For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુગલ કાળનું વર્ણન કરે છે ભારતની આ મસ્જિદો

|
Google Oneindia Gujarati News

અત્યારસુધી અમે તમને ભારતના આલિશાન મંદિરોથી અવગત કરાવ્યા છે. હવે અમે તમને એ જણાવ્યું કે, કેવી રીતે મંદિરોએ ભારતની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા છે અને ભારતને એક ધાર્મિક પ્રવાસન હબ બનાવી દીધુ છે. આ ક્રમમા આજે અમે તમને જણાવી રહ્યાં છીએ ભારતની કેટલીક મસ્જિદો અંગે. વાત જ્યારે ભારતની મસ્જિદોની થાય છે ત્યારે તેવામાં અમે મુગલ કાળનું વર્ણન ના કરીએ તો વાત અધૂરી રહેશે.

મસ્જિદ, મુસ્લિમ સમુદાય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું એ સ્થળ છે, જ્યાં સમુદાયના લોકો નમાજ અદા કરે છે અને પોતાના ખુદાને યાદ કરે છે. ભારતમાં બનેલી આ મસ્જિદોની શૈલી ઘણી જ સારી છે. જો ઐતિહાસિક તથ્યો પર નજર ફેરવવામાં આવે તો જાણવા મળે છે કે, શાસનકાળ ભારતીય સ્થાપત્ય કળાનો સુવર્ણયુગ માનવામાં આવે છે. તેમના શાસનકાળમાં અનેક સુંદર ઇમારતો સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ જ કાળમાં નિર્મિત મસ્જિદોને આજે પણ સ્થાપત્ય કળાનો બેજોડ નમૂનો માનવામાં આવે છે. જો તમે આ મસ્જિદોને ધ્યાનથી જુઓ તો જાણવા મળશે કે, ક્યાંક આ મસ્જિદો પર ભારતીય મંદિરોની છાપ છે, ક્યાંક ઇરાની વાસ્તુકળાને ઘણી જ સુંદરતાથી દર્શાવવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતમાં બનેલી આવી મસ્જિદો અંગે.

જામા મસ્જિદ, દિલ્હી

જામા મસ્જિદ, દિલ્હી

જામા મસ્જિદ ભારતની સૌથી જૂની અને સૌથી મોટી મસ્જિદોમાંની એક છે. આ મસ્જિદને સમ્રાટ શાહજંહા દ્વારા બનાવવામાં આવી હતી. આ મસ્જિદનું નિર્માણ 1650માં શરૂ કરવામાં આવ્યું હતું જે 1656માં પૂર્ણ થયુ હતુ. આ મસ્જિદ ચોવરી બજાર રોડ પર સ્થિત છે. મસ્જિદ જૂની દિલ્હીના મુખ્ય આકર્ષણોમાનું એક છે. આ વિશાલ મસ્જિદમાં 25 હજાર ભક્ત એક સાથે પ્રાર્થના કરી શકે છે. આ ત્રણેય રાજસી દ્વાર છે, 40 મીટર ઉંચા ચાર મીનારા છે, જે લાલ બલુઆ પથ્થરો અને સફેદ સંગેમરમરમાંથી બનેલા છે. આ મસ્જિદમાં સુંદરતાથી કોતરણી કરવામાં આવેલા લગભગ 260 સ્તંભ છે, જેમાં હિન્દુ અને જૈન વાસ્તુકળાની છાપ જોવા મળે છે.

તાજ-ઉલ-મસ્જિદ, ભોપાલ

તાજ-ઉલ-મસ્જિદ, ભોપાલ

ભોપાલ સ્થિત આ મસ્જિદ ભારતની સૌથી વિશાલ મસ્જિદમાની એક છે. આ મસ્જિદનું નિર્માણ કાર્ય ભોપાલના આઠમા શાસક શાહજહાં બેગમના શાસન કાળનો પ્રારંભ થયો હતો, પરંતુ પૈસાની અછતના કારણે તેમના જીવતા જીવ આ મસ્જિદ બની શકી નહીં. નોંધનીય છે કે,1971માં ભારત સરકારની દખલ બાદ આ મસ્જિદ સંપૂર્ણપણે તૈયાર થઇ શકી. ગુલાબી રંગની આ વિશાળ મસ્જિદની બે સફેદ ગુંબદનુમાં મિનારો છે, જેમણે મદરસે રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ વાર્ષિક ઇજતિમા પ્રાર્થના ભારતભરના લોકોનું ધ્યાન ખેંચે છે.

મક્કા મસ્જિદ, હૈદરાબાદ

મક્કા મસ્જિદ, હૈદરાબાદ

મક્કા મસ્જિદ, ભારત સ્થિત એક પ્રસિદ્ધ મસ્જિદ અને એક ઐતિહાસિક ઇમારત છે. આ મસ્જિદની ગણના ભારતની સૌથી જૂની અને સૌથી મોટી મસ્જિદોમાં થાય છે. આ મસ્જિદનું નિર્માણ મુહમ્મદ કુલી કુત્બ શાહ, જે હૈદરાબાદના છઠ્ઠા સુલતાન હતા તેમણે 1617માં મીર ફૈજુલ્લાહ બૈગ અને રંગિયાહ ચૌધરીના સહયોગથી બનાવી. કહેવામાં આવે છે કે, આ કામ અબ્દુલ્લાહ કુતુબ શાહ અને તના શાહના સમયમાં ચાલુ થયું અને 1694માં મુગલ સમ્રાટ ઔરંગજેબના સમયમાં પૂર્ણ થયુ. એવુ પણ કહેવામાં આવે છે કે, તેને બનતા અંદાજે 8000 રાજગીર અને 77 વર્ષ લાગ્યા.

જામા મસ્જિદ, શ્રીનગર

જામા મસ્જિદ, શ્રીનગર

શ્રીનગરમાં બનેલી મસ્જિદોમાની સૌથી જૂની અને ખાસ જામા મસ્જિદને 1400 ઇ.માં બનાવવામાં આવી હતી. સ્થાનિક લોકો આ મસ્જિદને શુક્રવારની મસ્જિદથી પણ ઓળખે છે. જામા મસ્જિદને પ્રાચીન સમયમાં ચાલેલા વિવાદના કારણે નષ્ટ કરી દેવામાં આવી હતી, અનેકવાર તેનુ પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતુ, છેલ્લે મહારાજા પ્રતાપ સિંહે પોતાની દેખરેખમાં તેને બનાવડાવી હતી અને ત્યારથી તે ઠીક છે. આ મસ્જિદ ભારતીય સામગ્રી અને મુસ્લિમ કલાકૃતિના મિશ્રણથી બનાવેલું બેમિસાલ ધાર્મિક કેન્દ્ર છે. આ મસ્જિદના વાસ્તુકળાને બ્રિટિશ વાસ્તુકારોએ ડિઝાઇન કર્યુ હતુ. જેને ઇન્ડો- સારાસેનિક વાસ્તુકળાના નામથી જાણીતુ છે. આ અદભૂત ડિઝાઇનનું પરિણામ એ છે કે આ મસ્જિદને શિખર પર એક પણ ગુંબદ નથી, જે હંમેશા દરેક મુસ્લિમ કલાકૃતિઓ અને ધાર્મિક સ્થળો પર હોય છે.

જામા મસ્જિદ, આગરા

જામા મસ્જિદ, આગરા

જામા મસ્જિદનુ નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ 1648માં પોતાની પુત્રી જહાંઆરા બેગમને શ્રદ્ધાંજલિ આપવા માટે કર્યું હતુ. આ જામી મસ્જિદ અને જુમા મસ્જિદના નામથી પણ જાણીતી છે. સાધારણ ડિઝાઇનથી બનેલી આ મસ્જિદનું નિર્માણ લાલ બલુઆ પથ્થરથી કરવામા આવ્યુ છે અને તેને સફેદ સંગેમરમરથી સજાવવામાં આવી છે. તેની દિવાલ અને છત પર નકલી પેઇન્ટનો પ્રયોગ કરવામા આવ્યો છે. શહેરની વચ્ચે આગરા ફોર્ટ રેલવે સ્ટેશન સામે સ્થિત આ મસ્જિદ ભારતની વિશાલ મસ્જિદોમાની એક છે.

જામા મસ્જિદ લખનઉ

જામા મસ્જિદ લખનઉ

જામા મસ્જિદ, ત્રણ ગુંબદો અને બે મીનારોની સાથે લખનઉમાં અવધના નવાબોના યુગની વિલાસિતા અને સંપન્નતા માટે એક ઉલ્લેખનીય સાક્ષીના રૂપમાં ઉભી આજે પણ પોતાની દાસ્તાન કહે છે. નવાબ મોહમ્મદ અલી શાહ એક એવી મસ્જિદ બનાવવા માગતા હતા, જે દેશની અન્ય મસ્જિદોથી ભવ્ય અને આકર્ષક હોય, જો કે, બાદમાં તે જીર્ણ ગઠિયાથી પીડિત થઇ ગયા હતા અને તેમનું મૃત્યુ થયુ હતુ. તેમની મોતથી તેમનો ડ્રીમ પ્રોજેક્ટ અધૂરો જ રહી ગયો, બાદમાં તેમની બેગમે તેને પૂર્ણ કર્યુ. આ મોટી મસ્જિદ 4950 વર્ગ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલી છે. આ મસ્જિદની વાસ્તુકળા ડિઝાઇન, અતિ સુંદર સજાવટ, કોતરણી અને મસ્જિદની દિવાલો પર કરવામાં આવેલું લખાણ, હિન્દુ અને જૈન ધર્મનો પ્રભાવ દર્શાવે છે.

સર સૈયદની મસ્જિદ, અલીગઢ

સર સૈયદની મસ્જિદ, અલીગઢ

સર સૈયદ મસ્જિદ, અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય પરિસર અંતર્ગત આવતા સર સૈયદ હોલમાં છે. આ મસ્જિદની ગણના ભારતની ગણીગાંઠી મસ્જિદોમાં થાય છે. વિશ્વવિદ્યાલય ક્રિકેટ ગ્રાઉન્ડથી જ તમે આ મસ્જિદને જોઇ શકો છો. આ મસ્જિદની ખાસ વાત એ છે કે વિશ્વવિદ્યાલયના સંસ્થાપક સર સૈયદ અહમદ કાનની સમાધી પણ આ મસ્જિદમાં છે. જો તમે આ મસ્જિદને ધ્યાનથી જુઓ તો તમને જાણવા મળશે કે આ મસ્જિદની સંરચના પાકિસ્તાનના લાહોરમાં મોજૂદ મુગલ બાદશાહી મસ્જિદને મળતી આવે છે.

મલિક દીનાર મસ્જિદ, કાસરગોડ

મલિક દીનાર મસ્જિદ, કાસરગોડ

મલિક દીનાર મસ્જિદ એક ઐતિહાસિક સ્મારક છે, જે કાસરગોડમાં ઇસ્લામની સ્થાપનાની નિશાની છે. તેની સ્થાપના મલિક ઇબિન દીનાર દ્વારા કરવામાં આવી હતી, જેમણે ભારતમાં સૌથી પહેલા ઇસ્લામ ધર્મનો પ્રચાર કર્યો. આ માત્ર ભારતના મુસલમાનો માટે જ નહીં, પરંતુ વિશ્વ ભરમાં એક મહત્વપૂર્ણ સ્થળ છે. દર વર્ષે મલિક ઇબ્ન દિનાના આગમનને મનાવવા માટે આ મસ્જિદમાં એક ભવ્ય તહેવાર આયોજિત કરવામાં આવે છે. આ તહેવારમાં આખા ભારતના શ્રદ્ધાળુ ભાગ લે છે. મસ્જિદની વાસ્તુકળા પારંપરિક કેરળ શૈલીની છે અને અત્યંત સુંદર અને આકર્ષક છે.

ટીપુ સુલ્તાન શાહી મસ્જિદ, કોલકતા

ટીપુ સુલ્તાન શાહી મસ્જિદ, કોલકતા

ટીપુ સુલ્તાન શાહી મસ્જિદની ગણના કોલકતાની સૌથી પ્રસિદ્ધ મસ્જિદોમાં થાય છે. આ મસ્જિદ જે એક તરફ સુંદર છે તો બીજી તરફ તે એક શાનદાર વાસ્તુકલા દર્શાવે છે. આ મસ્જિદનું નિર્માણ 1832માં પ્રિન્સ ગુલામ મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ટીપુ સુલ્તાનના નાના પુત્ર હતા.

English summary
popular mosques india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X