• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અદભૂતઃ શું છે તિરુપતિ બાલાજી મંદિરના ગુપ્ત રસોડાનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશની તિરુમાલા પહાડીઓ પર આવેલું તિરુપતિ બાલાજી મંદિર વિશ્વના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંથી એક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર વિશ્વનું સૌથી તવંગર મંદિર છે. ચિતુર જિલ્લામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં રોજેરોજ લોકો મોટી સંખ્યામાં ભેટ ચડાવે છે. આ મંદિરને શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના નામથી પણ ઓળખાય છે. એક રિપોર્ટ મુજબ અહીં રોજ 60થી 70 હજારની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

આ મંદિરના દર્શન માટે ખાસ માન્યતા એ પણ છે કે અહીં સાચા દિલથી માંગેલી માનતા જરૂર પૂરી થાય છે. એટલે સવારથી જ અહીં દૂર દૂરથી ભક્તો અને પ્રવાસીઓની ભીડ ઉમટે છે. પરંતુ આજે અમે તમને આ મંદિર વિશે એવી જાણકારી આપીશું જે વાંચીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

વિશેષ માન્યતા

વિશેષ માન્યતા

PC- Raji.srinivas

તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશની તિરુમાલા પહાડી પર સ્થિત છે, જે ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મીજીનું મંદિર છે. પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે બનેલું આ મંદિર પહાડીઓના સાત શિખર સાથે અદભૂત દેખાય ચે. મનાય છે કે આ સાત શિખર ભગવાન આદિશેષના સાત મસ્તકનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન વિષ્ણુ/બાલાજીનું મંદિર સાતમા શિખર વેંકટાદ્રી પર છે. જેને પગલે બાલાજીને વેંકટેશ્વર નામથી પણ સંબોધિત કરવામાં આવે છે.

માન્યતા છે કે અહીં મનાતી માનતા જરૂર પૂરી થાય છે. માનતા પૂરી થવા પર શ્રદ્ધાળુઓ ભગવાનને પોતાના કેશ ચડાવે છે.

મંદિર અંગેની વાત

મંદિર અંગેની વાત

PC-Nikhilb239

ભગવાન બાલાજીનું આ મંદિર વિશ્વના સૌથી પૈસાદાર મંદિરોમાંનું એક છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ દ્રવિડ શૈલીથી કરાયું છે. મંદિરની સંરચના અને વાસ્તુકલા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને પ્રભાવિત કરે છે. મંદિરનો મુખ્ય ભાગ એટલે કે 'આનંદા નિલિયમ' પણ આકર્ષક છે. આનંદા નિલિયમમમાં ભગવાન શ્રી વેંકટેશ્વરની સાત ફૂટ ઉંચી પ્રતિમા બિરાજમાન છે.

મંદિરના ત્રણ પરકટો પર લાગેલા સુવર્ણ કળશ પણ અહીં આવતા મુલાકાતીઓને પ્રભાવિત કરે છે. મંદિરમાં તમે સુંદર મંદિરોના દર્શન પણ કરી શકો છો.

પૌરાણિક દંતકથા

પૌરાણિક દંતકથા

PC- Anshuldubey

તમને ન જાણતા હો તો અમે જણાવી દઈએ કે બાલાજીની મૂર્તિ પર ઈજાના નિશાન છે. આ નિશાનને લઈને પૌરાણિક માન્યતા પણ છે. કહેવાય છે કે એક ભક્ત રોજ દુર્ગમ પહાડીઓ વચ્ચેથી પણ ભગવાનને દૂધ ચડાવવા આવતા હતા. ભક્તની ભક્તિ અને મુશ્કેલીઓને જોતા બાલાજીએ નિર્ણય કર્યો કે તેઓ રોજ ભક્તની ગૌશાળામાં જઈને દૂધપાન કરશે. પોતાના નિર્ણય મુજબ ભગવાને ગૌશાળામાં જવાની શરૂઆત કરી, પરંતુ આના માટે તેમણે મનુષ્ય રૂપ ધારણ કરવાની જરૂર પડી.

દંતકથા અનુસાર એક સમયે ભક્તે ભગવાનને મનુષ્ય રૂપે દૂધ પીતા જોઈ લીધા અને ગુસ્સે થઈને તેમના પર હુમલો કર્યો. કહેવાય છે કે આ જ હુમલાના નિશાન આજે પણ ભગવાનના શરીર પર દેખાય છે. એટલે જ ઔષધિ તરીકે અહીં ભગવાનને ચંદનનો લેપ લગાવવામાં આવે છે.

રસોઈનો રાઝ

રસોઈનો રાઝ

PC- Thamizhpparithi Maari

જેટલું અદભૂત આ મંદિર છે, તેના કરતા ચોંકાવનારા મંદિર વિશેના તથ્ય છે. કહેવાય છે કે આ મંદિરમાં સ્થપાયેલી મૂર્તિમાંથી સમુદ્રના મોજાના અવાજ સંભળાય છે. તો વધુ ચોંકાવનારી વાત એ છે કે મંદિરમાં રોજ 3 લાખ લાડુ બનાવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લાડુ બનાવવા માટે અહીંના લોકો 300 વર્ષ જૂની પરંપરાને અનુસરે છે. આ લાડુ મંદિરના ગુપ્ત રસોડામાં બનાવવામાં આવે છે. આ ગુપ્ત રસોડાને પોટૂ તરીકે ઓળખાય છે.

કેવી રીતે પહોંચશો

કેવી રીતે પહોંચશો

PC- Balaji Kasirajan

તિરુપતિ બાલાજી મંદિર ફક્ત આંધ્રપ્રદેશ જ નહીં આખા ભારતમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં તમે ત્રણ રીતે પહોંચી શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ છે. રેલવે દ્વારા તમે તિરુપતિ રેલવે સ્ટેશન થઈને અહીં પહોંચી શકો છો. તમે રોડ માર્ગે પણ અહીં પહોંચી શકો છો. તિરુપતિ દક્ષિણ ભારતના મોટા શહેરો સાથે સારા રસ્તાથી જોડાયેલું છે.

English summary
fact of tirupati temple's secret kitchen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X