India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તામિલનાડુના રહસ્યમ સ્થળો પર એક નજર ચોક્કસ કરો

|
Google Oneindia Gujarati News

પ્રકૃતિના ખોળે એવા સંખ્યાબંધ અદમ્ય અને અદભૂત સ્થાન છે, જેને જોઈને માનવી મંત્રમુગ્ધ થઈ જાય છે. આવા જ કેટલાક રહસ્યમય સ્થળો પણ ધરતી પર છે, આજે અમે તમને તામિલનાડુના કેટલાક રહસ્યમય સ્થળ વિશે માહિતી આપીશું. જેને જોઈને તમને થશે કે શું ખરેખર આવી જગ્યા આજે પણ મોજૂદ છે? ઉત્કૃષ્ટ વાસ્તુકલા, સમૃદ્ધ ઈતિહાસ ધરાવતા તામિલનાડુના આ સ્થળો કોઈને પણ આકર્ષિત કરી શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં છે ચમત્કારી શક્તિપીઠ, માન્યતા છે કે અહીં પડ્યું હતું સતીનું માથું

કાર્તિકેય મુરુગાનું સિક્ક્કલ સિંગારવેલાવર મંદિર

કાર્તિકેય મુરુગાનું સિક્ક્કલ સિંગારવેલાવર મંદિર

PC: Shaouraav Shreshtha

સિક્ક્કલ સિંગારવેલાવર મંદિરમાં સ્થાપિત મૂર્તિને પરસેવો થાય છે. આ મંદિરમાં દર વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર મધ્ય સુધી એક તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં ભગવાન સુબ્રમણ્યમની પત્થરની મૂર્તિને પરસેવો થાય છે. આ તહેવાર રાક્ષસ સુરાપદમન પર ભગવાન સુબ્રમ્યમની જીતના ઉત્સવનું પ્રતીક છે. અને રાક્ષસને મારવા માટે ઉત્સુક્તાથી રાહ જોતા ભગવાન સુબ્રમણ્યમનો ક્રોધ એ જ મૂર્તિનો પરસેવો છે. તહેવારના અંતમાં પરસેવો ઘટતો જાય છે. આ પરસેવાનું પાણી ભક્તો અને દર્શનાર્થીઓ માટે પવિત્ર મનાય છે. આ પાણીથી સૌભાગ્ય અને સમૃદ્ધિની નિશાની તરીકે શ્રદ્ધાળુઓ પર છાંટવામાં આવે છે.

તંજાવુર મંદિર

તંજાવુર મંદિર

PC: Vinayaraj

કલા અને વાસ્તુકલાથી સમૃદ્ધ તંજાવુર શહેરમાં આ મંદિર ખૂબ જ જાણીતું છે. તેને બ્રહ્દેશેશ્વર મંદિર નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર રાજા ચોલ પહેલાએ 101 ઈસ્વીમાં બંધાવ્યું હતું, જ્યાં ભગવાન શિવની પૌરાણિક આકૃતિની પૂજા થાય છે. યુનેસ્કોએ વિશ્વ વારસા તરીકે જાહેર કરેલા આ મંદિરને પ્રાચીન ચૌલ વંશના સૌથી શાનદાર સ્થળમાંના એક સ્થળ તરીકે માનવામાં આવે છે. મંદિરની દિવાલો પર પૌરાણિક આકૃતિઓ, વાર્તાઓ અને દંતકથાઓ કોતરાયેલી છે. આ દિવાલોની ઝીણી ઝીણી અને મૂર્તિઓ અદભૂત છે.

મંદિરની દીવાલો તે સમયના રાજ ફ્રાંસ રોબર્ટ અને એક ચીની વ્યક્તિની આકૃતિઓને મળતી આવી છે, પરંતુ તેની ઓળખ હજી સુધી નથી થઈ શકી. ઈતિહાસકારો અનુસાર દુનિયા 1500 ઈસ્વી સુધી જોડાયેલી નહોતી. હકીકતમાં ભારત આવનાર પહેલો વ્યક્તિ વાસ્કો ડી ગામા હતો. જે આ મંદિરનુ નિર્માણ થવાના 500 વર્ષ બાદ આવ્યો હતો. તો શું તેના પરથી જાણી શકાય કે તત્કાલીન ભારતીય રાજા ચોલે પહેલા જ અન્ય દેશો સાથે સંબંધ સ્થાપિત કર્યા હતા ? જો હા તો તે સમયે પરિવહન અને વાતચીતના સાધનો શું હતા.

રામ સેતુ પુલ

રામ સેતુ પુલ

PC: Jonathan Safa

હિન્દુઓના પવિત્ર ગ્રંથ રામાયણની ઘટનાઓમાં પણ રામ સેતુનો ઉલ્લેખ છે. સીતાને રાવણની કેદમાંથી છોડાવવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે બનેલો રામસેતુ એટલે કેra તરતો પુલ આજે હજારો વર્ષ બાદ પણ મોજૂદ છે. આ બ્રિજને એડમ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલો છે. પ્રાચીન હિંદુ કથા પ્રમામે 10 મિલિયન વાનરોની સૈના સાતે બગવાન રામે આ પુલ ચૂનાના વિશાળ પત્થરોથી બનાવ્યો હતો. પથ્થરોને પાણીમાં નાખતા જ તે ડૂબી જતા હતા, પરંતુ જ્યારે તેના પર રામ નામ લખવામાં આવ્યું તો પત્થર તરવા લાગ્યા. આ રીતે ધનુષકોડી અને શ્રીલંકાના મન્નાર દ્વીપ વચ્ેચ માત્ર 5 દિવસમાં જ30 કિલોમીટર લાંબો અને 3 કિલોમીટર પહોળો પૂલ બનાવી દેવાયો. વૈજ્ઞાનિકો આ કથાનું ખંડન કરી ચૂક્યા છે, સાથે જ તરતા પથ્થરનું કારણ પણ નથી જણાવી શક્યા

નચિયાર કોઈલ - કલ ગરુડ

નચિયાર કોઈલ - કલ ગરુડ

PC: Sandesh Rajbhandari

દેશના સૌથી રહસ્યમય મંદિરોમાંનું એક મંદિર તામિલનાડુના કુંભ કોણમમાં આવેલું છે. જેનું નામ નચિયાર કોઈલ- કાલ ગરુડ છે. આ મંદિરમાં હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુના ચીલ પર્વતની પ્રસિદ્ધ પત્થરની મૂર્તિ છે. દર વર્ષે ઉનાળામા આ મંદિરમાં એક જુલુસ નીકળે છે, જેમાં ભગવાનની પ્રતિમા પણ લાવવામાં આવે છે. દંતકથા છે કે જ્યારે પ્રતિમા મંદિરની બહાર નીકળે છે ત્યારે પ્રતિમાનું વજન વધવા લાગે છે.

આ પ્રકારે મૂર્તિ લાવનાર લોકોની સંખ્યા 4થી વધીને 32 થઈ જાય છે. જ્યારે ભગવાન વિષ્ણુની મૂર્તિ પાછી મંદિરમાં લઈ જવામાં આવે તો મૂર્તિનું વજન ઘટતું જાય છે. મૂર્તિના વજનનું આ પરિવર્તન વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.

કૃષ્ણ બટરબૉલ

કૃષ્ણ બટરબૉલ

PC: Dey.sandip

તમિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલિપુરમમાં એક ઉભેલી શિલા ઢાળ પર ટકેલી છે. પાંચ મીટરના વ્યાસની 20 ફૂટ ઉંચી આ શિલા વર્ષોથી ટકેલી છે. આ પત્થર ન તો પહાડી પરથી નીચે ગબડી પડતો, નથી હલતો. આ પત્થરનું અસલી નામ વાન ઈરાઈ કાલ છે, એટલે કે સ્કાઈ ગોડ્સ સ્ટોન. કહેવાય છે કે છેલ્લા 1200 વર્ષથી આ પત્થર અહીં જ ટકેલો છે.

આ પત્થરનું જવન 250 ટનથી વધુ છે, અને વર્ષ 1908માં મદ્રાસના રાજ્યપાલે આ શિલા ખસેડવા સાત હાથીઓને લગાવ્યા હતા, જેથી પત્થર પડવાનો ખતરો જતો રહે. પરંતુ સાત હાથીની તાકાત છતાંય પત્થર ચસક્યો નથી. આટલો ભારે પત્થર કેવી રીતે અટકેલો છે તે તપાસનો વિષય છે.

English summary
mysterious places in tamil nadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X