For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના બ્લૂ સિટી જોધપુરમાં એક લટાર

|
Google Oneindia Gujarati News

જોધપુર, જયપુર બાદ રાજસ્થાનનું બીજું સૌથી મોટું રેગિસ્તાન શહેર છે. પોતાની અનોખી વિશેષતાના કારણે આ શહેરને બે ઉપનામ સન સિટી અને બ્લૂ સિટી આપવામાં આવ્યા છે. સન સિટી નામ જોધપુરનો ચમકતો તડકો અને હવામાનના કારણે આપવામાં આવ્યું છે. જ્યારે બ્લૂ સિટી નામ શહેરના મેહારનગઢ કિલ્લાની આસપાસ સ્થિત ભૂરા રંગના ઘરોના કારણે આપવામાં આવ્યું છે. જોધપુરને થારનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. કારણ કે આ શહેર થાર રણની સીમા પર સ્થિત છે. આ શહેર 1459 ઇ.માં રાઠોટ પરિવારના નેતા રાવ જોધા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પહેલા શહેરને મારવાડના નામથી ઓળખવામાં આવતું હતું, પરંતુ વર્તમાન નામ શહેરના સંસ્થાપક, એક રાજપૂત મુખિયા રાવ જોધાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

જોધપુર આવનારા પ્રવાસી મખનિયા લસ્સીનો સ્વાદ ચાખી શકે છે. આ ઉપરાંત માવા કચોરી, ડુંગળીની કચોરી અને મિર્ચી વડા સહિતના વ્યંજનોનો લાભ પણ ઉઠાવી શકે છે. જાતીય રાજસ્થાની વ્યંજનો ઉપરાંત પ્રવાસી સુજાતી ગેટ, સ્ટેશન રોડ, ત્રિપોલિયા બજાર, મોચી બજાર, નવા રસ્તાઓ અને ક્લોક ટાવરના રંગીન બજારમાં સ્થાનિક હસ્તશિલ્પ, કઢાઇ વાળા જૂતા અને ઉપહારની ખરીદી કરી શકે છે. શહર ભારતમાં લાચ મરચાંનાં સૌથી મોટા બજારના રૂપમાં પ્રસિદ્ધ છે.

જોધપુર આવવાનું વિચારી રહેલા પ્રવાસી સુંદર મંદોર ગાર્ડનને પણ નિહાળી શકે છે, જે જોધપુરના રાજાઓનું સ્મારક છે. આ છત્ર આકારના અન્ય સ્મારકો કરતા અલગ છે. પાસે જ બે હોલ, ત્રણ લાખના તીર્થ અને નાયકોના હોલ, ગાર્ડનનું આકર્ષણ વધારે છે. મહામંદિર મંદિર, રસિક બિહારી મંદિર, ગણેશ મંદિર, બાબા રામદેવ મંદિર, સંતોષી માતા મંદિર, ચામુંડા માતા મંદિર અને અચલનાથ શિવાલય જોધપુરના લોકપ્રિય મંદિર છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજસ્થાનના બ્લૂ સિટી જોધપુરને.

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો

જોધપુરમાં આવેલા મેહરાનગઢ કિલ્લાનો એક કક્ષ

મહારાજા કક્ષ

મહારાજા કક્ષ

જોધપુરમાં આવેલા મેહરાનગઢ કિલ્લાનો મહારાજા કક્ષ

જોધપુર લોક નૃત્ય

જોધપુર લોક નૃત્ય

જોધપુર લોક નૃત્યની એક તસવીર

સરદાર માર્કેટ

સરદાર માર્કેટ

જોધપુરમાં શોપિંગ કરવાનું સ્થળ સરદાર માર્કેટ

કિલ્લા પરથી જોધપુરનો નજારો

કિલ્લા પરથી જોધપુરનો નજારો

મેહરાનગઢ કિલ્લા પરથી જોધપુરનો નજારો

ગન્ટા ઘર

ગન્ટા ઘર

જોધપુરમાં ગન્ટા ઘર, ક્લોક ટાવર

કૈલાના ઝીલ

કૈલાના ઝીલ

જોધપુરમાં કૈલાના ઝીલની એક તસવીર

માર્વલ

માર્વલ

જોધપુરમાં જસવંત થાડા, માર્વલ

કોતરણીવાળી દિવાલ

કોતરણીવાળી દિવાલ

જોધપુરમાં મેહરાનગઢ કિલ્લાની કોતરણીવાળી દિવાલ

ઉમ્મેદ ભવન પેલેસ

ઉમ્મેદ ભવન પેલેસ

જોધપુરમાં આવેલો ઉમ્મેદ ભવન પેલેસ

English summary
Jodhpur is the second largest desert city of Rajasthan after Jaipur. This city has got two nicknames, ‘Sun City’ and ‘Blue City’ for its unique characteristics. The name 'Sun City' is given after the bright, sunny weather of Jodhpur whereas, the name ‘blue city’ is derived from the blue painted houses located in the surroundings of the Mehrangarh Fort. Jodhpur is also referred to as the ‘gateway to Thar’ since the city is located on the border of the Thar Desert. This city was founded by Rao Jodha, the leader of the Rathore family, in the year 1459. Earlier, the city was known as ‘Marwar’; the current name was given after the city's founder, Rao Jodha, a Rajput chieftain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X