For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિલ્લાઓનું શહેર કહેવાય છે તેલંગણાનું ખમ્મામ

|
Google Oneindia Gujarati News

ખમ્મામ શહેર દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગણામાં સ્થિત છે અને આ શહેર ખમ્મામ જિલ્લાના મુખ્યાલયના રૂપમાં માનવામાં આવે છે. તાજેતરમાં આ ક્ષેત્રના 14 ગામોને જોડવામાં આવ્યા બાદ આ શહેર એક નગર નિગમ બની ગયું છે. આ શહેર રાજધાની હૈદરાબાદની પૂર્વીય દિશામાં 273 કિ.મીના અંતરે છે અને અહીં આવતા પ્રવાસીઓનું એક મનપસંદ સ્થળ છે.

એક સ્થાનિક કહેવત અનુસાર, આ સ્થળનું નામ સિંહાચલમ મંદિરમાંથી મળ્યું છે, જે પહેલા સ્તંભ શિખરી અને બાદમાં સ્તંભાદ્રીના નામથી જાણીતું હતું. આ મંદિર ભગવાન નૃસિંહ સ્વામીને સમર્પિત છે, જેમને ભગવાન વિષ્ણુનો એક અવતાર માનવામાં આવે છે. એ સાબિત થઇ ચૂક્યું છેકે આ મંદિર ત્રેતા યુગથી અસ્તિત્વમાં છે, લગભગ 1.6 લાખ વર્ષ પહેલાંનું. આ મંદિર એક પર્વતીય ચોટી પર સ્થિત છે અને મંદિરની નીચે ઉભેલી ચટ્ટાણ એક સ્તંભના રૂપમાં કાર્ય કરે છે. આ સ્તંભ અથવા થાંભલાથી આ શહેરને પોતાનું નામ પ્રાપ્ત થયું છે. ખમ્મામની આસપાસના ક્ષેત્રને ખંબા મેટ્ટના રૂપમાં ઓળખવા લાગ્યું, પરંતુ બાદમાં આ નામ ખમ્મમ્મેટ થઇ ગયુ અને આગળ જતા તે ખમ્મામમાં બદલાઇ ગયું.

ખમ્મામ મુન્નેરુ નદીના તટ પર સ્થિત એક સુંદર શહેર છે, આ કૃષ્ણા નદીની એક ઉપ-નદી છે. ખમ્મામ શહેર આંધ્ર પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે(જે તાજેતરમાં તેલંગણા અને સિમાંધ્રમાં વહેચાયું છે). આ કિલ્લો ઘણી જ શાનદાર રીતે પર્વતીય ચોટી પર ઉભેલો છે અને વીરતા તથા સર્વોચ્ચ સામેલન બન્ને વાસ્તુકળાઓનું વિભિન્ન શૈલીઓનું એક ઉદાહરણ છે. આ સમામેલન એ તથ્યથી એ વાત જાણવા મળે છેકે કિલ્લાને વિભિન્ન ધર્મોના શાસકોએ અલગ-અલગ સમય પર બનાવ્યું છે.

ખમ્મામ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે અને ભારત ભરથી લાખો પ્રવાસી આકર્ષાય છે. ખમ્મામ અને તેની આસપાસ અનેક એવા સ્થળ છે, જેનો તમે આનંદ લઇ શકો છો. તેમાં સૌથી પ્રસિદ્ધ પ્રવાસન આકર્ષણોમાં ખમ્મામ કિલ્લો, જમાલપુરમ મંદિર અને ખમ્મામ લક્ષ્મી નૃસિંહ મંદિર સામેલ છે. ક્ષેત્રના પ્રમુખ ભ્રમણ સ્થળોમાં પાલાર ઝીલ, પાપી કૌંડલુના પર્વતો અને વાયાર ઝીલ સામેલ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ ખમ્મામને.

પલેર ઝીલ

પલેર ઝીલ

ખમ્મામમાં આવેલી પલેર ઝીલ

ખમ્મામ કિલ્લો

ખમ્મામ કિલ્લો

ખમ્મામમાં આવેલો કિલ્લો, જે પ્રવાસીઓને ઘણો આકર્ષે છે.

ખમ્મામ કિલ્લો

ખમ્મામ કિલ્લો

ખમ્મામમાં આવેલો કિલ્લો, જે પ્રવાસીઓને ઘણો આકર્ષે છે.

ખમ્મામ કિલ્લો

ખમ્મામ કિલ્લો

ખમ્મામમાં આવેલો કિલ્લો, જે પ્રવાસીઓને ઘણો આકર્ષે છે.

English summary
Khammam, a city located in the southern Indian state of Telengana is also known as the headquarters for the Khammam District. The city became a municipal corporation recently after the addition of 14 nearby villages within its area. The city is situated about 273 km on the east from the capital city of Hyderabad and is a favorite destination for travellers coming to Telengana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X