For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અતુલ્ય આશ્ચર્ય ધરાવે છે ગોવાનું આ શહેર

|
Google Oneindia Gujarati News

મડગાંવ દક્ષિણ ગોવામાં એક નાની અમથ બસ્તી છે, જે એક કિલોમીટરની અંદર હોવા છતાં પણ ઘણી જ આકર્ષક છે. આ સ્થળથી દક્ષિણ ગોવાના અનેક મહત્વપૂર્ણ સમુદ્ર તટ નિકટ છે, જેના કારણએ અહીં પ્રવાસી મોટી સંખ્યામાં આવી શકે છે. પ્રસિદ્ધ ચર્ચા અને મંદિરો ઉપરાંત વધુ એક વાત છે જે આ સ્થળને વિશેષ દરરજો આપે છે.

આ સ્થળ અનેક સારી સંસ્કૃતિઓને પોતાની અંદર સમેટેલું છે. અહીં જ્યાં એક તરફ ચર્ચ અને મંદિર છે, તો બીજી તરફ આ સ્થળ પર મુસ્લિમ સમુદાય માટે ઘણું બધુ છે. અહીં અનેક મસ્જીદો છે, જેને દર વર્ષે લાખો પ્રવાસી જોવા આવે છે. અહીંની મસ્જિદોમાં શિયા ઇમામ ઇસ્માઇલી ખોજા જમાતખાના અને અકુએમ પ્રમુખ છે. આ એ સ્થળ છે, જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં આવે છે. મડગાંવ, બેનૌલિમ કોલ્વા, વર્કા બૈતૂલ અને મજોરદા જેવા મનમોહક બીચોથી વધારે દૂર નથી, આ કારણે, આ સ્થળોથી અહીં સહેલાયથી પહોંચી શકાય છે. નોંધનીય છે કે, અહીં આવનારા પ્રવાસી માટે આ બધા બીચોની યાત્રા માટે એક દિવસ પર્યાપ્ત છે. અહીં આવીને પ્રવાસી બીચની આસ પાસથી સસ્તા દરોમાં સારી ખરીદી કરી શકો છો.

જો તમે સારુ ખાવાના શોખીન હોવ તો આ સ્થળ ગોવાના દક્ષિણી ભાગમાં હોવાના કારણે તમને એક ઉમદા કુજીન પ્રદાન કરે છે. અહીં આવનારા જો એવુ વિચારી રહ્યાં છેકે અહીં આવીને તેઓ ક્યાં રોકાશે તો તેમના માટે અહીં ઘણું બધુ છે. અહીં આવનારા પ્રવાસી અનેક પ્રમુખ ફાઇવ સ્ટાર હોટલ, જેમ કે તાજ, લીલા, હયાત અને હોલિડે ઇનમાં રોકાઇ શકો છે.

કેટલીક સમકાલીન ખરીદી કરવા માગો છો? જો હાં તો તમે ઓસિયા શોપિંગ મોલની યાત્રા જરૂર કરો. જો તમારે એક નાની અમથી રાઇડની મજા લેવી છે તો ફિશરમેન વ્હાઇફ જરૂર જાઓ, આ સ્થળ બેતુલ બીચ પાસે છે. જો તમે ગોવા આવ્યા છો અને તમારે તાજા અને પ્રામાણિક સી ફૂડ ખાવું છે તો તમારે મડગાંવની યાત્રા જરૂર કરવી જોઇએ. મડગાંવ જવા માટે ડાબોલિમ હવાઇ મથક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, અહીંથી તમે પ્રાઇવેટ કેબ સહેલાયથી મળી શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મડગાંવને.

દૂઘસાગર ઝરણું

દૂઘસાગર ઝરણું

મડગાંવમાં આવેલું દૂધસાગર ઝરણું

દૂધસાગરની મજા માણી રહેલા પ્રવાસી

દૂધસાગરની મજા માણી રહેલા પ્રવાસી

મડગાંવમાં આવેલા દૂધસાગરની મજા માણી રહેલા પ્રવાસીઓ

મડગાંવની બજાર

મડગાંવની બજાર

ગોવાના મડગાંવની વ્યસ્ત બજારનું દ્રશ્ય

મડગાંવની સંસદ

મડગાંવની સંસદ

ગોવાના મડગાંવમાં આવેલી સંસદ

નગર પાર્ક

નગર પાર્ક

મડગાંવમાં આવેલું નગર પાર્ક

નગર ઉદ્યાન

નગર ઉદ્યાન

મડગાંવમાં આવેલું નગર ઉદ્યાન

રંગીન અને જીવંત

રંગીન અને જીવંત

ગોવાના મડગાંવની રંગીન અને જીવંત તસવીર

શાંત વાતાવરણ

શાંત વાતાવરણ

મડગાંવનું શાંત વાતાવરણ

મડગાંવ બીચ

મડગાંવ બીચ

ગોવામાં આવેલું મડગાંવ બીચ

English summary
Margao is a township in south Goa which is around a kilometre inland but enjoys proximity to many beaches in south Goa. This is primarily the reason why tourists prefer visiting and putting up at Margaon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X