For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Travelના શોખીનો માટે સુવર્ણ મંદિર વિશે 7 રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

[પ્રવાસન] સુવર્ણ મંદિર જે હર્મિંદર સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે, આ મંદિર દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે માત્ર શીખ સમુદાયના લોકો જ નહીં પરંતુ દરેક ધર્મના લોકો એટલી જ શ્રદ્ધાથી આવે છે.

આ ગુરુદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને તે આજે ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. આ મંદિરની સુંદરતા મનને લુભાવે છે અને તે પ્રવાસીઓમાં એક ખાસ ધાર્મિક મહત્વ રાખે છે.

તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ઉપરાંત તેના કેટલાંક રસપ્રદ અને અનોખી વાતો પણ છે. આવો જાણીએ આ ઐતિહાસિક સુવર્ણ મંદિર વિશેની રહસ્યમય વાતો...

પહેલા કેવું દેખાતું હતું સુવર્ણ મંદિર

પહેલા કેવું દેખાતું હતું સુવર્ણ મંદિર

મંદિરને જ્યારે શરૂમાં બનાવવામાં આવ્યું તો તેમાં સોનાની પોલિસ ન્હોતી કરવામાં આવી. 19મી સદીમાં પંજાબના રાજા મહારાજા રણજીત સિંહના કાર્યકાળમાં તેનું રિનોવેશન કરવામાં આવ્યું. ત્યારબાદ તેનું એ સ્વરૂપ સામે આવ્યું જે હાલમાં દેખાય છે.

મંદિર બનતા પહેલા

મંદિર બનતા પહેલા

આ મંદિર બન્યું તે પહેલા આ સ્થળ પર શીખોના પ્રથમ ગુરુ, ગુરુ નાનકજીએ ધ્યાન કર્યું હતું. શીખોના પાંચમાં ગુરુ, ગુરુ અંજાનના સમયમાં આ મંદિર બન્યું હતું.

અન્ય ધર્મોથી પણ આવે છે લોકો

અન્ય ધર્મોથી પણ આવે છે લોકો

આ એક પવિત્ર સ્થાન છે, જ્યાં આવનારા 35 ટકા પ્રવાસીઓ શીખ ઉપરાંત અન્ય ધર્મોને માનનારા છે.

લંગરમાં 2 લાખથી વધારે લોકો જમે છે

લંગરમાં 2 લાખથી વધારે લોકો જમે છે

ધાર્મિક કાર્યક્રમોમાં અત્રે લાગનાર લંગરમાં 2 લાખથી પણ વધારે લોકો ભોજન પ્રસાદી મેળવે છે. અને તેનાથી વધારે આશ્ચર્યની વાત છે કે આ તમામ ભોજન ભક્તો દ્વારા જ દાન કરવામાં આવે છે.

સીઢીયો ઉપર નહીં, નીચે જાય છે

સીઢીયો ઉપર નહીં, નીચે જાય છે

અત્રેની સીઢીયો અન્ય પવિત્ર સ્થાનોની જેમ ઉપર નથી જતી, પરંતુ નીચેની તરફ જાય છે. તેની ડિઝાઇનમાં દેખાડાને સ્થાને વિનમ્રતા દેખાય છે. આ આખું મંદિર શહેરના લેવલથી નીચેની તરફ આવેલું છે.

સોનાની પાલખી

સોનાની પાલખી

દરેક સવારે ગુરુગ્રંથ સાહિબ (શીખોનો ધાર્મિક ગ્રંથ)ને અકાલ તખ્ત સાહિબથી ફુલો અને ગુલાબ જળની સાથે સોનાની પાલકીમાં મંદિરના દરબાર હોલમાં લાવવામાં આવે છે. પવિત્ર ગુરુગ્રંથ સાહિબને પાછા અકાલ તખ્તમાં લઇ ગયા બાદ સંપૂર્ણ દરબારને દૂધથી ધોવામાં આવે છે.

મુગલ અને ભારતીય વાસ્તુકલાનો નમૂનો

મુગલ અને ભારતીય વાસ્તુકલાનો નમૂનો

હાથોથી પેઇન્ટ કરવામાં આવેલ ચિત્રો અને કલાકૃતિઓથી આ મુગલ અને ભારતીય વાસ્તુકલાનું એક નાયાબ નમૂનો પ્રતીત થાય છે.

English summary
Besides its religious and cultural significance, here are the 7 most interesting and unusual facts about Golden Temple:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X