For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરોહર અને નવીનતાનું સંગમ છે હાવરા

|
Google Oneindia Gujarati News

બીજા મહાનગરોની જેમ પશ્ચિમ બંગાળમાં સ્થિત હાવરા કોલકતાનું ટ્વીન સિટી છે. આમ તો આ એક ઔધ્યોગિક શહેર છે, પરંતુ અહીં ફિઝામાં હાજર રૂમાનિયત આ સ્થળને અલગ બનાવે છે. હાવરા ચાર બ્રિજ થકી કોલકતા સાથે જોડાયેલું છે. આ પૂલ છે, વિવેકાનંદ, વિદ્યાસાગર, હાવરા અને નિવેદિતા.

આમાના કોઇપણ બ્રિજમાં ચાલવામા આવે તો એક અલગ અનુભૂતિ થાય છે અને તેના પર ગંગા નદીની સાથોસાથ જહાજ અને નાની નાવડીનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો હોય છે. આ તમામ બ્રિજ પોતાનામાં એક વિશિષ્ટ છે. વિદ્યાસાગર બ્રિજ કેબલના સહારે બનેલો છે અને પોતાની ભવ્યતા અને ઉંચાઇ માટે જાણીતું છે. બીજી તરફ હાવરા બ્રિજ એક કૈંટલેવર બ્રિજ છે.

બોટનિકલ ગાર્ડન અથવા આચાર્ય જગદીશ ચંદ્ર બોસ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડ હાવરાના નામથી ચર્ચિત સ્થળ છે. 109 હેક્ટરમાં ફેલાયેલું આ ગાર્ડન શિબપુરમાં સ્થિત છે અને અહીં છોડોની 12 હજારથી વધુ પ્રજાતિઓ જોઇ શકાય છે. અહીંના વિશાળ બરગદના ઝાડને વિશ્વમાં સૌથી મોટા માનવામાં આવે છે. આ ઝાડ અનેક વિસ્તારોમાં ફેલાયેલા છે. અહીંની સંતરાગાછી ઝીલમાં અનેક પ્રવાસી પક્ષીઓ આવે છે અને આ સ્થળ ફોટોગ્રાફરોની વચ્ચે ઘણું ચર્ચિત છે.

પોતાની બનાવટના કારણે હાવરા બ્રિજ એક મનમોહક સ્થળ છે. હુગલી નદી પર બનેલો આ બ્રિજ કોલકતાને હાવરા સાથે જોડે છે. સાથે જ વિદ્યાસાગર સેતુ પણ બે શહેરોને એકબીજા સાથે જોડે છે. અવની રીવરસાઇ મોડ હુગલી નદીના કિનારે સ્થિત છે અને સ્થાનિક લોકોની વચ્ચે ઘણું લોકપ્રીય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ હાવરાની સુંદરતાને.

યાત્રી નિવાસ

યાત્રી નિવાસ

હાવરામાં આવેલું યાત્રી નિવાસ

વિદ્યાસાગર સેતુ

વિદ્યાસાગર સેતુ

હાવરામાં આવેલો વિદ્યાસાગર સેતુ

સુપર માર્કેટ

સુપર માર્કેટ

હાવરામાં આવેલી નગર નિગમ સુપર માર્કેટ

ચૌધરી ચટ્ટોપાધ્યાય નિવાસ

ચૌધરી ચટ્ટોપાધ્યાય નિવાસ

હાવરામાં આવેલું ચૌધરી ચટ્ટોપાધ્યાયનું નિવાસ

ડ્યૂક લાઇબ્રેરી

ડ્યૂક લાઇબ્રેરી

હાવરામાં આવેલી ડ્યૂક લાઇબ્રેરી

બેલૂર મઠ

બેલૂર મઠ

હાવરામાં આવેલું બેલૂર મઠ

અમ્રાગુરી રાજબરી

અમ્રાગુરી રાજબરી

હાવરામાં આવેલું અમ્રાગુરી રાજબરી

ભારતીય બોટનિકલ ગાર્ડન

ભારતીય બોટનિકલ ગાર્ડન

હાવરામાં આવેલું ભારતીય બોટનિકલ ગાર્ડન સૌથુ મોટું જલ કેન્દ્ર

રાત્રીમાં આવો દેખાયછે વિદ્યાસાગર સેતુ

રાત્રીમાં આવો દેખાયછે વિદ્યાસાગર સેતુ

હાવરામાં આવેલો વિદ્યાસાગર સેતુ રાત્રે કંઇક આવો દેખાય છે

અવની રિવરસાઇડ મોલ

અવની રિવરસાઇડ મોલ

હાવરામાં આવેલું અવની રિવરસાઇડ મોલ

English summary
Much like the twin cities that have sprouted around most metropolitans in India, Howrah is Kolkata’s twin city in the Indian state of West Bengal. However, what makes Howrah different, despite being an industrial town is the sheer romance that’s in the city’s air and mood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X