For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદા કાંઠે વસેલી મનમોહક સંગેમરમર નગરી

|
Google Oneindia Gujarati News

નર્મદા નદીના કિનારે વસેલુ જબલપુર મધ્યપ્રેદશનું એક મહત્વપૂર્ણ શહેર છે. આમ તો આ શહેર અનેક બાબતોના કારણે જાણીતું છે, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ પણ રાજ્યમાં તેનું મહત્વનું સ્થાન છે. અહીંના ભેડાઘાટમાં સંગેમરમરની ટેકરીઓ જોવા મળે છે, જેથી તેને સંગેમરમર શહેર પણ કહેવામાં આવે છે.

અહીંના સંગેમરમરની ટેકરીઓએ જબલપુરને આખા વિશ્વમાં લોકપ્રિયતા અપાવી છે અને આજે આ શહેર પર્યટન ક્ષેત્રે વિશેષ સ્થાન ધરાવે છે. ભેડાઘાટ પણ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે અને સમયની સાથે આ જબલુપર શહેરની સમકક્ષ ઉભૂ રહેલું જોવા મળે છે. જબલપુર એક પ્રકારે કોસ્મોપોલિટન શહેર છે. પોતાની સામરિક અને ઔદ્યોગિક સંપન્નતાથી તે આર્થિક રીતે ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

જબલપુર ઐતિહાસિક રીતે પણ મહત્વનુ શહેર છે. અંગ્રેજો પહેલાં અહીં ગોંડ અને કલીચુરી વંશનું શાસન હતુ. નાના-નાના સમય માટે મરાઠા અને મુગલોનું પણ શાસન રહ્યું હતું.

જબલપુર આવનારા પ્રવાસી પાસે અહીં ફરવા માટે અનેક વિકલ્પ હોય છે. શહેરના તીર્થ સ્થળોમાં ચૌંસઠ યોગિની મંદિર, પિસનહારીની મઢિયા અને ત્રિપુર સુંદરી મંદિર પ્રમુખ છે. ડુમના નેચર રિઝર્વ વધુ એક લોકપ્રિય સ્થળ છે, જે આખો વર્ષ પશુ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ રીતે જબલપુરનો બરગી ડેમ દેશ અને વિદેશના પક્ષી પ્રેમી પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે. ડેમની આસપાસના ક્ષેત્ર અને ધુઆંધાર જલપ્રપાત શહેરના ચર્ચિત પિકનિક સ્થળોમાના એક છે.

અન્ય પ્રવાસન સ્થળોમાં તિલવારા ઘાટ, પ્રાકૃતિક હનુમાન તાલ અને અનેક સોહામણા દેખાતા સંગ્રામ સાગર ઝીલનું પણ ખાસ સ્થાન છે. મદન મહલ કિલ્લો અને રાણી દુર્ગાવતી મેમોરિયલ મ્યુઝિયમ આ સ્થળના ગૌરવશાળી અતીતની ઝલક જોવા મળે છે.

પ્રાચીન કાળના અવશેષ આજે પણ કિલ્લા અને શહેરના મંદિરોમાં સુરક્ષિત છે. બેલેન્સિંગ રોક્સ દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. સાથે જ તેમણે જબલપુરમાં પ્રવાસનને વધારો આપવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે. ફોટોગ્રાફીનો શોખ ધરાવનારા લોકોને બરબસની ભેડાઘાટ ખેંચી લાવે છે, જ્યાં સંગેમરમરની અનેક ટેકરીઓ આવેલી છે, નવપરણિત જોડા વચ્ચે આ સ્થળ ઘણું જ લોકપ્રિય છે. તો ચાલો તસવીરોમાં જોઇએ નર્મદા કાંઠે આવેલી મનમોહક નગરી જબલપુરને.

ભેડાઘાટમાં માર્બલ રોક્સ

ભેડાઘાટમાં માર્બલ રોક્સ

જબલપુરમાં આવેલા ભેડાઘાટનું માર્બલ રોક્સનું મનોહર દ્રશ્ય

શાઇની રોક્સ

શાઇની રોક્સ

ભેડાઘાટમાં માર્બલ રોક્સનું શાઇની રોક્સ

ચૌસઠ યોગિની મંદિર

ચૌસઠ યોગિની મંદિર

જબલપુરનું પવિત્ર તીર્થ ચૌસઠ યોગિની મંદિર

ચૌસઠ યોગિની મંદિરનું એક દ્રશ્ય

ચૌસઠ યોગિની મંદિરનું એક દ્રશ્ય

જબલપુરમાં આવેલા ચૌસઠ યોગિની મંદિરનું એક દ્રશ્ય

 યોગિનીની પ્રતિમા

યોગિનીની પ્રતિમા

ચૌસઠ યોગિની મંદિરમાં આવેલી યોગિનીની પ્રતિમા

સુંદર ઝરણું

સુંદર ઝરણું

જબલપુરમાં આવેલું સુંદર ઝરણું

પાણીનો વહેણ

પાણીનો વહેણ

જબલપુરમાં આવેલા સુંદર ઝરણાનો વહેણ

પ્રાચિન કિલ્લો

પ્રાચિન કિલ્લો

જબલપુરનો પ્રાચિન મદન મહલ કિલ્લો

 બરગી બંધ

બરગી બંધ

જબલપુરમાં આવેલા બરગી બંધનો એક દ્રશ્ય

English summary
Jabalpur, situated at the banks of river Narmada, is one of the important cities of Madhya Pradesh. It is important for several reasons and is one of the most important tourist destinations of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X