બિગ બી હવે કહેશે- 'કુછ દિન તો ગુજારિયે હિન્દુસ્તાન મેં...'
અમદાવાદ, 23 મે: લોકસભાની ચૂંટણીનો મહોત્સવ પૂર્ણ થયો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. આ પહેલીવાર બન્યું કે ભારતીય જનતા પાર્ટી 282 બેઠકો એકલા હાથે જીતીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનવાવવા જઇ રહી હોય. જોકે ભાજપના સાથી પક્ષો સાથે મળીને આ આંકડો 336 સુધી પહોંચે છે. આઝાદી બાદ સતત એકચક્રી શાસન ચલાવી રહેલી પાર્ટી કોંગ્રેસે આવું સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે તેમને આવી ભૂંડી હારનો સામનો કરવો પડશે. જે હોય તે, પરંતુ ગુજરાત લોકપ્રિય અને પૂર્વ મુખ્યમંત્રી ગઇકાલે ગુરુવારે ગાંધીનગરથી દિલ્હી જવા માટે રવાના થઇ ગયા. નરેન્દ્ર મોદી જે આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડેલને લઇને જાણીતા બન્યા હતા હવે દેશનું વિકાસ મોડેલ રચવાની જવાબદારી તેમના હાથમાં છે.
નરેન્દ્ર મોદીએ હંમેશા પોતાના ભાષણોમાં વિકાસ અને રોજગારીની જ્યારે પણ વાત આવે ત્યારે તેમણે પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ ભાર મૂક્યો છે. મોદીએ જેટલા રાજ્યોમાં ફરીને ચૂંટણી પ્રચાર કર્યો છે એ રાજ્યોમાં તેઓ અચૂક બોલ્યા છે કે જો રાજ્યના પ્રવાસન વિભાગને પ્રોત્સાહિત કરવામાં આવે તેને વિકસાવીને તેનું યોગ્ય માર્કેટીંગ કરવામાં આવે તો ચોક્કસ રાજ્યના અર્થતંત્ર પર હકારાત્મક અસર પડે છે. મોદીએ આનો અમલ ગુજરાતમાં કર્યો જ છે, અને તેનું પરિણામ પણ દેશની સામે છે.
મોદીએ સૌથી મોટું કામ ગુજરાત રાજ્યોના પ્રવાસન સ્થળોને યોગ્ય રીતે વિકસાવ્યા, પછી તે કાંકરીયા હોય, કચ્છ હોય, અંબાજી હોય કે પછી સાપુતારા કે પછી અન્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો હોય. ત્યાર બાદ મોદીએ બીજું સૌથી મોટું કામ એ કર્યું કે તેમણે દેશના ટોપના બોલીવુડ સ્ટાર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનને ગુજરાત પ્રવાસનના બ્રાંડ એમ્બેસડર બનાવ્યા. જોકે અમિતાભ બચ્ચને પણ રાજનીતિથી પર રહીને ગુજરાતને દેશ-વિદેશમાં પહોંચાડ્યું માત્ર એક જ સૂત્રથી 'કુછ દિન તો બિતાઇએ ગુજરાત મેં..' અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલી આ અપિલે દેશ-દુનિયાના લોકોનું ધ્યાન ગુજરાત તરફ ખેંચ્યું અને મોદીના કાર્યકાળમાં પ્રવાસન વિભાગે સારો એવો વિકાસ કર્યો છે.
આંકડાઓમાં વાત કરીએ તો 2002-03માં ગુજરાત પ્રવાસે આવનારા એનઆરઆઇ અને વિદેશી પર્યટકોની સંખ્યા 65094 હતી, જ્યારે સ્થાનીક લોકો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવનારા પર્યટકો મળીને કૂલ આંકડો 6165217નો હતો. જે છેલ્લા 2011-12ના આંકડા પ્રમાણે એનઆરઆઇ અને વિદેશી પર્યટકોની સંખ્યા 451212 સુધી પહોંચી છે જ્યારે સ્થાનીક લોકો અને દેશના અન્ય રાજ્યોમાંથી આવનારા પર્યટકો મળીને કૂલ આંકડો 22354665 સુધી પહોંચ્યો છે. જે મોદીનું મેનેજમેન્ટ અને બચ્ચનની જાહેરાતનું પરિણામ છે.
પરંતુ હવે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતને 'આવજો' કહીને દેશની સેવા કરવા માટે દિલ્હી ચાલ્યા ગયા છે તો એ પ્રશ્ન ચોક્કસ થાય કે શું હવે બિગ બી ગુજરાતના એમ્બેસડર બની રહેશે? શું બિગ બી ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે કાર્યશીલ રહેશે? કે પછી ગુજરાતમાં મોદી સાથેની મિત્રતાના કારણે એક પણ રૂપિયો લીધા વગર ગુજરાતનું માર્કેટિંગ કરતા અમિતાભ બચ્ચન મોદીના ચાલ્યા જવાથી તેઓ પણ ગુજરાતને છોડીને ચાલ્યા જશે? અથવા તો એવું પણ બની શકે કે દેશની સેવા કરવા દિલ્હી ગયેલા મોદી હવે બચ્ચનને પણ ભારતીય પ્રવાસન વિભાગના બ્રાંડ એમ્બેસડર બનાવી દે.. અને થોડા સમય બાદ આપને અમિતાભ બચ્ચન ટીવી પર એવું કહેતા જોવા મળે કે 'કુછ દિન તો ગુજારીયેં હિન્દુસ્તાન મેં..'
બિગ બીએ કેવી રીતે ફેલાવી ખુશ્બુ ગુજરાત કી જુઓ વીડિયોમાં...
ખુશ્બુ ગુજરાત કી..
અમિતાભ બચ્ચન ગુજરાત પ્રવાસનના બ્રાંડ એમ્બેસડર છે અને તેઓ આ જાહેરાત માટે એક પણ રૂપિયો લેતા નથી.
અમિતાભ પોરબંદરમાં...
બિગ બી ગુજરાતના બ્રાંડ એમ્બેસડર છે પરંતુ મોદી સાથે તેમના કોઇ રાજકીય સંબંધો નથી. તેઓ ક્યારેય મીડિયામાં એક બીજાની વાતો કે વખાણ કરતા નથી.
સોમનાથનું પૌરાણીક શિવ મંદિર...
અમિતાભનો આ પહેલા ઘણા નેતાઓએ રાજકીય ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મોદીએ તેમનો બ્રાંડ તરીકે ઉપયોગ કર્યો.
ખુશ્બુ ગુજરાત કી- દ્વારકા
ખુશ્બુ ગુજરાત કી- દ્વારકા
ખુશ્બુ ગુજરાત કી- ગીર
ગીરમાં ખુશ્બુ ગુજરાત કી..
ખુશ્બુ ગુજરાત કી- અંબાજી
અંબાજીમાં ખુશ્બુ ગુજરાત કી..
ખુશ્બુ ગુજરાત કી- સાપુતારા
સાપુતારામાં ખુશ્બુ ગુજરાત કી...