વર્ષ 1716ની છે.
એ વર્ષે હર્મિટિક ગંગટોક મઠનું નિર્માણ થયું હતું અને જ્યા સુધી શહેરના પ્રસિદ્ધ અંચેય મઠનું નિર્માણ થયુ, ગંગટોક ઘણું અનન્વેષિત હતુ, જોકે વર્ષ 1894માં આ સ્થળને સિક્કિમની રાજધાની જાહેર કરવામાં આવ્યા બાદ તેનું મહત્વ વધવા લાગ્યુ. ગંગટોકમાં કેટલીક આફતો અને ભૂસ્ખલન જોવા મળ્યા છે, જેમાં સૌથી મોટું 1977માં થયુ, જેમાં અંદાજે 38 લોકો માર્યા ગયા હતા અને અનેક ઇમારતો નષ્ટ થઇ હતી. શહેર ઓગ ગંગટોક પર્વતની એક તરફ સ્થિત છે.
સિક્કિમની રાજધાની હોવાના કારણે ગંગટોક શહેરમાં રસપ્રદ અને મહત્વપૂર્ણ શહેરો સામેલ છે. જેમાં, એંચેય મઠ, નાથૂલા દર્રા, નામગ્યાલ તિબેટશાસ્ત્રનું સંસ્થાન, ડ્રલ ચોર્ટન, ગણેશ ટોક, હનુમાન ટોક, સફેદ દિવાલ, રિઝ ગાર્ડન, હિમાલય ચિડિયાઘર પાર્ક, એમજી માર્ગ અને લાલ બજાર તથા રુમટેક મઠ. તો ચાલો તસવીરો થકી નીહાળીએ સિક્કિમની રાજધાની ગંગટોકને.

બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર
ગંગટોકમાં આવેલું બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર

ગંગટોકમાં છે આ મેમોરિયલ મંદિર
બાબા હરભજન સિંહનું મેમોરિયલ મંદિર ગંગોટકમાં આવેલું છે.

મેમોરિયલ મંદિર
આ ગંગટોકમાં આવેલું મેમોરિયલ મંદિર છે.

અનેક યાદો છૂપાઇ છે આ મંદિરમાં
ગંગટોકમાં આવેલા બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિરમાં અનેક યાદો છૂપાયેલી છે.

દો દ્રુલ ચોર્ટેન
ગંગટોકમાં આવેલા દો દ્રુલ ચોર્ટેન સ્તૂપ

સોંગમો યા ચાંગૂ ઝીલ
ગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલ

મિસ્ટી પર્વત
ગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલનો મિસ્ટી પર્વત

બર્ફાચ્છીદ પર્વત
ગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલના બર્ફાચ્છીદ પર્વત

મનમોહક તસવીર
ગંગટોકમાં આવેલી સોંગમો યા ચાંગૂ ઝીલની મનમોહક તસવીર

જવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડન
ગંગટોકમાં આવેલા જવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડનની તસવીર

નામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાનમાં બુદ્ધની પ્રતિમા
નામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાનમાં આવેલી બુદ્ધની પ્રતિમા

નામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાન
ગંગટોકમાં આવેલુ નામગ્યાલ તિબેટશાસ્ત્ર સંસ્થાન

નાથૂલા દર્રા
ગંગટોકમાં આવેલા નાથૂલા દર્રાની તસવીર

નાથૂલા દર્રાની નીહાળવાલાયક સીડી
ગંગટોકમાં આવેલા નાથૂલા દર્રાની નીહાળવાલાયક સીડી

અંચેય મઠ
ગંગટોકમાં આવેલું અંચેય મઠ

નજીકથી આવુ લાગે છે અંચેય મઠ
ગંગટોકમાં આવેલું અંચેય મઠનો નજીકનો નજારો

પૂજા ચક્ર
ગંગટોકમાં આવેલા અંચેય મઠમાં પૂજાનું ચક્ર

પવિત્ર સ્થળ
ગંગટોકનું પવિત્ર સ્થળ અંચેય મઠ

ગંગટોકનો રાત્રીનો નજારો
રાત્રે કંઇક આવું દેખાય છે ગંગટોક