For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ શાનદાર કિલ્લાઓને જોઇને આશ્ચર્યચકિત થઇ જશો

|
Google Oneindia Gujarati News

[પ્રવાસ] ભારત એક એવો દેશ છે જ્યા વિશાળ મહેલો, ઐતિહાસિ કિલ્લા, મંદિરો, મસ્જિદ વગેરેને ખૂબ જ સુંદર રીતે સાચવી રાખવામાં આવ્યા છે. આપણે જ્યારે વાત પ્રાચીન સમયની કરીએ છીએ તો સૌથી પહેલા તે સમયની કળાત્મક શૈલી અને વાસ્તુકલા આપણી સામે આવે છે. પ્રાચીન સમયમાં જેટલા પણ દુર્ગ બનાવવામાં આવ્યા હતા તે નગરની વ્યવસ્થા માટે અને નગરની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા હતા. જેમાં આપણે જોઇ શકીએ છીએ ઊંચા ઊંચા કિલ્લાઓ અને તેની ચારેય બાજુની કોતરણી.

આજે અમે આપને આ લેખમાં કેટલીક એવા કિલ્લાઓ અંગે બતાવવા જઇ રહ્યા છીએ જે પોતાની કલાત્મક શૈલી અને વાસ્તુકળા માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. જેમાંથી કેટલીક તો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે. આપ જ્યારે પણ આ કિલ્લાઓને નજીકથી જોશો તો આપને લાગશે કે આપ પ્રાચિન સમયમાં પહોંચી ગયા છો.

અત્રે આપેલા તમામ કિલ્લાઓ એક રોમાંચક ઇતિહાસ કહે છે, આવો તસવીરોમાં જોઇએ આ કિલ્લાઓ જે છે ભારતની વિરાસત...

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો

બ્લૂ સિટીના નામથી જાણીતો રાજસ્થાનના એક ઐતિહાસિક શાહી શહેર જોધપુરને રાજસ્થાનની શાન માનવામાં આવે છે તે જ રીતે જોધપુરની શાન મહેરાનગઢ કિલ્લાને માનવામાં આવે છે. આ વિશાળ કિલ્લાની અંદર ઘણા આકર્ષક ભવ્ય મહેલ, ખૂબ જ બારીક નક્કાશીકામ કરવામાં આવેલ ઝરૂખા, અદભૂત નક્કાશીનુમા દરવાજા વગેરે આ મહેલના આકર્ષણમાં ચાર ચાંદ લગાવી દે છે.

ગોલકોંડા કિલ્લો

ગોલકોંડા કિલ્લો

ગોલકોંડા કિલ્લો અથવા ગોલકુંડાના નામથી ઓળખાતો આ કિલ્લો હૈદરાબાદ શહેરથી લગભગ 5 માઇલ દૂર છે. જે ઐતિહાસિક ધરોહર છે. કુતુબશાહી રાજ્યમાં અત્રે મળનાર હીરા-ઝવેરાત માટે તે પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ હતું. આ કિલ્લાનું નિર્માણ 14મી સદીમાં વારંગલના રાજાએ કરાવ્યું હતું. ઊંચા ઊંચા કિલ્લા બદ્ધ દીવાલોથી ઘેરાયેલ આ કિલ્લો પહેલા ક્યારેક એક આકર્ષક કિલ્લામાનો એક હતો. તેના દરવાજા અને વાસ્તુકલા જોવા લાયક છે.

આગરાનો કિલ્લો

આગરાનો કિલ્લો

યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર માન્યતા પ્રાપ્ત આગરાનો કિલ્લો માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. આ ઐતિહાસિક કિલ્લો તે છે જ્યાંથી મુગલ બાદશાહ બાબર, હુમાયૂ, અકબર, જહાંગીર, શાહજહા અને ઓરંગજેબ આખા ભારત પર હુકુમત કરતા હતા. આ ઐતિહાસિક કિલ્લો ઉત્તર પ્રદેશના જાણિતા શહેર આગરામાં સ્થિત છે. આ કિલ્લાનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક છે. જો આપ તેની ઐતિહાસિક ગતિવિધિયોથી રૂબરૂ થવા માંગતા હોવ તો અત્રે ચોક્કસ આવો.

લાલ કિલ્લો

લાલ કિલ્લો

દેશની રાજધાની અને દિલવાલોનું શહેર દિલ્હીમાં આ વિશાળ ઐતિહાસિક ધરોહર લાલ કિલ્લો આજે પણ દિલ્હીના લલાટ પર ચળકે છે. આ શાનદાર ધરોહર યૂનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી છે. આ કિલ્લાને મુગલ બાદશાહ શાહજહાંએ 1639માં બનાવડાવી હતી. આ કિલ્લામાં આપ મુગલ કાળની કળાત્મક શૈલી બખૂબી જોઇ શકો છો.

મુરૂદ જંજીરા કિલ્લો

મુરૂદ જંજીરા કિલ્લો

મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત આ કિલ્લો વિશાળ ઐતિહાસિક ધરોહરોમાંથી એક છે, જે રાયગઢ જિલ્લાના ગામ મુરુડમાં સ્થિત છે. 350 વર્ષ જૂના આ કિલ્લા અંગે કહેવાય છે કે તેને આજ સુધી કોઇ જીતી શક્યું નથી. એટલા માટે આ કિલ્લાને અજેયના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. આ કિલ્લામાં પંચ પીર પંજાતન શાહ બાબાનો મકબરો છે. જે અંગે કહેવામાં આવે છે આ કિલ્લો તેમના જ રાજમાં હતો.

English summary
Head out to some of the historical forts of India and be amazed by their are architectural style.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X