• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એ જામનગર જ્યાં શ્રીકૃષ્ણએ મથુરાના યાદવોને કર્યા હતા પુન:સ્થાપિત

|

આજના અમારા આ લેખમાં અમે આપને એક એવા ડેસ્ટિનેશનથી અવગત કરાવી રહ્યા છીએ જ્યાં શોપિંગથી લઇને મોજમસ્તી અને ઘણુ બધું છે જેની કલ્પના એક પ્રવાસી જ કરી શકે છે. હા અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના જામનગરની. નોંધનીય છે કે જામનગર શહેર 1540 ઇ.માં જામ રાવલ દ્વારા નવાનગર રિયાસતની રાજધાનીના રૂપમાં સ્થાપિત કર્યું હતું.

આ શહેર રણમલ સરોવરની આસ-પાસ વસેલું છે તથા રંગમતી અને નાગમતી નદિઓના સંગમ પર સ્થિત છે. બાદમાં ઇ.સ 1920માં મહારાજા કુમાર શ્રી રણજીત સિંહજીએ આ શહેરનું નવીનીકરણ કર્યું અને પછી આ જામનગર અથવા 'જામોના શહેર'ના નામથી ઓળખાવા લાગ્યું.

વાત જો પ્રવાસનની કરીએ તો આપને બતાવી દઇએ કે જામનગરમાં પ્રાકૃતિક ઉપવનોનું અને અભયારણ્યોનું એક વિશાળ ભંડાર છે. ભારતનું એક માત્ર સમુદ્રી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગરની નજીક, પિરોટન દ્વીપની પ્રવાલ-પર્વતમાળા પર સ્થિત છે. ખિજાડિય પક્ષી અભયારણ્ય, ગાગા વન્યજીવ અભયારણ્ય અને પીટર સ્કૉટ પ્રકૃતિ ઉપવન જામનગરમાં ખૂબ જ જાણિતા ટૂરિસ્ટ પ્લેસ છે. આવો આ લેખ થકી જાણીએ કે જામનગર પ્રવાસ દરમિયાન આપે શું-શું ચોક્કસપણે જોવું જોઇએ.

કેવી રીતે જામનગર આવશો

હવાઇ માર્ગ: જામનગર હવાઇ મથકથી 10 કિમીના અંતરે સ્થિત છે. દરરોજ ઘરેલુ વિમાની સેવાઓની વિભિન્ન ઉડાનો મુંબઇ અને જામનગરની વચ્ચેના શહેરો માટે ઉડાન ભરે છે.

રેલવે માર્ગ: જામનગર રેલવે સ્ટેશનથી અમદાવાદ, દિલ્હી, મુંબઇ, વારાણસી, કોલકાતા અને ગોરખપુર જેવા સ્થળો માટે નિયમિત ટ્રેનોની સેવા ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ મુંબઇ અને જામનગરની વચ્ચે ચાલનારી બે લોકપ્રિય ટ્રેન છે.

સડક માર્ગ: જામનગર સડક માર્ગ દ્વારા ગુજરાના તમામ શહેરોમાંથી બસો અને લક્ઝરી અહીં આવવા માટે મળી રહેશે.

જામનગરનો પ્રવાસ કરો તસવીરોમાં...

બાલા હનુમાન મંદિર

બાલા હનુમાન મંદિર

એક આકર્ષક મંદિર હોવા ઉપરાંત, આ મંદિરને એક ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત છે. 1 ઓગષ્ટ 1964માં, લગભગ 48 વર્ષ પહેલા શ્રદ્ધાળુઓએ 'શ્રી રામ જય રામ જય જય રામ' મંત્રનો જાપ 7 દિવસો સુધી સતત 24 કલાક માટે કરવાના કારણે આ મંદિરનું નામ ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. આ મંદિરમાં કોઇપણ ભક્ત જાતે રામ ધુન ભજન સભામાં સામેલ થઇ શકે છે જે જામનગરમાં રણમલ તળાવના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે.

ત્રિક જૈન મંદિર

ત્રિક જૈન મંદિર

જામનગરમાં ત્રણ મહત્વપૂર્ણ જૈન મંદિર છે, જોકે 1522 અને 1622ના દરમિયાન બનાવવામાં આવ્યું હતું, તથા જોવામાં ખૂબ જ રસપ્રદ સ્થળ છે. આ ત્રણેય મંદિરોમાંથી તીર્થકર શાંતિનાથને સમર્પિત રાયસી શાહ મંદિર આંતરિક અને બાહ્ય બંને ભાગો પર થયેલ મુશ્કેલ કામને દર્શાવે છે. મંદિરનું ગુંબદ સોનાની પરતથી સજાવવામાં આવ્યા છે. અત્રેના દ્વિત્તિય મંદિર વર્ધમાન શાહ મંદિર છે. આ મંદિર તીર્થકર આદિનાથને સમર્પિત છે અને વર્ધામા શાહ મંદિરની તુલનામાં એક સરળ સંરચના છે. આ ત્રિક જૈન મંદિરનું ત્રીજુ મંદિર ખૂબ જ નાનું છે પરંતુ એક ધાર્મિક સ્થળ છે.

લાખોટા તળાવ

લાખોટા તળાવ

જામનુગરનું લાખોટા તળાવ એક સુંદર તળાવ છે જ્યાં પ્રવાસી પક્ષિયોની નાદ ગુંજ્યા કરે છે. દરવર્ષે આ સ્થળે 75થી પણ વધારે પ્રજાતિના પક્ષિઓ આવે છે. આ તળાવ લોકોથી ભરેલું રહે છે. ખાસ કરીને સાંજે અને સપ્તાહના અંતે. આપ ઇચ્છો તો આ શાંત તળાવમાં નૌકા વિહાર પણ કરી શકો છો. અત્રે હવાસીલ, ગુલ, રાજહંસ, બતક અને સ્પૂનબિલ જેવા પક્ષીઓ જોવા મળે છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય

ખીજડીયા પક્ષી અભયારણ્ય

જામનગર શહેરથી આશરે 12 કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. આશરે 605 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. વિશ્વમાં આશરે 8600 જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે 1230 જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે 453 જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે 150 જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણે ય પ્રકારના માળા અહીં જોવા મળે છે.

રતન ભાઇ મસ્જિદ

રતન ભાઇ મસ્જિદ

જૂના જામનગરમાં શહેરની વચ્ચોવચ એક સુંદર મસ્જિદ બનેલી છે જેનું નામ રતન ભાઇ મસ્જિદ છે. ચંદનના દરવાજા અને સીપલાથી જડેલા તથા બે લાંબા આકર્ષક મીનારની સાથે, મસ્જિદમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રણાલી પણ છે. પાણીની એક ટાંકી નમાજ પહેલા ઓપચારિક સફાઇ માટે બનાવવામાં આવી છે.

લાખોટા મહેલ અને અજાયબ ઘર

લાખોટા મહેલ અને અજાયબ ઘર

એક ટાપુ પર લાખોટા તળાવની વચ્ચે લાખોટા મહેલ સ્થિત છે. આ લાખોટા મીનારના રૂપમાં પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઇ ગયું છે. જ્યારે વર્ષ 1834, 1839 અને 1846માં આ વિસ્તારમાં વરસાદ ના થયો ત્યારે જામ રણમલજીના આદેશ પર, દુકાળથી રાહત મેળવવા માટે આ મિનારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયમાં 9મી અને 18મી સદીના કળાના નમૂના અને નજીકના મધ્યયુગીન ગામોની કવિતાઓ છે. સંગ્રહાલયની નજીક એક ચોકી છે જ્યાં તલવારો,પાઉડર બોટલ, બંદૂક અને હથિયાર છે.

બોહરા હાજીરા

બોહરા હાજીરા

જામનગર સુંદર મંદિરો, બગીચાઓ અને અભયારણ્યોથી ભરેલ એક શહેર છે, અને અહીં એટલા હિંદુ ધાર્મિક સ્થળ છે કે આ શહેરને નાના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આ સ્થાન કેટલીક દરગાહો માટેનું ઘર છે. બોહરા હાજીરા તેમાંની એક છે જે દાઉદી બોહરા સમુદાય સાથે સંબંધ રાખે છે. રાજકોટ રાજમાર્ગની નજીક સ્થિત નદીના કિનારે બનેલ બોહરા હાજીરા એક મુસ્લિમ સંતને સમર્પિત છે જે આરસપહાણની આકર્ષક સંરચના છે.

ગાગા વન્યજીવ અભયારણ્ય

ગાગા વન્યજીવ અભયારણ્ય

ગાગા વન્યજીવ અભયારણ્ય 332 એકર ભૂમિમાં ફેલાયેલ છે અને તેને વર્ષ 1988માં એક અભયારણ્યના રૂપમાં જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છની ખાડીના તટીય વિસ્તાર પર સ્થિત, ગાગા અભયારણ્ય સમૃદ્ધ વનસ્પતિઓથી ભરેલ છે. તથા પક્ષીયોની એક સરણીનું નિવાસ સ્થાન છે અને સુંદર પ્રવાસી પક્ષીઓ જેવા હવાસીલ, સ્પુનબિલ અને ક્રેનને આમંત્રિત કરે છે, ખાસ કરીને ઠંડી દરમિયાન. આ ઉપરાંત આપ અહીં સિયાળ, વરુ, નીલ ગાય, જંગલી બિલાડી જેવા જાનવરોને જોઇ શકો છો.

કેવી રીતે જામનગર આવશો

કેવી રીતે જામનગર આવશો

  • હવાઇ માર્ગ: જામનગર હવાઇ મથકથી 10 કિમીના અંતરે સ્થિત છે. દરરોજ ઘરેલુ વિમાની સેવાઓની વિભિન્ન ઉડાનો મુંબઇ અને જામનગરની વચ્ચેના શહેરો માટે ઉડાન ભરે છે.
  • રેલવે માર્ગ: જામનગર રેલવે સ્ટેશનથી અમદાવાદ, દિલ્હી, મુંબઇ, વારાણસી, કોલકાતા અને ગોરખપુર જેવા સ્થળો માટે નિયમિત ટ્રેનોની સેવા ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ મુંબઇ અને જામનગરની વચ્ચે ચાલનારી બે લોકપ્રિય ટ્રેન છે.
  • સડક માર્ગ: જામનગર સડક માર્ગ દ્વારા ગુજરાના તમામ શહેરોમાંથી બસો અને લક્ઝરી અહીં આવવા માટે મળી રહેશે.
  • જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...

    જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...

    જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે... તસવીરો જોવા માટે ક્લિક કરો...

English summary
Jamnagar is one of the tourist destinations which you should visit on your trip to Gujarat. Take a look at the tourist places in Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more