• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિનાશના સંકેત આપે છે આ ઝરણાનું બદલાતું કાળું પાણી

|
Google Oneindia Gujarati News

આજે ભારત પોતાના મંદિરો મસ્જિદો અને મઠોના કારણે ધાર્મિક પ્રવાસન બની ગયુ છે. પ્રાયઃ એ જોવા મળ્યું છે કે, આજે ભારત પોતાના મંદિરોના કારણે દેશ ઉપરાંત વિદેશોના પ્રવાસી તેના તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. ભારતના પ્રમુખ ધાર્મિક સ્થળો જેમ કે, વારાણસી, ઉજ્જેન, દ્વારકા, અલ્હાબાદ, હરિદ્વાર, કેદારનાથ, જમ્મૂ, રામેશ્વરમ, મદુરાઇ અને કન્યકુમારીમાં તમને વિદેશી પ્રવાસીઓની એક સારી એવ ભીડ જોવા મળી જશે.

જો આપણે એ જાણીએ કે આખરે વિદેશી પ્રવાસી ભારત શા માટે આવી રહ્યાં છે, તો જાણવા મળશે કે વિદેશીઓનું અહીં આવવાનું સૌથી મોટું કારણ અહીંની વિવિધતા અને અહીંની સંસ્કૃતિ ઉપરાંત યોગનો વધતો પ્રભાવ છે. આજે ભારતમાં અનેક પ્રાચીન અને પ્રમુખ મંદિર છે, જે એવા અનેક રહસ્યો સાચવીને બેઠાં છે, જે ઘણા જ અદભૂત છે અને દરેક વ્યક્તિ મોટી માત્રામાં તેને જાણવા માગે છે. આવા જ રહસ્યમયી મંદિરોની વાત કરતા આજે અમે તમને જણાવીશું કાશ્મીરના ખીર ભવાની મંદિર અંગે.

ખીર ભવાની મંદિર શ્રીનગરથી 27 કિમી દૂર તુલ્લા મુલ્લા ગામમાં સ્થિત છે. આ મંદિર મા ખીર ભવાનીને સમર્પિત છે. માં દૂર્ગાને સમર્પિત આ મંદિરનું નિર્માણ એક વહેતી ધારા પર કરવામાં આવ્યું છે. આ મંદિરની ચારેકોર ચિનારના ઝાડ અને નદીઓની ધારાઓ છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિર, કાશ્મીરના હિન્દુ સમુદાયની આસ્થાને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. મહારાગ્ય દેવી, રગન્યા દેવી, રજની દેવી, રગ્ન્યા ભગવતી આ મંદિરના અન્ય પ્રચલિત નામ છે. આ મંદિરનું નિર્માણ 1912માં મહારાણા પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું, જેને મહારાજા હરી સિંહ દ્વારા પૂરુ કરવામાં આવ્યું.

આ મંદિરની એક ખાસ વાત એ છે કે અહીં એક ષટ્કોણીય ઝરણું છે, જેમાં અહીંના મૂળ નિવાસી દેવીનું પ્રતીત માને છે. આ મંદિર સાથે જોડાયેલી આ એક પ્રમુખ કહેવત એ છે કે સતયુગમાં ભગવાન રામે પોતાના નિર્વાસન સમયે આ મંદિરનો ઉપયોગ પૂજાના સ્થળ તરીકે કર્યો હતો. નિર્વાસની અવધી સમાપ્ત થયા બાદ ભગવાન હનુમાનને એક દિવસ અચાનક એ આદેશ મળ્યા કે તે દેવીની મૂર્તિને પ્રસ્થાપિત કરે. હનુમાને પ્રાપ્ત આદેશનું પાલ કર્યુ અને દેવીની મૂર્તિને આ સ્થળ પર સ્થાપતિ કર્યું. ત્યારથી લઇને આજ સુધી આ મૂર્તિ અહીં જ છે.

જેવું કે આ મંદિરનું નામ સ્પષ્ટ છે, અહીં ખીરનું એક વિશેષ મહત્વ છે અને તેનો ઉપયોગ અહીં પ્રમુખ પ્રસાદના રૂપમાં કરવામાં આવે છે. ખીર ભવાની મંદિરના સંદર્ભમાં એક રસપ્રદ વાત એ છે કે અહીંના સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે અહીં જે ઝરણુ છે, તેના પાણીનો રંગ બદલાઇને સફેદમાંથી કાળ થઇ જાય તો આખા વિસ્તારમાં અપ્રત્યાશિત વિપત્તિ આવે છે. તમને જણાવી દઇએ કે મે મહિનામાં પૂર્ણિમાના આઠમા દિવસે મોટી સંખ્યામા ભક્તો એકત્રિત થાય છે. એવો વિશ્વાસ છે કે આ શુભ દિવસે દેવીના કૂંડનું પાણી બદલાઇ જાય છે. જ્યેષ્ઠ અષ્ટમ અને શુક્લ પક્ષ અષ્ટમી મંદિરમાં મનાવવામાં આવતા કેટલાક પ્રમુખ તહેવાર છે. અહીં તસવીરો થકી મંદિર સાથે જોડાયેલી અન્ય વાતો જાણીએ.

શાંત વાતવારણ અને સુંદર મંદિર

શાંત વાતવારણ અને સુંદર મંદિર

ચિનારના ઝાડ વચ્ચે વસેલું આ મંદિર ઘણું જ સુંદર છે અને સાથે જ અહીંનું વાતાવરણ પણ ઘણું જ શાંત છે.

કૂંડમાં પડેલા ફૂલ

કૂંડમાં પડેલા ફૂલ

અહીં આવતા પ્રવાસી અહીંના કૂંડમાં રહેલા ફૂલોને જોઇ શકે છે. મંદિર પાણીમાં સ્થિત હોવાના કારણે તમારે તમારા ફૂલ અહીં પધરાવવા પડશે.

પ્રસાદના રૂપમાં ખીર

પ્રસાદના રૂપમાં ખીર

અહીં પ્રસાદના રૂપમાં ભક્તોને ખીર આપવામાં આવે છે, જે અહીંનું બીજુ પ્રમુખ આકર્ષણ છે. આવું ભારતમાં અન્ય કોઇ મંદિરમાં જોવા નહીં મળે.

સ્થાનિક લોકોની માન્યતા

સ્થાનિક લોકોની માન્યતા

અહીંના સ્થાનિક લોકોની માન્યતા છે કે જો અહીંના ઝરણાના પાણીનો રંગ બદલાઇને સફેદમાંથી કાળો થઇ જાય તો આ ક્ષેત્રમાં અપ્રત્યાશિત વિપત્તિ આવે છે.

રામ આ મંદિરમા કરતા પૂજા

રામ આ મંદિરમા કરતા પૂજા

આ મંદિર સાતે જોડાયેલી એક જાણીતી લોકવાયકા છે કે સતયુગમા ભગવાન શ્રી રામે પોતાના નિર્વાસન સમયે આ મંદિરનો ઉપયોગ પૂજાના સ્થળ તરીકે કર્યો હતો.

English summary
kheer bhawani temple mysterious abode godddess
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X