• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જૈનો માટે પાલીતાણાના દેરાસરો છે સૌથી પવિત્ર, એક યાત્રા

|

પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં 5૦ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુન્જી નદીના કિનારે આવેલું હોવાથી શત્રુન્જય તિર્થ પણ કહેવાય છે.

જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત 1616 આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં. મોટેભાગના જૈનો સમેતશિખર, માઉંટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ.

પાલીતાણામાં સમવસરણ મંદિર 108 પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. "શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને "સ્થાપત્ય કલા ગૃહ". જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.

ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે.

અહીં કેવી રીતે પહોંચશો:

હવાઇ માર્ગ: નજીકનું હવાઇ મથક ભાવનગર 36 કિ.મી.ના અંતરે આવેલું છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે.

રેલવે માર્ગ: નજીકનું રેલવે સ્‍ટેશન પાલિતાણા 5 કિ.મી.ના અંતરે આવેલું છે.

સડક માર્ગ: ભાવનગરથી ૩૬ કિ.મી અને અમદાવાદથી ૨૦૩ કિ.મી. થાય છે, અહીં આવવા માટે બસો અને અન્ય લક્ઝરી બસ મળી રહે છે.

પાલીતાણા જુઓ તસવીરોમાં...

ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વત

ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વત

ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્‍છાદિત વિસ્‍તારમાં જૈન ધર્મની આસ્‍થાનું સ્‍થાનક ‘પાલિતાણા' આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં ૯૦૦ જેટલા ભવ્‍ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્‍થાપત્‍ય અને શિલ્‍પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા' અદ્વિતીય કળા વૈભવ અને આસ્‍થાના સ્‍થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું - યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા' ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્‍થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું..

સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર' તરીકે પણ પ્રખ્‍યાત છે

સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર' તરીકે પણ પ્રખ્‍યાત છે

જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથ ને મોક્ષ-ગતિ અહીં પ્રાપ્‍ત થઇ હતી. આ કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ ‘પાલિતાણા' સૌ જૈન શ્રદ્ધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાલિતાણાને ‘સિદ્ધક્ષેત્ર' તરીકે પછી ઓળખવામાં આવે છે. સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર' તરીકે પણ પ્રખ્‍યાત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ દેરાસર આ નિર્માણ પામેલું છે. જેમને ‘આદિનાથ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી તેમણે ૯૩ વખત પરિક્રમા કરી હતી.

પાલિતાણાના ભવ્‍ય દેરાસર

પાલિતાણાના ભવ્‍ય દેરાસર

પાલિતાણાના ભવ્‍ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્‍યું જે મુર્શિદાબાદના રહેવાસી હતા. ઇ.સ. ૧૩ મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શ્રુંખલાનું નિર્માણ શરૂં થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠ વસ્‍તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું. ૧૮૦૦ ફૂટ ઊંચા પર્વતીય સ્‍થન પર પહોંચવા ૩૭૯૫ પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે. પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થકારોના પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. યાત્રાળું માટે રસ્‍તામાં પાણીની પરબની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. રસ્‍તામાં ખાણી-પીણીની ચીજવસ્‍તુઓ પ્રતિબંધિત છે. સમગ્ર સંકુલમાં આવેલાં સ્‍થાપત્‍યો અને મૂર્તિઓનું નિર્માણ પાછળ ધીરજ શ્રદ્ધા અને કસબના જળનું સિંચન કરાયું છે. જેને પરિણામ શ્રદ્ધાનું અલૌકિક સ્‍થાનક નિર્માણ પામ્‍યું.

સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું

સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું

સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. મુખ્‍ય દેરાસર કે જેમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત ૧૦૧૮ માં આ દેરાસરનું ૧૩ મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું.

પુનઃનિર્માણ થયું ગયું

પુનઃનિર્માણ થયું ગયું

‘પાલિતાણા' નું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેમાં પુનઃનિર્માણ થયું ગયું. તેના પરિણામે રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા ૨.૯૭ કરોડના ખર્ચે તત્‍કાલિન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું.

દેરાસર સુધી પહોંચવાના નવ રસ્‍તાઓ

દેરાસર સુધી પહોંચવાના નવ રસ્‍તાઓ

હાલનું દેરાસરનું ઇ.સ. ૧૬૧૮ માં નિર્માણ કરવામાં આવ્‍યું. દાદાની ટૂંક સ્‍થિત આ દેરાસર સુધી પહોંચવાના નવ રસ્‍તાઓ આવેલાં છે.

પાલિતાણાના પર્વતીય સ્‍થાનકોમાં પ્રખ્‍યાત દેરાસરો

પાલિતાણાના પર્વતીય સ્‍થાનકોમાં પ્રખ્‍યાત દેરાસરો

પાલિતાણાના પર્વતીય સ્‍થાનકોમાં પ્રખ્‍યાત દેરાસરો નિર્માણ પામેલાં છે. જેમાં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશા સાંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્‍ય છે. આ પર્વતીય માળાના ભવ્‍યતમ સ્‍થાનકોમાં હિન્‍દુ ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પછી આવે છે. પર્વતની તળેટીમાં મા સરસ્‍વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત હનુમાનજીના મંદિરો નિર્માણ પામ્‍યા છે. શિખરની ટોચ પર અંગાર પીરની જગ્‍યા છે. અહીં પુત્રકામનાની ઇચ્‍છાથી સ્‍ત્રીઓ પોતાની આસ્‍થાના દર્શન કરાવે છે.

ભારતના ટોપ 10 હનીમૂન ડેસ્ટિનેશન..

ભારતના ટોપ 10 હનીમૂન ડેસ્ટિનેશન..

આ રહ્યા ભારતના ટોપ 10 હનીમૂન ડેસ્ટિનેશન..

English summary
Two peaks covered with shrines you have the Jain pilgrimage centre of Palitana (Bhavnagar district) atop the Shatrunjay Hill. There are 900 temples big and small on the two summits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more