For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેલ્લોર, ઝડપથી વિકસતાં શહેરની કહાણી

|
Google Oneindia Gujarati News

નેલ્લોર, આંધ્ર પ્રદેશ રાજ્યનાં સૌથી ઝડપી વિકસતા શહેરોમાનું એક છે. આ રાજ્યનું 6ઠ્ઠું સૌથી ઝડપી આબાદીવાળું શહેર છે. આ ઉપરાંત, આ શ્રી પોટ્ટી રામુલુ નેલ્લોર જિલ્લાની રાજધાની પણ છે. આ જિલ્લાને પહેલા નેલ્લોરના નામથી જ ઓળખવામાં આવતું હતું. અહીં અનેક મંદિરો આવેલા છે અને આ એક મહત્વપૂર્ણ કૃષિ કેન્દ્ર છે. નેલ્લોર, પેન્ના નદીના કિનારે સ્થિત છે અને આ ક્ષેત્રમાં પાકોની વિવિધતા મળી આવે છે. આ શહેરમાં વાણિજ્ય અને વ્યાપારનો બરાબર ઉપયોગ છે. નેલ્લોર, તમિળનાડુ અને ચેન્નાઇ સાથે સારી રીતે જોડાયેલું છે.

શ્રી રંગનાથનસ્વામી મંદિર, નેલ્લોરનું સૌથી પ્રમુખ આકર્ષણ છે. આ મંદિર, શહેરની અંદર સ્થિત છે અને લગભગ 600 વર્ષ જૂનું છે. આ મંદિરની સૌથી પ્રસિદ્ધ અને ઉલ્લેખનીય વાત એ છેકે અહીં 70 ફૂટ ઉંચો થાંભલો છે, જે ગોલિગોપુરમ કહેવાય છે. આ શાબ્દિક અર્થ થાય છે, હવા ટાવર. ગોલિગોપુરમના ટોચ પર, મંદિરની ભવ્યતાને વધારવા માટે સાત સોનાની પરત ચઢેલા કળશો રાખવામાં આવ્યા છે.

નેલ્લોર, અનેક પ્રાકૃતિક અને સુરમ્ય સ્થળોની વચ્ચે સ્થિત છે જેમાં મેપાદૂ તટ અને પુલીકટ ઝીલ સામેલ છે. નેલ્લોર પાસે જ નેલાપાટ્ટુ પક્ષી અભ્યારણ્ય સ્થિત છે, જ્યાં અનેક પ્રજાતિના પક્ષીઓ મળી આવે છે. જે અહીંથી લગભગ 13 કિ.મીના અંતરે નરસિમ્હાસ્વામી મંદિર સ્થિત છે. નેલ્લોર પાસે જ સોમસિલા સ્થિત છે જે એક પ્રસિદ્ધ પિકનિક સ્પોટ છે. અહીંનું વાતાવરણ શાંત અને દૃશ્ય, પ્રાકૃતિક દ્રશ્યોથી પરિપૂર્ણ હોય છે.

નેલ્લોરનું ઇંફ્રાસ્ટ્રક્ચર, આંધ્ર પ્રદેશના સૌથી વિકસિત ઇંફ્રાસ્ટ્રક્ચરમાનું એક છે. આ શહેર ઝડપથી વિકસી રહ્યું છે. નેલ્લોરમાં અનેક શાસકોનું શાસન રહ્યું છે. અહીંનુ સૌથી પહેલું શાસન મોર્યે સામ્રાજ્ય કર્યું હતું. ત્રીજી સદીના સમ્રાટ અશોકનું શાસન, નેલ્લોરમાં હતું. સમયની સાથોસાથ આ શહેરમાં અનેક વંશ આવ્યા, શાસન કર્યુ અને જતા રહ્યાં, જેમાં પલ્લવ, તેલગુ, ચૌલસ, સાતવહાનો અને અનેક અન્ય રાજવંશ પ્રમુખ છે. આ તમામ રાજવંશોનો પ્રભાવ આજે પણ અહીં જોઇ શકાય છે. અહીંના અનેક મંદિરો અને સંરચનાઓની વાસ્તુકળામાં આ શાસનોની ઝલક, જોવા મળે છે. વાણિજ્ય અને કૃષિ કેન્દ્ર હોવા છતાં, આ શહેરમાં બ્રિટિશ રાજ દરમિયાનની અનેક નિશાની જોઇ શકાય છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ નેલ્લોરને.

નેલાપટ્ટુ પક્ષી અભ્યારણ્ય

નેલાપટ્ટુ પક્ષી અભ્યારણ્ય

નેલ્લોરમાં આવેલું નેલાપટ્ટુ પક્ષી અભ્યારણ્ય

પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

નેલ્લોરમાં આવેલું પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

નેલ્લોરમાં આવેલું પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

નેલ્લોરમાં આવેલું પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

પુલિકટ ઝીલ

નેલ્લોરમાં આવેલું પુલિકટ ઝીલ

English summary
Nellore is one of the fastest growing cities in the state of Andhra Pradesh. It is also the capital of the Sri Potti Sri Ramulu Nellore District. The district was formerly known as Nellore itself. It is home to various prominent temples and is a significant agricultural centre. Nellore city is located on the banks of the River Penna, and a wide variety of crops are grown in the region. It is of critical importance as far as trade and commerce is concerned, as it is situated on the main road that connects Vijayawada and the capital city of Tamil Nadu, Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X