For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની શાન કૂતુબ મિનાર સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

આમ તો ભારત પ્રવાસ પર નીકળો એટલે તમને દરેક ખૂણે કંઇકને કંઇક ઐતિહાસિક, માહિતીસભર અને નીહાળવાલાયક ઇમારત, સ્મારક કે પછી કલાકૃતિ મળી જશે. જે તમને ત્યાં અમુક પળો સુધી રોકી રાખવાનું સામર્થ્ય ધરાવે છે. જો કે, વાત આજે દેશની રાજધાની દિલ્હીની એક શાનદાર અને ઐતિહાસિક રચનાની કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં આવેલો કૂતુબ મિનાર ભારતમાં આવેલા પ્રવાસન સ્થળોમાં પ્રવાસી દ્વારા સૌથી વધુ મુલાકાત લેવામા આવતું સ્થળ છે. તેમજ તે ભારતનું શ્રેષ્ઠ ઐતિહાસિક સ્મારક છે. દેશના અન્ય પ્રાઇમ એટ્રેક્શન પ્રવાસીને પોતાની તરફ આકર્ષવામાં સફળ થયા હોવા છતાં પણ આ ઐતિહાસિક ઇમારત લોકોને તેની મુલાકાત લેવા માટે મજબૂર કરી રહી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ કૂતુબ મિનાર સાથે જોડાયેલા કેટલાક અનેખા રસપ્રદ ફેક્ટ્સ.

યુનેસ્કો સાઇટ

યુનેસ્કો સાઇટ

કૂતુબ મિનારને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે.

સૌથી લાંબી ઇંટની મિનાર

સૌથી લાંબી ઇંટની મિનાર

કૂતુબ મિનાર વિશ્વની સૌથી લાંબી ઇંટોની મિનાર છે. જેની ઉંચાઇ 72.5 મી. છે.

સ્મારકની બનાવટ

સ્મારકની બનાવટ

આકર્ષક ડિઝાઇનને તેમા કરવામાં આવેલી કોતરણી ઇન્ડો મુગલ બનાવટની છાપ દરેકના માનસ પટલ પર છોડી જાય છે.

મજબૂત સ્તંભ

મજબૂત સ્તંભ

કૂતુબ કોમ્પલેક્ષમાં જે મજબૂત અને સખ્ત સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેની પાછળ એક છૂપી વિશેષતા અને રહસ્યો છૂપાયેલા છે.

અનેક સીડીઓ

અનેક સીડીઓ

કૂતુબ મિનારના છેવાડા સુધી જવા માટે અંદાજે 379 જેટલી સીડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કૂતુબ મિનારની અંદર છે.

રેતીના પથ્થરોનો ઉપયોગ

રેતીના પથ્થરોનો ઉપયોગ

આખા સ્મારકને બનાવવા માટે ખાસ પ્રકારના રેતીના લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક તરફ ઝુકાવ

એક તરફ ઝુકાવ

કૂતુબ મિનાર એક બાજૂએ થોડીક નમેલી છે. તેને એક તરફ નમેલી બનાવવા માટેના સ્ટ્રક્ચર પર અનેક વર્ષો સુધી કામ કરવામાં આવ્યું હતું.

દરકે માળે બાલ્કની

દરકે માળે બાલ્કની

કૂતુબ મિનારના દરેક માળે બાલ્કની બનાવવામાં આવી છે. જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

27 મંદિરો

27 મંદિરો

કૂતુબ મિનારમાં 27 જેટલા મંદિરો આવેલા છે.

મિનાર પર ક્લાઇમ્બ કરવાની પરવાનગી નહીં

મિનાર પર ક્લાઇમ્બ કરવાની પરવાનગી નહીં

1981માં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર દ્વારા મિનાર પર ચઢવાની મનાઇ ફરમાવી દીધી છે.

English summary
Interesting Facts About Qutub Minar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X