For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇમ ટ્રાવેલ: આ રાજસ્થાન તમે કદી નહીં જોયું હશે

|
Google Oneindia Gujarati News

રંગીલું રાજસ્થાન, અદ્દભૂત રણ, ઊંટની સફારી, રાજા રાણીઓની કથાઓ, સુંદર કિલ્લાઓ, ભવ્ય ઇતિહાસ, કલાત્મક સંસ્કૃતિ અને તેવું તો જાણે કંઇ કેટલીય રાજસ્થાનનું નામ લેતા યાદ આવી જાય.

પણ આજે અમે તમને, જે રાજસ્થાન તમને બતાવીશું. તે રાજસ્થાન તમે કદી પણ નહીં જોયું હોય. કારણ કે આજે અમે તમને રાજસ્થાનની કેટલીક જૂની તસવીરો બતાવીશું.

તો ચલો અમારી સાથે તમે પણ કરો ટાઇમ ટ્રાવેલ. અને જાણો પહેલા અંબર કિલ્લો અને જયપુર પેલેસ કેવા દેખાતા હતા.

અંબર ફોર્ટ

અંબર ફોર્ટ

પ્રસિદ્ધ અંબર ફોર્ટનું આ પેન્ટિંગ 1858માં બનાવામાં આવ્યું હતું.

હાથીની સફારી

હાથીની સફારી

જૂના સમયની વાત જ કંઇક અલગ હતી. હાથી પર બેસી રાજા મહારાજા અને વિદેશીઓ પ્રાણીઓનો શિકાર કરવા જતા.

પ્રિન્સીપાલ સ્ટ્રીટ

પ્રિન્સીપાલ સ્ટ્રીટ

પ્રિન્સીપાલ સ્ટ્રીટનો આ ફોટો 1875માં લેવામાં આવ્યો હતો.

જયપુર પેલેસ

જયપુર પેલેસ

પ્રસિદ્ધ જયપુર પેલેસ પહેલા આવો દેખાતો હતો. જો કે એક વાત તો તમે પણ સ્વીકારશો કે તે સમયના પેલેસ અને આજના પેલેસની સુંદરતામાં કોઇ ફર્ક નથી આવ્યો.

શાહી શોભાયાત્રા

શાહી શોભાયાત્રા

આ ફોટો છે તે વખતની શાહી શોભાયાત્રાનો. જેમાં રાજ શહેરની નગરયાત્રા પર કોઇ ખાસ તહેવારે નીકળતા.

હાથી પોળ

હાથી પોળ

હાથી પોળના આગળના ભાગનો ફોટો. જો કે હવે આ ભાગ જર્જરીત થઇ ગયો છે.

જલ મહેલ

જલ મહેલ

જલ મહેલની જૂની તસવીર. તે સમયે તો જલ મહેલમાં બહારના કોઇ પણ વ્યક્તિને પરવાનગી વગર અંદર પ્રવેશની મનાઇ હતી.

ટ્રીપોલી ગેટ

ટ્રીપોલી ગેટ

આ છે ટ્રીપોલી ગેટ. આ ગેટના અમુક ભાગને ફરીથી બનાવીને હાલમાં તેને, તેની જૂની સુંદરતા પ્રદાન કરવામાં આવી છે.

હવા મહેલ

હવા મહેલ

હવા મહેલનો જૂનો ફોટો. જેમાં ઊંટ પોતાની પીઠ પર સામાન લાદીને જઇ રહ્યા છે.

જયસિંહની વૈદ્યશાળા

જયસિંહની વૈદ્યશાળા

આ વૈદ્યશાળાનો ફોટો 1928માં લેવામાં આવ્યો હતો. રાજા સવાઇ જયસિંહ દ્વારા આ વૈદ્યશાળા બાંધવામાં આવી હતી.

મોન્ટ આબુ

મોન્ટ આબુ

મોન્ટ આબુનો આ ફોટો 1898માં લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મોન્ટ આબુ રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલસ્ટેશન છે.

ચિત્તોડનો કિલ્લો

ચિત્તોડનો કિલ્લો

ચિત્તોડના કિલ્લાના ફોટામાં દેખાતો આ એરીય વ્યૂ તેની ભવ્યતા અને વિશાળતા દર્શાવે છે.

સીટી બજાર

સીટી બજાર

1900માં સીટી બજારના આ ફોટા તમે અનેક નાની નાની હાટ કે દુકાનો જોઇ શકશો.

English summary
One Of the Most Amazing Tourist destinations of rajasthan. Have a look on the beauty of rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X