• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તામિલનાડુ: શિવ પાર્વતીના આ મંદિરમાં નથી થતા લગ્ન, જાણો કારણ

|

તિરુચિરાપલ્લી સ્થિત જંબુકેશ્વર મંદિર દક્ષિણ ભારતના તામિલનાડુનું પ્રસિદ્ધ શિવ મંદિર છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ 1800 વર્ષ જૂનો છે. આ મંદિરનું નિર્માણ શક્તિશાળી હિન્દુ ચોલ રાજવંશના રાજા કોકેંગાનને કરાવ્યું હતું. રાજ્યની ધાર્મિક શોભા વધારતું આ મંદિર શ્રીરંગમ દ્વીપ પર આવેલું છે, જ્યાં પ્રખ્યાત રંગનાથસ્વામી મંદિર પણ છે.

જંબુકેશ્વર મંદિર તામિલનાડુના પાંચ મુખ્ય શિવ મંદિરોમાંનું એક છે. આ પાંચ મંદિર પંચ મહાતત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાંથી જંબુકેશ્વર પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. જંબુકેશ્વરમાં ભૂગર્ભ જળધારા છે, એટલે અહીં પાણીની કોઈ તંગી નથી. ચાલો જોઈએ આ મંદિર ધાર્મિક અન ઐતિહાસિક પ્રવાસન માટે કેમ ખાસ છે.

મંદિર અંગે પૌરાણિક કથા

મંદિર અંગે પૌરાણિક કથા

PC- Ssriram mt

આ મંદિર સાથે કેટલીક પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે એક સમયે દેવી પાર્વતીએ વિશ્વને સુધારવા માટે શિવની તપશ્ચર્યાની મજાક ઉડાવી. શિવ પાર્વતીના આ કૃત્યની નિંદા કરવા ઈચ્છતા હતા, તેમણે પાર્વતીજીને કૈલાશ પરથી પૃથ્વી પર જઈ તપસ્યા કરવા કહ્યું. ભગવાન શિવના નિર્દેશાનુસાર અક્ચિદેશ્વરીના સ્વરૂપમાં પાર્વતીજી પૃથ્વી પર જમ્બુવનમાં તપસ્યા માટે પહોંચ્યા.

દેવીએ કાવેરી નદી પાસે વેન નવલ વૃક્ષ નીચે શિવલિંગની સ્થાપના કરી અને શિવ પૂજામાં લીન થઈ ગયા. બાદમાં આ લિંગ અપ્પલિંગમ તરીકે ઓળખાયું. પાર્વતીના તપથી પ્રસન્ન થઈને શિવે અક્ચિલાદેશ્વરીને દર્શન આપ્યા અને શિવજ્ઞાનની પ્રાપ્તિ કરાવી.

આવી રીતે પડ્યુ જંબુકેશ્વર નામ

આવી રીતે પડ્યુ જંબુકેશ્વર નામ

PC- Ilya Mauter

આ મદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર એક સમયે ‘માલ્યાન' અને ‘પુષ્પદાંત' નામના શિવના બે શિષ્ય હતા. આમ તો બંને શિવભક્ત હતા, પરંતુ હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. એક સમયે બંને અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા ત્યારે ‘માલ્યાને' ‘પુષ્પદાંત'ને પૃથ્વી પર હાથી બનવાનો શ્રાપ આપ્યો, તો સામે ‘પુષ્પદાંતે' ‘માલ્યાન'ને પૃથ્વી પર કરોળિયા તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો.

હાથી અને કરોળિયો બંને જંબુકેશ્વર આવ્યા અને શિવની પૂજામાં લીન થઈ ગયા. હાથી કાવેરી નદીનું પાણી એકત્ર કરતો અને જંબુ વૃક્ષ નીચે શિવલિંગનો જળાભિષેક કરતો. જ્યારે કરોળિયો પોતાની શ્રદ્ધા દર્શાવવા માટે શિવલિંગની ઉપર જાળું બનાવતો જેથી સૂર્યના કિરણો અને વૃક્ષના સુકા પાંદડા શિવલિંગ પર ન પડે.

જ્યારે હાથીએ શિવલિંગ પર કરોળિયાનું જાળું જોયું, તો તેને ગંદકી સમજીને તોડી નાખ્યુ. કરોળિયાએ ગુસ્સે થઈને હાથીની સૂંઢમાં ઘૂસીને તેને મારી નાખ્યો અને પોતે પણ મરી ગયો. આ ઘટના બાદ શિવ, જંબુકેશ્વરના સ્વરૂપમાં બંનેની ભક્તિથી પ્રભાવિત થઈને તે સ્થાન પર આવ્યા અને બંનેને શ્રાપમુક્ત કર્યા. હાથી દ્વારા શિવપૂજા થવાને કારણે આ સ્થળનું નામ થિરુવનૈકવલ પડ્યું. એટલે જ જંબુકેશ્વર મંદિરને થિરુવનૈકવલ પણ કહેવાય છે.

મંદિરની વાસ્તુકલા

મંદિરની વાસ્તુકલા

PC- Hari Prasad Nadig

જંબુકેશ્વર મંદિરની વાસ્તુ કલા શ્રીરંગમ રંગનાથસ્વામી મંદિર કરતા પણ વધુ સુંદર છે. આમ તો બંને મંદિર એક જ સમયમાં નિર્મિત થયા છે. મંદિરની અંદર પાંચ આંગણા છે. મંદિરના પાંચમા પરિસરની સુરક્ષા માટે વિશાળ દીવાલોનું નિર્માણ કરાયું છે, જેને વિબુડી પ્રકાશ નામથી ઓળખાય છે, આ લગભગ એક માઈલ સુધી ફેલાયેલું છે, અને 2 ફૂટ પહોળુ, 25 ફૂટ ઉંચુ છે.

દંતકથા અનુસાર આ દીવાલો ભગવાન શિવે કેટલાક મજૂરો સાથે મળીને બનાવી હતી. ચોથા પરિસરમાં એક મોટો હોલ છે જેમાં 769 સ્તંભ છે. અહીં જળકુંડ પણ છે. તો ત્રીજા પરિસરમાં 2 મોટા ગોપુરમ છે. જે 73 અને 10 ફૂટ લાંબા છે. આ ઉપરાંત બાકીના પરિસર પણ ખાસ વાસ્તુ વિશેષતા માટે જાણીતા છે. મંદિરનુ ગર્ભગૃહ ચોરસ છે. ગર્ભગૃહની છત પર એક વિમાન પણ મોજુદ છે.

મંદિરમાં નથી થતા વિવાહ

મંદિરમાં નથી થતા વિવાહ

PC- Hari Prasad Nadig

આ મંદિરમાં મૂર્તિયોને એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્થાપિત કરાઈ છે, આ પ્રકારના મંદિરોને ઉપદેશા સ્થાલમ કહેવાય છે. આ મંદિરમાં દેવી પાર્વતી એક શિષ્ય અને જંબુકેશ્વર એક ગુરુના સ્વરૂપમાં છે એટલે આ મંદિરમાં થિરુકલ્યાણમ્ એટલે કે વિવાહ કરાવવામાં નથી આવતો. આ મંદિરમાં એકપથાતા તિરુમુથિ, શિવ, વિષ્ણુ અને બ્રહ્મા પણ છે, જેમને માત્ર થુઆગરાજ મંદિરમાં જોઈ શકાય છે.

આ મંદિરનું નિર્માણ ચોલ રાજાઓના સમયમાં થયું હતું, એટલે તમે અહીં 11થી 12મી સદીના મધ્યના ચોલ રાજાઓના શિલાલેખ જોઈ શક્શો

કેવી રીતે પહોંચશો

કેવી રીતે પહોંચશો

PC- Hari Prasad Nadig

ભગવાન શિવનું આ અદભૂત મંદિર તામિલનાડુના થિરુચિરાપલ્લીમાં આવેલું છે. અહીં તમે રેલવે, પ્લેન કે રોડ માર્કે પણ પહોચીં સકો છો. સૌથી નજીકનું એરપોર્ટ તિરુચિરાપલ્લી છે. રેલવે દ્વારા પહોંચવા માટે તમે તિરુચિરાપલ્લી રેલવે સ્ટેશને ઉતરી શકો છો. અ આ શહેર દક્ષિણ ભારતના મોટા શહેરો સાથે રોડ માર્ગે પણ જોડાયેલું છે.

English summary
Jambukeswarar temple thiruvanaikaval tiruchirapalli tamilnadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more