For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવ સટોસટીનો ખેલઃ મર્દાનગી દેખાડવા લડવુ પડે છે સાંઢ સાથે

|
Google Oneindia Gujarati News

જોખમો સાથે ટકરાવુ અને એડવેન્ચર કોને પસંદ નથી હોતા. પોતાની અંદરના ડરને જીતવા માટે માનવી કોઇપણ હદ સુધી જઇ શકે છે, જો આપણે માનવી વિરુદ્ધ જાનવરની વાત કરીએ તો આ મુદ્દો હંમેશાથી માનવીના શારીરિક કૌશલ એટલે કે ફિજીકલ પાવરનો અંતિમ પૈમાનો રહ્યું છે. આજે પણ દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યમાં માનવીના ફિજીકલ પાવરને અનોખા અંદાજમાં પારખવામાં આવે છે. પોતાની મર્દાનગી દર્શાવવા માટે વ્યક્તિને લડવું પડે છે અને એ પણ ખુંખાર સાંઢ સાથે. જો તમારે જીવન અને મરણ વચ્ચેનો આ ખુની ખેલ જોવો હોય તો આવતા વર્ષે પોંગલ પહેલા તમિળનાડુ પહોંચી જજો ને જલ્લિકટ્ટૂ નામના ખેલનો આનંદ લેજો.

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

તમને જણાવી દઇએ કે જલ્લિકટ્ટૂ શબ્દની ઉત્પત્તિ એક તમિળ શબ્દ સલ્લી કાસૂમાંથી થઇ છે, જેનો અર્થ થાય છે, સિક્કાની પોટલી. નોંધનીય છે કે, પર્વ દરમિયાન સિક્કાની પોટલીને સાંઢના સિંગડામાં બાંધવામાં આવે છે, જે આ પ્રતિયોગિતાનું ઇનામ હોય છે. આ ઇનામ તેને મળે છે, જે અધિક સમય સુધી સાંઢને કાબુ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, આ ખેલ માટે જે સાંઢને તૈયાર કરવામાં આવે છે, તે એક વિશેષ નસલ પુલિકુલમ અથવા જેલિકટના હોય છે. આ નસ્લની ખાસ વાત એ છે કે, આ પ્રજાતિ ઘણી આક્રમક હોય છે અને જોખમ દરમિયાન પોતાના પ્રાણની રક્ષા કરતા કરતા વાર કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ખેલ અંગે અને જોખમ સાથે બાથ ભીડતા લોકોને.

ત્રણ ભાગમાં ખેલાય છે આ ખેલ

ત્રણ ભાગમાં ખેલાય છે આ ખેલ

આ ખેલને ત્રણ ભાગોમાં રમવામાં આવે છે. જે ક્રમશઃ આ પ્રમાણે વદી મનીવીરત્તુ, વાયરી વિરત્તુ અને વદમ મંજુવીરત્તુ છે.

વદી મનુવીરત્તુ

વદી મનુવીરત્તુ

આ ખેલનું સૌથી ખતરનાક ફોર્મ હોય છે. જેવા ખુખાંર સાંઢને છોડવામાં આવે છે, તે દરમિયાન વ્યક્તિએ આ છૂટેલા સાંઢની પીઠ પર બેસવાનું હોય છે.

ક્યારેક જીવ પણ ગુમાવવો પડે છે

ક્યારેક જીવ પણ ગુમાવવો પડે છે

એવું જોવાયું છે કે, વદી મનુવીરત્તુ દરમિયાન લોકોને અનેકવાર ગંભીર ઇજા પહોંચે છે અથવા તો તેનું મોત પણ નીપજે છે. ક્યારેક ક્યારેક દક્ષિણની ફિલ્મોમાં આ દ્રશ્યને દર્શાવવામાં આવ્યા છે.

વાયલી વિરત્તુ

વાયલી વિરત્તુ

ખેલના આ ફોર્મમાં સાંઢને એક ઓપન એરીનામાં છોડી દેવામાં આવે છે, અહીં જે વ્યક્તિ સાંઢની નજીક આવે છે, તેના પર સાંઢ આક્રમણ કરે છે અને પછી શરૂ થાય છે, માનવી અને જાનવર વચ્ચેનો જંગ.

વદમ મંજુવીરત્તુ

વદમ મંજુવીરત્તુ

જલ્લિકટ્ટૂના આ ફોર્મને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ ફોર્મમાં જોખમ ઓછું હોય છે. આ ફોર્મમાં સાંઢને એક 50 ફૂટ લાંબી દોરીથી બાંધી દેવામાં આવે છે, જ્યાં 7થી લઇને 9 લોકોનું ટોળું તેના પર ચઢાઇ કરે છે અને તેને પરાજિત કરે છે. વદમ મંજુવીરત્તુમાં સમૂહએ 30 મીનિટમાં સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

સ્પેનની બુલ ફાઇટિંગને મળતી આવે છે

સ્પેનની બુલ ફાઇટિંગને મળતી આવે છે

જો કે, જલ્લિકટ્ટૂ સ્પેનિશની બુલ ફાઇટિંગને ઘણી મળતી આવે છે, પરંતુ અહીં સ્પેનની જેમ સાંઢને મારી નાંખવામાં આવતો નથી, પરંતુ તેને એક ખેલની જેમ લેવામાં આવે છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જાનવરો અને ખેલાડીઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ આખા આયોજન દરમિયાન કુશળ ડોક્ટર્સની ટીમ ત્યાં હાજર રહે છે.

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ સાંઢને કરવામાં આવે છે કાબુમાં

જલ્લિકટ્ટૂ ખુંખાર સાંઢને કાબુમાં કરવાનો એક ખેલ છે, જેનો તમિળનાડુમાં ઘણો ક્રેઝ છે, આ ખેલ અહીંના ગામોમાં મુખ્ય તહેવાર પહેલા મટ્ટૂ પોંગલ દરમિયાન ઉજવવામાં આવે છે. જ્યાં વ્યક્તિએ પોતાના શારીરિક બળ ઉપરાંત દિમાગનો પરિચય આપતા એક ખતરનાક સાંઢને કાબુમાં કરવાનો હોય છે.

English summary
jallikattu the festival bull taming
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X