ખરા ભારતને જોવું હોય તો જતા રહો આ રિવર ક્રૂઝ પર

Posted By:
Subscribe to Oneindia News

શું તમે ક્યારેય તમારા નજીકના લોકોથી દૂર રહીને જિંદગી વિતાવવા અંગે વિચાર્યું છે? શું તમે ક્યારેય એક એવી યાત્રાની કલ્પના કરી છે, જ્યાં તમારી સાથે માત્ર અને માત્ર આકાશમાં ચમકતા તારા હોય અને શહેર ઘણું દૂર દેખાય? નદીઓ કોઇપણ સંસ્કૃતિના દિલની ધડકન હોય છે અને માનવ જીવનમાં તેનું ખાસ મહત્વ હોય છે, તો પછી કેમ નહીં કોઇ ક્રૂઝના માધ્યમથી જીવન અને પ્રકૃતિને નજીકથી જોવામાં આવે.

ધાર્મિક પ્રવાસન હોય અથવા તો એડવેન્ચર પ્રવાસન, ભારત પાસે એક પ્રવાસી માટે ઘણું બધુ છે. ભારતમાં એવા ઘણું બધુ છે કે જે હંમેશાથી એક પ્રવાસીને યાત્રા કરવા માટે પ્રેરિત કરે છે. અત્યાર સુધી તમે ટેક્નોલોજીના અલગ-અલગ સંસાધનોના માધ્યમથી યાત્રા કરી હશે અને કદાચ જ તમને કોઇ ક્રૂઝ પર જવાની તક મળી હોય, તો ચાલો આજે તસવીરો થકી ભારતના કેટલીક મનપસંદ ક્રૂઝ યાત્રા અંગે જાણીએ.

બ્રહ્મપુત્ર રિવર ક્રૂઝ
  

બ્રહ્મપુત્ર રિવર ક્રૂઝ

બ્રહ્મપુત્ર નદી પર ક્રૂઝ કરીને આસામની ભૂમિને નિહાળવી એ એક ખાસ વાત બની જાય છે. આ ક્રૂઝ પર જવાથી તમે ભારતના સૌથી મોટા રિવર આઇલેન્ડ મજૌલીને જોઇ શકો છો. તમે જોરહાટના સુંદર બાગોને નીહાળી શકો છો. સુઅલકુચીમાં તમે આસમિયા સિલ્કની ખરીદી કરી શકો છો.

ગંગા રિવર ક્રૂઝ
  

ગંગા રિવર ક્રૂઝ

પવિત્ર ગંગા નદી પર ક્રૂઝ સાંભળતા જ તમને એક અલૌકિક આનંદ આપે છે. આ ક્રૂઝના માધ્યમતી તમે એક તરફ ઉત્તર ભારતને નિહાળી શકો છો તો બીજી તરફ તમે પ્રકૃતિની ઘણી નજીક પહોંચી જાઓ છો. આ ક્રૂઝ દરમિયાન તમે ઉત્તર ભારતમાં એક ઐતિહાસિક સ્મારકોનો પણ આનંદ ઉઠાવી શકો છો.

નર્મદા ડે ક્રૂઝ
  

નર્મદા ડે ક્રૂઝ

પોતાનમાં તમામ સુંદરતા લઇને બેસેલા મધ્ય પ્રદેશને ક્રૂઝના માધ્યમથી કોણ જોવા નહીં ઇચ્છતુ હોય. જો તમે મધ્ય પ્રદેશના પાણીમાં બેસીને જોવા માગો છો તો તમે નર્મદા ડે ક્રૂઝની પસંદગી કરી શકો છો. આ ટ્રીપ દરમિયાન તમારે જબલપુરના પર્વતોને અવશ્ય જોવા જોઇએ.

ગોદાવરી રિવર ક્રૂઝ
  
 

ગોદાવરી રિવર ક્રૂઝ

મહારાષ્ટ્ર થઇને આંધ્ર પ્રદેશ સુધી ગોદાવરી નદીના ક્રૂઝ એ લોકો માટે છે, જેમની અંદર કંઇક અલગ કરવાનો જૂસ્સો છે. આ ક્રૂઝ દરમિયાન તમે નાસિક, ધર્મપૂરી, રાજામુંડરી અને પોન્ડેચરી જેવા સુંદર સ્થળોને જોઇ શકો છો.

સુંદરવન ક્રૂઝ
  

સુંદરવન ક્રૂઝ

જો તમે વન્યજીવનને નિહાળવાનો શોખ ધરાવતા હોવ તો પછી આ ક્રૂઝ તમારા માટે છે. આ ક્રૂઝની યાત્રા પર તમને એ નજારાઓ જોવા મળશે, જેની કલ્પના તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં કરી હોય. આ ક્રૂઝ દરમિયાન તમને રોયલ બેંગોલ ટાઇગર, કોબરા અને વોટર મોનિટર જેવા દુર્લભ જીવ તમને જોવા મળી શકે છે.

હૂગલી રિવર ક્રૂઝ
  

હૂગલી રિવર ક્રૂઝ

જેવો ગંગા નદીનો પ્રવેશ કોલકતામાં થાય છે તો તેને સ્થાનિક લોકો દ્વારા હૂગલીના નામથી ઓળખવામાં આવે છે. આ ક્રૂઝની યાત્રાના માધ્યમથી તમે પશ્ચિમ બંગાળના ગ્રામીણ જીવનને અનુભવી શકો છો. આ ક્રૂઝ દરમિયાન તમે માયાપુરથી થઇને જશો, ત્યારે તમેને એક ટેમ્પલ ટાઉન જોવા મળશે, સાથે જ પશ્ચિમ બંગાળના એક સુંદર શહેર કલનાને પણ જોઇ શકો છો.

English summary
Here are some river cruises of India that you should not miss out on.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.