હેપ્પી ન્યૂ યર: એક્સક્લુસિવ તસવીરોમાં કરો ભારત દર્શન...
2015ના ડિસેમ્બર મહિનાને આપણે અડધો વટાવી ચૂક્યા છીએ. આ વર્ષ હવે પૂર્ણ થવાની કગાર પર છે. એવામાં અમારો વિશ્વાસ છે કે જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ આપના દિમાગમાં પણ ન્યૂ યર રિઝોલ્યૂશનની લિસ્ટ તૈયાર થઇ રહી હશે. જો આપ નવા વર્ષમાં ફરવાની સૂચિ તૈયાર કરી રહ્યા હોવ તો અમારૂ સૂચન છે કે આ વખતે ટ્રાવેલને પણ તેમાં સમાવો. જેથી નવા વર્ષમાં તક મળતા જ આપ પ્રવાસનનું આયોજન કરી શકો.
અત્રે નોંધનીય છે કે આ ભીડ-ભાડ વાળા જીવનમાં આપણે આપણા કામના લોડના પગલે ટ્રાવેલ કરી શકતા નથી અને આપણા પરિવારને પણ સમય આપી શકતા નથી. અત્રે નોંધનીય છે કે ટ્રાવેલિંગ જ એક એવું માધ્યમ છે જે વ્યક્તિને ટેંશનથી આરામ અપાવી શકે છે, તેને પરિવારની નજીક લાવી શકે છે.
તો આજે આ જ ક્રમમાં અમારા આ લેખ દ્વારા આપને આખા ભારતની કેટલીંક તસવીરોથી અવગત કરાવીશું જેને જોયા બાદ આપ રહી નહીં શકો અને ચોક્કસપણે આવનારા વર્ષે આપ આ સ્થળોમાંથી કોઇને કોઇ સ્થળની ચોક્કસ મુલાકાત લેશો.
આવો જોઇએ ભારતભરમાંથી લેવામાં આવેલી કેટલીંક એક્સક્લુસિવ તસવીરો...

આમેરનો કિલ્લો
રાજસ્થાનમાં સ્થિત આમેરનો એ કિલ્લો જે આવનારા કોઇપણ પ્રવાસીને પોતાની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દેશે.
ફોટો કર્ટસી - Tim Moffatt

લોટસ ટેમ્પલ
દિલ્હીમાં સ્થિત પૂજાનું બહાઇ સ્થાન 1986માં સ્થાપિત કરવામાં આવ્યું હતું તે આજે એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે.
ફોટો કર્ટસી - Tim Moffatt

અલેપ્પી બીચ
કેરળ સ્થિત અલેપ્પી બીચ પર એક આઇસ ક્રીમ વેચતા વેંડરની મન મોહક તસવીર.
ફોટો કર્ટસી - Vinoth Chandar

હોયસાલા મંદિર
મૈસૂરની પાસે સ્થિત સોમનાથપુરમાં પ્રાચીન હોયસાલા મંદિરની તસવીરો.
ફોટો કર્ટસી - Vinoth Chandar

બ્રહદીશ્વર મંદિર
બ્રહદીશ્વર મંદિર તમિલ વાસ્તુકલામાં ચોલો દ્વારા કરવામાં આવેલી પ્રગતીનું એક પ્રમુખ નમૂનો છે જે વર્તમાનમાં યૂનેક્સોના વિશ્વ વિરાસત સ્થળની સૂચિમાં પણ છે.
ફોટો કર્ટસી - Vinoth Chandar

યરકોડ
યરકોડ તમિળનાડુની શેવારોય પહાડિયોમાં સ્થિત છે તથા પૂર્વ ઘાટોમાં સ્થિત એક હિલ સ્ટેશન છે.
ફોટો કર્ટસી - Thangaraj Kumaravel

અથિરાપ્પિલ્લી ફોલ્સ
અથિરાપ્પિલ્લી, ત્રિશૂર જિલ્લાના મુકુદપુરમ તાલુકામાં આવેલ છે જે ત્રિશૂરથી 60 કિલોમીટર અને કોચ્ચિથી 70 કિમીના અંતર પર સ્થિત છે.
ફોટો કર્ટસી - Nishanth Jois

વાલપરાઇ
વાલપરાઇ તમિલનાડુનું એક હિલસ્ટેશન છે જે સમુદ્ર સ્તરથી 3500 ફૂટના ઊંચાઇ પર સ્થિત છે.
ફોટો કર્ટસી - Nagesh Jayaraman

બૂંદીના માર્ગો
રાજસ્થાન સ્થિત બૂંદીના એ રસ્તાઓ જે આવનારા પ્રવાસીઓનું મન મોહી લે.
ફોટો કર્ટસી - Chris

મુન્નાર
મુન્નાર એક અવિશ્વસનીય, શાનદાર અને અતિઆકર્ષક મનને લોભાવનાર હિલ સ્ટેશન છે જે ઇઇક્કી જિલ્લામાં સ્થિત છે.
ફોટો કર્ટસી - Nishanth Jois

મુથકુન્નમ
કેરળના એર્નાકુલમમાં સ્થિત મુથકુન્નમ એક નાનકડું અને સુંદર ગામ છે.
ફોટો કર્ટસી - Challiyil Eswaramangalath Pavithran Vipin

કમલગઢનો કિલ્લો
મહારાષ્ટ્રમાં સ્થિત કમલગઢના કિલ્લાની ગણતરી ભારતના પ્રાચીન કિલ્લાઓમાં થાય છે.
ફોટો કર્ટસી - Rohit Gowaikar

મુક્તેશ્વર
ઉત્તરાખંડ સ્થિત મુક્તેશ્વરમાં એક મંત્ર મુગ્ધ કરી દેનાર પાર્ક.
ફોટો કર્ટસી - Sanjoy Ghosh

પરી મહેલ
ચશ્મે એ શાહી ગાર્ડનની ઉપર સ્થિત પરી મહેલને 17મી સદીમાં પ્રસિદ્ધ મુગલ બાદશાહ દ્વારા શિકોહ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ફોટો કર્ટસી - Basharat Alam Shah

થૈય્યમ
કેરળમાં ઉજવવામાં આવતો ખાસ તહૈવાર છે. તેની ગણતરી રાજ્યના મહત્વના તહેવારોમાં થાય છે.
ફોટો કર્ટસી - Stefanie Hartwig