India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમણીય શહેર જેસલમેરની કરો યાત્રા તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

પોતાની અનોખી સભ્યતા, સંસ્કૃતિ, મહેલો સાંસ્કૃતિક ધરોહરો અને પોતાની રાજપુતાના શાનના પગલે હંમેશાથી જ રાજસ્થાનની ભૂમિ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતી રહી છે. રાજસ્થઆન એક અવિશ્વસનીય રીતે સુંદર રાજ્ય ભારતના ઉત્તર પશ્ચિમમાં આવેલું છે ખુદમાં કાલાતીત આશ્ચર્યનું જીવંત ઉદાહરણ છે. જો વ્યક્તિ પ્રવાસનનો શોખીન છે તો તેણે આ રાજ્યની યાત્રા ચોક્કસ કરવી જોઇએ.

જેસલમેર કિલ્લાને જેસલમેરની શાનના રૂપમાં જોવાય છે. આ શહેરના કેન્દ્રમાં સ્થિત છે. આ 'સોનાર કિલ્લા' અથવા 'સુવર્ણ કિલ્લા'ના રૂપે ઓળખાય છે કારણ કે આ પીળા બલુઆ પત્થરનો કિલ્લો સૂર્યાસ્ત સમયે સોનાની જેમ ચમકે છે. તેને 1156માં એક ભાટી રાજપૂત શાસક જેસલ દ્વારા ત્રિકૂરા પહાડીની ટોચ પર નિર્માણ કરવામાં આવ્યું હતું.

બડા બાગ એક વિશાળ પાર્ક છે જે પોતાની શાહી સ્મારકો અથવા છતરીઓ માટે જાણીતું છે જેને વિભિન્ન ભટ્ટી શાસકો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. સૌની વચ્ચે, રાજા મહારાવલ જૈત સિંહની કબ્ર સૌથી પ્રાચીન સ્મારક છે. આ સ્થળ જૈસલમેર શહેરથી 6 કિલોમીટર દૂર સ્થિત છે. પાર્કની અંદર સ્મારકો ઉપરાંત, પ્રવાસીઓ જૈતસાર ટાંકી, જૈત બાંધ અને એક ગોવર્ધન સ્તંભને પણ જોઇ શકો છો.

સલીમ સિંહની હવેલી જેસલમેર રેલવે સ્ટેશનની નજીક સ્થિત છે. આ સુંદર ઇમારતને સલીમ સિંહના દ્વારા 1815માં બનાવવામાં આવ્યું હતું. તેને જહાજમહેલ પણ કહેવામાં આવે છે કારણ કે તેની સામેનો ભાગ એક જહાજની જેમ દેખાય છે. ઇમારતની છત ધનુષાકાર અને આસમાની કપોલોની સાથે ઢંકાયેલ છે.

જેસલમેરની કરો યાત્રા તસવીરોમાં...

જેસલમેર કિલ્લો

જેસલમેર કિલ્લો

જેસલમેર કિલ્લાને જેસલમેરની શાનના રૂપમાં જોવાય છે. આ શહેરના કેન્દ્રમાં સ્થિત છે. આ 'સોનાર કિલ્લા' અથવા 'સુવર્ણ કિલ્લા'ના રૂપે ઓળખાય છે કારણ કે આ પીળા બલુઆ પત્થરનો કિલ્લો સૂર્યાસ્ત સમયે સોનાની જેમ ચમકે છે. તેને 1156માં એક ભાટી રાજપૂત શાસક જેસલ દ્વારા ત્રિકૂરા પહાડીની ટોચ પર નિર્માણ કરવામાં આવ્યું હતું. જેસલમેર કિલ્લામાં ઘણી સુંદર હવેલીયો અથવા મકાન, મંદિર અને સૈનિક તથા વ્યાપારીયોના રહેઠાણ પરિસર આવેલા છે. આ કિલ્લો એક 30 ફૂટ ઉંચી દિવારથી ઘેરાયેલ છે. આ એક વિશાળ 99 બુર્જોવાળો કિલ્લો છે. વર્તમાનમાં, આ શહેરની વસ્તીના એક ચતુર્થાંશ માટે એક રહેઠાણીય સ્થાન છે. કિલ્લા પરિસરમાં ઘણા કૂવા છે જે અત્રેના નિવાસિયો માટે પાણી માટેનું નિયમિત સ્રોત છે. કિલ્લા રાજપૂત અને મુગલ સ્થાપત્ય શૈલીનું આદર્શ મિશ્રણ દર્શાવે છે.
ફોટો કર્ટસી- Manoj Vasanth

બડા બાગ

બડા બાગ

બડા બાગ એક વિશાળ પાર્ક છે જે પોતાની શાહી સ્મારકો અથવા છતરીઓ માટે જાણીતું છે જેને વિભિન્ન ભટ્ટી શાસકો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. સૌની વચ્ચે, રાજા મહારાવલ જૈત સિંહની કબ્ર સૌથી પ્રાચીન સ્મારક છે. આ સ્થળ જૈસલમેર શહેરથી 6 કિલોમીટર દૂર સ્થિત છે. પાર્કની અંદર સ્મારકો ઉપરાંત, પ્રવાસીઓ જૈતસાર ટાંકી, જૈત બાંધ અને એક ગોવર્ધન સ્તંભને પણ જોઇ શકો છો. બાંધ અને ટાંકી બંનેના નિર્માણમાં પત્થરોના મજબૂત ટૂકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૈસલમેર શહેરથી રિક્શા અને ટેક્સીથી પ્રવાસીઓ આ પ્રવાસીય સ્થળ સુધી પહોંચી શકે છે.
ફોટો કર્ટસી- Honza Soukup

સલીમ સિંહની હવેલી

સલીમ સિંહની હવેલી

સલીમ સિંહની હવેલી જેસલમેર રેલવે સ્ટેશનની નજીક સ્થિત છે. આ સુંદર ઇમારતને સલીમ સિંહના દ્વારા 1815માં બનાવવામાં આવ્યું હતું. તેને જહાજમહેલ પણ કહેવામાં આવે છે કારણ કે તેની સામેનો ભાગ એક જહાજની જેમ દેખાય છે. ઇમારતની છત ધનુષાકાર અને આસમાની કપોલોની સાથે ઢંકાયેલ છે. પ્રવાસી નક્કાશીદાર કોષ્ઠકોથી સજાયેલ છત, જે એક મોર જેવી દેખાય છે, તેને જોઇ શકો છો. સલીમ સિંહની હવેલીના પૂરા થયા બાદ જ મેહતા પરિવાર આમા રહેવા લાગ્યું હતું. આ ઇમારતમાં 38 બાલ્કની છે જેની ડિઝાઇન એકબીજા સાથે સંપૂર્ણ રીતે અલગ છે.
ફોટો કર્ટસી- Ashwin Kumar

ગડસીસર તળાવ

ગડસીસર તળાવ

ગડસીસર તળાવ એક કૃતિમ પાણીનું જળાશય છે, જેને 14મી સદી દરમિયાન રાજા મહરવાલ ગડસી દ્વારા નિર્મિત કરાવવામાં આવ્યું હતું. આ વરસાદી પાણીનું તળાવ છે, જે તે સમયે પાણીનું મુખ્ય સ્રોત હતું. તળાવના કિનારા પર ઘણા નાના મંદિર આવેલા છે. પ્રવાસીઓ આ તળાવમાં ઘણા પક્ષીઓને જોઇ શકે છે. ભરતપુર પક્ષી અભયારણ્યથી પોતાના માર્ગમાં આવતા આ પક્ષી તળાવ પર થોડા સમય માટે અત્રે રોકાય છે. યાત્રીઓ તળાવની નજીક સ્થિત 'ટિલનના દ્વાર'ને જોઇ શકે છે. આ પ્રવેશદ્વાર રસ્તાની પાર મેહરાબ જેવું બનેલું છે અને વર્ષ 1908માં સ્થાપિત હિન્દુ દેવતા વિષ્ણુની એક મૂર્તિની સાથે સજેલ છે.
ફોટો કર્ટસી- Terry Presley

કુલધારા

કુલધારા

કુલધારા, જેસલમેર શહેરથી 25 કિમીના અંતરે આવેલ એક પ્રસિદ્ધ ઐતિહાસિક ગામ છે. આ એક ભયાનક ગામ છે જ્યાં પ્રવાસીઓને સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે જ જવાની પરવાનગી છે. 200 વર્ષ જૂના માટીના ઘરોને અત્રે જોઇ શકાય છે. ઇતિહાસ અનુસાર આ ગામમાં લગભગ 500 વર્ષો માટે પાલીવાલ બ્રાહ્મણ વસ્યા હતા. અત્રેના ક્રૂર શાસકો દ્વારા તેમને આ ગામને છોડવા પર મજબૂર કરવામાં આવ્યા હતા. માટે લોકોનું માનવું છે કે આ ગામને પાલીવાલ બ્રાહ્મણો દ્વારા શાપ આપવામાં આવ્યો હતો.
ફોટો કર્ટસી- Nevil Zaveri

ખાભા

ખાભા

ખાભા, જેસલમેર શહેરથી 35 કિમીના અંતરે આવેલ એક નાનકડું પુરવા છે. ખાભા ફોર્ટ અને ભૂવૈજ્ઞાનિક સંગ્રહાલય આ ગામના મુખ્ય પ્રવાસીય આકર્ષણ છે. અત્રે આવનાર પ્રવાસી રાજસ્થાનની ગ્રામીણ જીવન શૈલીની એક ઝલક જોઇ શકે છે. અત્રે ટેંટ, ઝૂપડાઓ અને શિબરોના રૂપમાં રહેઠાણના વિકલ્પ ઉપલબ્ધ છે.
ફોટો કર્ટસી- Chandra

પટવાની હવેલી

પટવાની હવેલી

પટવાની હવેલી પરિસરની પાસે સ્થિત છે અને જેસલમેરની પહેલી હવેલી છે. આખા પરિસરમાં પાંચ હવેલીઓ આવેલી છે જેને ગુમન ચંદ પટવા દ્વારા 1805માં પોતાના પાંચ પુત્રો માટે બનાવડાવ્યું હતું. આ પહેલા બલુઆ પત્થરની ઇમારતને નિર્માણમાં 50 વર્ષ લાગી ગયા. વર્તમાનમાં અત્રે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું કાર્યલય અને રાજ્ય કલા અને શિલ્પ વિભાગ સ્થિત છે. પ્રવાસીઓ જેસલમેર શહેરથી એક રિક્શા દ્વારા આ સ્મારક સુધી પહોંચી શકે છે. ફોટો કર્ટસી- Nagarjun Kandukuru

વ્યાસ છતરી

વ્યાસ છતરી

વ્યાસ છતરીનો શુમાર જેસલમેરનું સૌથી મોટું આકર્ષણ છે, જ્યાં દરવર્ષે લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આપને બતાવી દઇએ કે આ સ્થાનનું નામ ઋષિ વ્યાસના નામ પર રાખવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે વ્યાસ ઋષિએ જ મહાભારતની રચના કરી હતી. જો આપ જેસલમેરમાં છો તો આ સ્થાનની યાત્રા કરવાનું ભૂલશો નહીં. ફોટો કર્ટસી- David Brossard

સૂર્ય ગેટ

સૂર્ય ગેટ

જેસલમેર કિલ્લાની અંદર સ્થિત અને 12મી સદીમાં નિર્મિત આ ગેટ જેસલમેરનું એક પ્રમુખ આકર્ષણ છે. આપને બતાવી દઇએ કે આ કિલ્લામાં સુરક્ષાની દ્રષ્ટિએ 4 ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અખૈ ગેટ, સૂર્ય ગેટ, સૂર્ય ગેટ અને હવા ગેટનો સમાવેશ થાય છે. કિલ્લામાં આવેલ સૂર્યગેટ પર કરવામાં આવેલ નક્કાશી આવનારા દરેક પ્રવાસીઓનું મન મોહી શકે છે. અમરૂ સૂચન છે કે પોતાની જેસલમેર યાત્રા પર આ સ્થળને જોવાનું બિલકૂલ ના ભૂલો.
ફોટો કર્ટસી- Ashwin Kumar

થાર હેરિટેજ સંગ્રહાલય

થાર હેરિટેજ સંગ્રહાલય

થાર હેરિટેજ સંગ્રહાલયનો શુમાર પણ જેસલમેરના પ્રમુખ પ્રવાસી આકર્ષણોમાં છે. જો આપ ઇતિહાસમાં રસ અને વાસ્તુકળામાં રૂચિ ધરાવતા હોવ તો આપ આ સ્થાનની યાત્રા ચોક્કસ કરો. આ સંગ્રહાલયમાં આપ ઘરેલું વસ્તુઓ, પત્થરના વાસણો અને આભૂષણોનું એક દુર્લભ સંગ્રહ જોઇ શકો છો.
ફોટો કર્ટસી- Nevil Zaveri

ભોજન અને રહેવા માટે

ભોજન અને રહેવા માટે

રાજસ્થાનનમાં આપને રહેવા માટે ઘણા લૉજ અને હોટેલ્સ મળી રહેશે. આ ઉપરાંત આપે જો અત્રેનું લોકલ ભોજન ના કર્યું હોય તો આપની યાત્રા અધુરી છે. અત્રે આપને નોનવેજની તુલનાએ વેજ ભોજન વધારે મળશે. જો આપ જેસલમેરમાં હોવ તો આપ કેર સંગેરી નામના વ્યંજનનું સ્વાદ જરૂર માણો. જો આપ નોનવેજના શોખીન હોવ તો મુર્ગ-એ-સબ્જની મજા ચોક્કસ માણો.
ફોટો કર્ટસી- Nevil Zaveri

જેસલમેરમાં શોપિંગ

જેસલમેરમાં શોપિંગ

શોપિંગની દ્રષ્ટિએ જેસલમેરના મુખ્ય બજાર અને સ્ટ્રીટ માર્કેટ આવનાર કોઇપણ પ્રવાસીનું મન મોહી શકે છે અને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. અત્રે આવીને આપ લોકલ રાજસ્થાની હસ્તશિલ્પને પોતાના ઘરે ચોક્કસ લઇ જાવ. તેમજ નક્કાશીકામવાળા વાસણો અને રાજસ્થાની કઠપુતળીઓને ચોક્કસ ખરીદો.
ફોટો કર્ટસી- Nevil Zaveri

કેવી રીતે જશો જેસલમેર

કેવી રીતે જશો જેસલમેર

જેસલમેર રેલવે, સડક અને હવાઇ માર્ગ દ્વારા દેશના તમામ પ્રમુખ શહેરોથી જોડાયેલ છે. જોધપુર હવાઇ મથક શહેર માટે નજીકનું હવાઇ મથક છે. પ્રી-પેઇડ ટેક્સી જોધપુર હવાઇ મથકથી જેસલમેર જવા માટે મળી રહે છે. યાત્રી ગાડિયો દ્વારા પણ આપના સ્થળે પહોંચી શકો છો. જેસલમેર રેલવે સ્ટેશન ઘણી ગાડીઓ દ્વારા જોધપુર અને અન્ય પ્રમુખ ભારતીય શહેરો સાથે જોડાયેલ છે. જેસલમેર માટે ડીલક્સ અને સેમી-ડીલક્સ બસો પણ જયપુર, અજમેર, બીકાનેર અને દિલ્હીથી ઉપલબ્ધ છે.
ફોટો કર્ટસી- David Brossard

English summary
Jaisalmer: A Royal Retreat, take tour through pics. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X