For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલકશ લહેરો અને મંદિરો માટે પ્રખ્યાત છે તમિલનાડુની શાન મહાબલીપુરમ

|
Google Oneindia Gujarati News

મહાબલીપુરમ મંદિરો અને વિશાળ સમુદ્ર કિનારા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અદભૂત કલાત્મક મંદિરો, ચાંદી જેવી ચમકતી રેત, વૃક્ષો અને નયનરમ્ય દરિયાની લહેરો મહાબલીપુરમનો વિશ્વ પ્રસિદ્ધ પર્યટક સ્થળોમાં સમાવેશ કરે છે.

મહાબલીપુરમના મંદિરો તેના નકશી કામ માટે જાણીતા છે. આ મંદિરોમાં વારાહ મંડપમ, કૃષ્ણા મંડપમ, પાંચ રથ, અને શોર ટેમ્પલ જોવાલાયક છે. અહીં પથ્થરોમાંથી બનાવવામાં આવેલી કલાકૃતિઓ પણ જોવાલાયક છે. તો આ વેકેશનમાં મંદિરોના નગર મહાબલીપુરમની સફર કરવામાં આવે. જે તમિલનાડુની રાજધાની ચેન્નઈથી માત્ર 55 કિલોમીટરના અંતરે આવેલું છે.

પંચરથ

પંચરથ

પંચરથ નકશી કામ અને કલાત્મક શૈલી માટે જાણીતું છે. જે પાંચ પાંડવોના નામે ઓળખાય છે. પંચરથની ખાસિયત એ છે કે આ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે.

શોર ટેમ્પલ

શોર ટેમ્પલ

શોર ટેમ્પલ ઐતિહાસિક અને સુંદર મંદિરોમાંથી એક છે. જેની કલાત્મક શૈલી સરાહનીય છે. કહેવામાં આવે છે કે આ મંદિર 8મી સદીનું છે. જે દ્રવિડ શૈલીનું છે. આ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના વિશાળ ચિત્રો બનાવવામાં આવ્યા છે. આ મંદિર વાસ્તુશિલ્પ કલાનો અદભૂત નમૂનો છે.

કૃષ્ણ મંડપમ

કૃષ્ણ મંડપમ

કૃ્ષ્ણ મંડપમ મંદિરમાં કૃષ્ણની કથાઓને પૂર્ણ રૂપે ચિત્રિત કરવામાં આવી છે.

ગુફાઓ

ગુફાઓ

મહાબલીપુરમમાં પર્વતોને કાપીને 9 મંદિર ગુફાઓ બનાવવામાં આવી છે જે અદભૂત છે. આ ગુફાઓમાંથી મહિષાસુરમર્દિની ગુફા સૌથી વધુ આકર્ષક છે.

બાસ રિલીફ

બાસ રિલીફ

માછલી આકારમાં બનાવેલ એક વિશાળ ચટ્ટાનને બાસ રિલીફ હવેલી કહે છે. જેની એકતરફ ભગવાનની મૂર્તિઓ અને બીજી તરફ જાનવરોની સુંદર મૂર્તિઓ બનાવવામાં આવેલી છે.

બેદંગતલમ

બેદંગતલમ

બેદંગતલમ એક અદભૂત પક્ષી અભ્યારણ્ય છે. અહીં અનેક પ્રકારના પક્ષીઓ આવે છે. આ સ્થળ નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમ્યાન વધુ રોમાંચક બની જાય છે. એક જ સ્થળ પર આપ અનેક પ્રકારના પક્ષીઓ નિહાળી શકો છો. આ સ્થળ મહાબલીપુરમથી લગભગ 53 કિલોમીટરના અંતરે આવેલું છે.

ક્રોકોડાઈલ બેંક

ક્રોકોડાઈલ બેંક

મહાબલીપુરમની ક્રોકોડાઈલ બેંકમાં લગભગ 5000 મગર છે.

મહાબલીપુરમ કેવી રીતો જશો

મહાબલીપુરમ કેવી રીતો જશો

હવાઈ માર્ગે- મહાબલીપુરમથી 60 કિલોમીટરના અંતેર ચેન્નાઈ એરપોર્ટ આવેલું છે. ભારતના તમામ મોટા શહેરોથી ચેન્નાઈની ફ્લાઈટસ છે. જ્યાંથી બસ અથવા તો ટેક્સી દ્વારા મહાબલીપુરમ જઈ શકાય છે.

મહાબલીપુરમ કેવી રીતો જશો

મહાબલીપુરમ કેવી રીતો જશો

રેલ માર્ગે-જો આપ રેલ માર્ગે જવા માંગતા હોવ તો ચેન્નાઈ નજીકનું રેલ્વે સ્ટેશન છે. ચેન્ગલપટ્ટુ મહાબલિપુરમનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

મહાબલીપુરમ કેવી રીતો જશો

મહાબલીપુરમ કેવી રીતો જશો

સડક માર્ગે- દક્ષિણ ભારતના તમામ મુખ્ય શહેરોથી સીધી મહાબલીપુરમની બસ સેવા ઉપલબ્ધ છે.

મહાબલીપુરમ ક્યારે જવું

મહાબલીપુરમ ક્યારે જવું

મહાબલીપુરમ ફરવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી જાન્યુઆરી દરમ્યાન છે.

English summary
Mahabalipuram, now officially called Mamallapuram, is a town in the Kanchipuram district of the Tamil nadu state. It is a 7th century port city of the famous Pallava dynasty, a home to various significant monuments that were constructed between the seventh and the ninth centuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X