• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નોર્થ ઇંડિયાની આ તસવીરોને માત્ર જોવાથી જ ઊડી જશે આપના હોશ

|

હરવું ફરવું એક અલગ પ્રકારનો જ આનંદ આપે છે જેની કપ્લનાને શબ્દોમાં બાંધી ના શકાય. ટ્રાવેલિંગ અથવા યાત્રા આપણને સૌને પસંદ હોય છે. આપણામાંથી ઘણા એવા લોકો છે જે ફરવાની તકની શોધમાં જ હોય છે. અથવા તો એમ કહો કે આવા લોકોને ટ્રાવેલ કરવાનું બહાનું જોઇતું હોય છે. જ્યારે બીજી તરફ કેટલાંક લોકો એવા પણ હોય છે જે બસ પસંદગીના સમયે જ પ્રવાસ યાત્રા કરે છે. એવું જોવામાં આવ્યું છે કે આપણે જ્યારે પણ ફરવા માટે જઇએ છીએ તો તે લોકોની સલાહ લેવાનું નથી ચૂકતા જે લોકો એ સ્થળોની યાત્રા કરીને આવ્યા છે જ્યાં આપણે જવાના છીએ.

સાથે જ ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું છે કે લોકોના મંતવ્યો આપણને કન્ફ્યૂઝ કરી દે છે. જોકે અમારા આ લેખનો ઉદ્દેશ્ય આપને વિચલિત કરવાનો નથી. આજે આ લેખના માધ્યમથી અમે આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ નોર્થ ઇન્ડિયાના એટલે કે ઉત્તર ભારતના કેટલાંક ખૂબ જ સુંદર પ્રવાસન સ્થળોથી.

આજે અમે માત્ર તસવીરો થકી ઉત્તર ભારતના એવા તમામ પ્રવાસન સ્થળો બતાવીશું જ્યાંનો પ્રવાસ ખેડવા માટે આપ ચોક્કસ આતુર થઇ જશો. જુઓ તસવીરો અને નક્કી કરો કે આપ ઉત્તર ભારતના કયા સ્થળે પ્રવાસે જવાનું પસંદ કરશો...

 ડલ તળાવ

ડલ તળાવ

શ્રીનગર સ્થિત ડલ તળાવની એક મનમોહક તસવીર.

ફોટો કર્ટસી- બશરત આલમ શાહ

કાશ્મીર

કાશ્મીર

કાશ્મીર પોતાની અપાર પાકૃતિક સુંદરતાના કારણે પૃથ્વીનું સ્વર્ગ માનવામાં આવે છે.

ફોટો કર્ટસી- ગિરિશ સૂર્યવંશમ

લદ્દાખ

લદ્દાખ

ઇંડસ નદીના કિનારા પર વસેલું ‘લદ્દાખ', જમ્મુ અને કાશ્મીર રાજ્યનું એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે.

ફોટો કર્ટસી- ઝીપેક

ડલહૌઝી

ડલહૌઝી

ડલહૌઝી,હિમાચલ પ્રદેશમાં સ્થિત ધૌલધાર રેંજમાં બનેલ એક પ્રવાસન પોઇન્ટ છે.

ફોટો કર્ટસી- સુનિલ તલાસિલા

સ્પીતિ

સ્પીતિ

સ્પીતિ હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વી ભાગમાં એક દુરસ્થ હિમાલયની ખીણ છે.

ફોટો કર્ટસી- અજીથ યુ

નૈનીતાલ

નૈનીતાલ

નૈનીતાલ, પોતાના સુંદર પરિદ્રશ્યો અને શાંત પરિવેશના કારણે પ્રવાસકોના સ્વર્ગના રૂપમાં ઓળખાય છે.

ફોટો કર્ટસી- સંજય ઘોષ

અલ્મોડા

અલ્મોડા

સુયાલ અને કોસી નદીની વચ્ચે 5 કિમી લાંબી ઘોટાના પીઠના આકારનો પહાડ પર વસેલ અલ્મોડા કુમાઉ વિસ્તારનું ખૂબ જ જાણીતું હિલ સ્ટેશન છે.

ફોટો કર્ટસી- ટ્રાવેલિંગ સ્લેકર

કેદારનાથ

કેદારનાથ

કેદારનાથ, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. આ સ્થાન સમુદ્રની સપાટીથી 3584 મીટરની ઊંચાઇ પર ગઢવાલ હિમલાયમાં સ્થિત છે.

ફોટો કર્ટસી- પૌલ હેમિલ્ટન

હિસાર

હિસાર

હિસાર, હરિયાણા રાજ્યમાં સ્થિત હિસાર જિલ્લાના પ્રશાસનિક મુખ્યાલય છે. જે નવી દિલ્હીના પશ્ચિમમાં 164 કિલોમીટરના અંતરે આવેલ છે.

ફોટો કર્ટસી- અર્ચિત રતન

યમુના નદી

યમુના નદી

યમુના નદીના કિનારાની એક સુંદર તસવીર. આ એક એવો નજારો છે જે કોઇ પણ પ્રવાસીને અહીં આવવા માટે લલચાવી દે.

ફોટો કર્ટસી- મેલેનામા

પંજાબ

પંજાબ

પંજાબ, ભારતના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત દેશનું સૌથી નાનું રાજ્ય હોવા છતાં સમૃદ્ધિમાં આગળ છે.

ફોટો કર્ટસી- ઉમેર

અમૃતસર

અમૃતસર

પંજાબમાં સ્થિત અમૃતસર શીખ સમુદાયનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અત્રે ઉત્તર-પશ્ચિમ ભારતના સૌથી મોટા શહેરોમાંથી એક છે.

ફોટો કર્ટસી- કોશી કોશી

ભટિંડા

ભટિંડા

ભટિંડા, પંજાબનું ખૂબ જ જુનું અને મહત્વપૂર્ણ શહેર છે. આ માલવા વિસ્તારમાં સ્થિત છે.

ફોટો કર્ટસી- ગિરિધર એપ્પાજી નાગ વાય

જામા મસ્જીદ, દિલ્હી

જામા મસ્જીદ, દિલ્હી

જામા મસ્જીદ ભારતની સૌથી જુની અને સૌથી મોટી મસ્જીદમાની એક છે. આ મસ્જીદને સમ્રાટ શાહજહાં દ્વારા બનાવડાવામાં આવી આવી હતી.

ફોટો કર્ટસી- સૌરવ દાસ

હુમાયૂનો મકરબો, દિલ્હી

હુમાયૂનો મકરબો, દિલ્હી

મુગલ સમ્રાટ હુમાયૂનો મકબરો દિલ્હીના પ્રસિદ્ધ જુના કિલ્લાની પાસે સ્થિત છે. આ મકબરાને હુમાયૂની યાદમાં તેમની પત્ની હામિદા બાનો બેગમ દ્વારા ઇ.સ. 1562માં બનાવવાનું શરૂ કર્યું હતું.

ફોટો કર્ટસી- આરિયા ઝ્વેગર્સ

દિલ્હી-ઇશ્ક, મહોબ્બત અને પ્રેમ

દિલ્હી-ઇશ્ક, મહોબ્બત અને પ્રેમ

ભારતની યાત્રા એની જાતે જ એક અનોખો અનુભવ છે, અને તેની રાજધાની દિલ્હીની સૈર એક અમિટ સંસ્મરણ સાબિત થશે.

ફોટો કર્ટસી- કોશી કોશી

ચંડીગઢ

ચંડીગઢ

ચંડીગઢ, પશ્ચિમોત્તર ભારતમાં હિમાલયની શિવાલિક પર્વતમાળાની તળેટીમાં વસેલું ચંડીગઢ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. રોચક વાત એ છે કે આ દેશના બે રાજ્યો પંજાબ અને હરિયાણાની રાજધાની છે.

ફોટો કર્ટસી- રોડ વેડિંગ્ટન

ચંદીગઢ

ચંદીગઢ

ચંદીગઢ- શહેરી ડિઝાઇન અને નિર્માણના કારણે ચંદીગઢને સંપૂર્ણ વિશ્વમાં ભારતના પહેલા નિયોજિત શહેરના રૂપમાં ઓળખાય છે.

ફોટો કર્ટસી- નિતિન બધવાર

સુખના તળાવ

સુખના તળાવ

ચંદીગઢ શહેરમાં શિવલિક પર્વત શ્રેણી પર સ્થિત સુખના તળાવ એક સુરમ્ય સ્થળ છે. આ માનવ નિર્મિત તળાવ 3 કિમી સુધી ફેલાયેલ છે.

ફોટો કર્ટસી- નીતિન બઢવાર

રાજસ્થાન

રાજસ્થાન

જયપુર, ભારતના જુના શહેરોમાંથી એક છે જેને પિંક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્યની રાજધાની કહેવાતા જયપુર શહેર એક અર્ધ રણ વિસ્તારમાં સ્થિત છે.

ફોટો કર્ટસી- નિતેષ પાંડે

જોધપુર

જોધપુર

જોધપુર, જયપુર બાદ રાજસ્થાનનું બીજું સૌથી મોટું રણ પ્રદેશીય શહેર છે. પોતાની અનોખી વિશેષતાઓના કારણે આ શહેરને બે ઉપનામ ‘સન સિટી' અને 'બ્લૂ સિટી' મળેલા છે.

ફોટો કર્ટસી- ટ્રાવેલિંગ સ્લેકર

આગરા

આગરા

આગરા, દેશની રાજધાની દિલ્હીથી 200 કિમીના અંતરે ઉત્તર પ્રદેશનું શહેર આગરા તાજમહેલ માટે જાણીતું છે.

ફોટો કર્ટસી- સન્યમ બહાગા

લખનઉ

લખનઉ

લખનઉને નવાબોની નગરીના નામથી ઓળખવામાં આવે છે. જે ઉત્તર પ્રદેશની રાજધાની છે અને ગોમતી નદીના તટપર આવેલું છે.

ફોટો કર્ટસી- સુશિલ કશ્યપ

ઇલાહાબાદ

ઇલાહાબાદ

ઉત્તર પ્રદેશના સૌથી મોટા શહેર અલ્લાહાબાદ ઘણા મામલામાં ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે. આ માત્ર હિન્દુઓના મહત્વપૂર્ણ શહેર છે. જોકે નહીંતર આજના ભારતને બનાવવવાની તેની મુખ્ય ભૂમિકા રહી છે.

ફોટો કર્ટસી- પાર્થા સારથી સાહના

પટણા

પટણા

પાટલિપુત્ર એટલે કે આધુનિક સમયનું પટણા, ભારતના એક પ્રાચીન શહેર હતું, અને આજે બિહારની વ્યસ્ત રાજધાની છે.

ફોટો કર્ટસી- અક્સવીર

રોહતાસ

રોહતાસ

ઐતિહાસિક રીતે બિહારના રોહતાસ જિલ્લો પૂર્વ મૌર્ય કાળમાં છઠ્ઠી સદી ઇસા પૂર્વથી પાંચમી સદી ઇસા પૂર્વ સુધી મગધ સામ્રાજ્યનો ભાગ હતો.

ફોટો કર્ટસી- બિહાર ઇમેજ

મધુબની

મધુબની

મધુબનીનું નામ લેતા જ સુંદર મધુબની ચિત્રકલાની તસવીર આપણી આંખોની સામે દેખાઇ આવે છે. બિહારનો મધુબની જિલ્લો દરભંગા પ્રમંડળનો ભાગ છે.

ફોટો કર્ટસી- ચમકો રાની

English summary
Take a visual tour of north India through these beautiful pictures which are sure to blow your mind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more