બીજા વિશ્વયુદ્ધની અનેક લડાઇનું સાક્ષી છે ભારતનું કોહિમા
કોહિમા, નાગાલેન્ડની રાજધાની, પૂર્વોત્તર ભારતના સૌથી સુંદર સ્થળોમાનું એક છે. આ સ્થળે પેઢીઓથી લોકોને પોતાની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી રાખ્યાં છે. કોહિમાને આ નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું હતું, કારણ કે એ લોકો કોહિમાના વાસ્તવિક નામ કેવહિમા અથવા કેવહિરાનો યોગ્ય રીતે ઉચ્ચારણ કરી શકતા નહોતા.
કોહિમાનું નામ કેવહિમા અહીં મળી આવતા કેવહી ફૂલોના કારણે રાખવામાં આવ્યું હતું, જે આ શહેરમાં ચારે તરફ પર્વતોમાં મળી આવે છે. વર્ષો પહેલાં અંગામી જનજાતિ(નાગા જાતિની સૌથી મોટી જાતિ) રહેતી હતી, વર્તમાનમાં આ નાગાલેન્ડના વિભિન્ન ભાગો અને અન્ય પાડોસી રાજ્યોમાં પણ અનેક જાતિના લોકો રહેવા આવે છે.
જો તમે કોહિમાના ઇતિહાસ અંગે જાણશો તો જાણવા મળશે કે, આ ક્ષેત્ર, વિશ્વના અન્ય ભાગોથી હંમેશા અલગ રહ્યું છે. આ સ્થળના મોટાભાગોમાં નાગા જનજાતિએ નિવાસ કર્યો છે. આ સ્થળ પર 1840માં બ્રિટિશ આવ્યા હતા, જેમણે નાગા જનજાતિના આકરા પ્રતિરોધનો સામનો કર્યો હતો.
ચાર દશકાના લાંબા વિરોધ અને ઝડપ બાદ, બ્રિટિશ પ્રશાસકોએ આ ક્ષેત્ર પર આધિપત્ય સ્થાપિત કરી લીધું હતું અને કોહિમાના નાગા પર્વતિય જિલ્લાનું પ્રશાસનિક મુખ્યાલય બનાવી દેવામાં આવ્યું, જે એ સમયે આસામનો ભાગ ગણાતો હતો. 1 ડિસેમ્બર 1963એ કોહિમાને નાગાલેન્ડ રાજ્યની રાજધાની બનાવી દેવામાં આવ્યું, નાગાલેન્ડ, ભારતના સંઘમાં 16મું રાજ્ય હતું.
કોહિમા અનેક કટ્ટર લડાઇનું સાક્ષી છે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આધુનિક જાપાની સેના અને અન્ય મિત્ર દેશો વચ્ચે થનારા કોહિમાના યુદ્ધ અને ટેનિસ કોર્ટની લડાઇ, કોહિમાએ જોઇ છે. અહીંના વર્મા અભિયાને જાપાની સામ્રાજ્ય માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દધી અને દક્ષિણ પૂર્વ એશિયામાં યુદ્ધનો સંપૂર્ણ અર્થ બદલી નાંખ્યો.
સાથે જ કહેવામા આવે છે કે, મિત્ર દેશોની સેના, જાપાનની ઉન્નતિને રોકવામાં સક્ષમ હતા. કોહિમા યુદ્ધ સ્થળને રાષ્ટ્રમંડલ યુદ્ધ સમાધિ પ્રસ્તર આયોગ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જો અહીં આવનારા તમામ પ્રવાસી માટેનું પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. જ્યાં સૌથી વધુ શહીદ થયેલા સૈનિકોની કબર બનેલી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ કોહિમાને.

કોહિમાનું યુદ્ધ સ્મારક
કોહિમામાં આવેલા યુદ્ધ સ્મારકની સંરચના

હોર્નબિલ મહોત્સવ
કોહિમામાં થતા હોર્નબિલ મહોત્સવની શિબિર

કોહિમામાં ઉત્સવ
કોહિમામાં હોર્નબિલ મહોત્સવ

મહોત્સવમાં સ્થાનિક લોકો
કોહિમામાં થતા હોર્નબિલ મહોત્સવમાં આવેલા સ્થાનિક લોકો

વેશભૂષામાં મહિલા
કોહિમાના હોર્નબિલ મહોત્સવમાં રંગારંગ વેશભૂષામાં મહિલા

કોહિમાનો પ્રવેશ દ્વાર
આ તસવીર કોહિમાના પ્રવેશદ્વારની છે

એરિયલ વ્યૂ
કોહિમાનો એરિયલ વ્યૂ

જુકોઉઘાટી
કોહિમામા આવેલી સુંદર જુકોઉઘાટી