For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોલ્વો જેવી બસોમાં યાત્રા દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતો

|
Google Oneindia Gujarati News

‘મોબાઇલ ફોનના અલાર્મથી મારી આંખો ખુલી, સવારના 4.45 વાગ્યા હતા. દરરોજની જેમ હું એ સમયે ઉઠીને દિવસની પહેલી નમાજ પઢતો હતો. એ સમયે બસના પાછળના ભાગમાં એક ધમાકાનો અવાજ સંભળાયો. હું કઇ સમજુ તે પહેલા જ બસના પાછળના ભાગમાં આગ લાગી ગઇ. હું સંપૂર્ણપણે ગભારઇ ગયો હતો, મે લોકોને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકો ઉંઘી રહ્યાં હતા. મે ઝડપભેર બસમાં લાગેલા હથોડાથી બસનો કાચ તોડ્યો અને બહાર કૂદી ગયો.'

આ કોઇ ફિલ્મનું ક્લાઇમેક્સ નથી, પરંતુ બેંગ્લોરના એક ખુશકિસ્મત વ્યક્તિ સૈયદની જુબાની છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદ જઇ રહેલી વોલ્વો બસને જે દુર્ઘટના નડી, તે ઘણી દર્દનાક હતી. આ દુર્ઘટનામાં 42 લોકોના મોત નીપજ્યાં અને 7 લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં. બેંગ્લોરના બનશંકરી નિવાસી સૈયદ હાફિઝ પણ એ સાત લોકોમાના એક છે.

વોલ્વો જેવી વૈભવી બસોમાં મુસાફરી કરવાનું ચલણ આપણે ત્યાં ઝડપથી વધી રહ્યું છે. આજના સમયમાં લોકો લાંબા અંતરની મુસાફરી માટે આવી જ બસો પસંદ કરે છે, કારણ કે તેમાં સહેલાયથી સીટ મળી જાય છે અને મુસાફરી પણ આરામદાયક હોય છે. પરંતુ આવું પહેલીવાર બન્યુ કે, ચાલતી બસ આગનો ગોળો બની ગઇ અને એક સાથે 42 લોકોને ભરખી ગઇ. આજે અમે તમને આ લેખમાં આવી બસોમાં મુસાફરી કરતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવું જોઇએ તે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો, વોલ્વો જેવી બસોમાં યાત્રા કરતી વખતે કઇ કઇ બાબતો પર ધ્યાન આપવું જોઇએ.

બસોમાં સીટ બેલ્ટ

બસોમાં સીટ બેલ્ટ

વોલ્વો જેવી લક્ઝરી ફીચર્સવાળી બસોમાં સીટ બેલ્ટને સામેલ કરવામાં આવે છે, સામાન્ય રીતે લોકો, યાત્રા દરમિયાન સીટ બેલ્ટ પહેરતા કતરાય છે, પરંતુ આવું કરવું ઠીક નથી, જીહાં, હાઇવે પર ઝડપ દરમિયાન અચાનક બ્રેક લગાવવાથી યાત્રી પોતાના સ્થાનેથી આગળની તરફ ઝુકે છે, આ દશામાં તમને ઇજા થઇ શકે છે, તેથી સીટ બેલ્ટ બાંધવાનું ના ભુલો.

જ્વલનશીલ વસ્તુઓ ના લઇ જાઓ

જ્વલનશીલ વસ્તુઓ ના લઇ જાઓ

આ અંગે સરકાર તરફથી પણ અવાર નવાર પ્રચાર કરવામાં આવે છે કે, યાત્રા દરમિયાન વિસ્ફોટક કે પછી જ્વલનશીલ વસ્તુઓ ના લઇ જાઓ. યાદ રાખો કે મુલ્યવાન વસ્તુઓને લઇ જાઓ ના કે મોતના સામનને. ગેસ સિલિન્ડર, ફટાકડાં, સ્ટવ, એસિડ વિગેરે જેવી વસ્તુઓ યાત્રા દરમિયાન ના લઇ જાઓ.

સામાન સીટ નીચે ના રાખો

સામાન સીટ નીચે ના રાખો

યાત્રા દરમિયાન ક્યારેય પણ પોતાનો સામાન બસમાં સીટ નીચે અથવા અન્ય સ્થાને ના મુકો, ધ્યાન રહે કે, બસની અંદર એવી બેગ હોય કે જેને તમે સહેલાયથી કેરી કરી શકો.

બાળકોનું ખાસ ધ્યાન રાખો

બાળકોનું ખાસ ધ્યાન રાખો

યાત્રા દરમિયાન બાળકોનું ખાસ ધ્યાન રાખો, તેમને એવા સ્થળે બેસાડો, જ્યાં તેમના પર તમારી નજર રહે. તેમને ક્યારેય એકલા ના છોડો. કોઇપણ આપાત સ્થિતિમાં બાળકોને સૌથી પહેલા બસની બહાર નીકાળો.

બસમાં ઉભા ના રહો

બસમાં ઉભા ના રહો

આ થોડું મુશ્કેલ છે, પરંતુ પ્રયત્ન કરો કે યાત્રા દરમિયાન બસામાં ઉભા ના રહો. આવું કોઇ ઇચ્છતું ના હોય કે યાત્રા ઉભા રહીને કરવી પડે પરંતુ મજબૂરીમાં લોકો આવું કરે છે, પરંતુ આ દરમિયાન સજાગ રહો અને અચાનક બ્રેક લાગતી વખતે પોતાની જાતને સંભાળીને રાખો.

કુલ ત્રણ ઇમરજન્સી ગેટ

કુલ ત્રણ ઇમરજન્સી ગેટ

તમને જણાવી દઇએ કે બસમાં કુલ ત્રણ ઇમરજન્સી ગેટ હોય છે, પહેલો દ્વાર બસના મધ્યમાં હોય છે, બીજો બસની પાછળ અને ત્રીજો બસની છત પર હોય છે. તો હંમેશા દિમાગમાં આ વાતને રાખો કે આપાત સ્થિતિમાં તત્કાળ ઇમરજન્સી ગેટને ખોલો અને તમામ યાત્રીઓને પણ તેનાથી અવગત કરો.

છત પરનો ગેટ એક્ઝિટ પોઇન્ટ

છત પરનો ગેટ એક્ઝિટ પોઇન્ટ

આ બસની છત પર લાગેલો એક્ઝિટ પોઇન્ટ હોય છે, જ્યારે પણ બસમાં મુસાફરી કરો તો બસના સહચાલક પાસેથી આ દરવાજો ખોલવા અંગેની જાણકારી મેળવી લો. યાત્રા દરમિયાન ઓછામાં ઓછા એક યાત્રીને આ અંગે જાણકારી હોવી જરૂરી છે.

બસમાં અગ્નિશામક યંત્ર કામ કરે છે કે નહીં

બસમાં અગ્નિશામક યંત્ર કામ કરે છે કે નહીં

સામાન્ય રીતે બસમાં અગ્નિશામક યંત્ર લાગેલા હોય છે, પરંતુ જરૂર પડ્યે તે કામ કરતા નથી. આવી દશામાં સરકાર અને જનતા બન્ને સજાગ હોવી જોઇએ. તમે એક યાત્રી સાથે જવાબદાર નાગરીક પણ છો, જો તમને લાગે કે આ યંત્ર યોગ્ય નથી તો તે અંગે સહચાલકને ફરિયાદ કરો. આ ઉપરાંત બસમાં કોઇપણ પ્રકારની આગ લાગે તો એ સ્થિતિમાં ડરો નહીં, પહેલા અગ્નિશામક યંત્રનો પ્રયોગ કરો અને જો સ્થિતિ અનુકુળ ના હોય તો આગામી પગલું ઉઠાવો.

બસમાં એક હથોડો હોય છે

બસમાં એક હથોડો હોય છે

બસમાં એક ઇમરજન્સી બારીની પાસે એક હથોડો લાગેલો હોય છે, કોઇપણ આપાત સ્થિતિમાં તત્કાળ હથોડાનો પ્રયોગ કરીને બારીને તોડીને બહાર નીકળો.

પરિવારજનોને અવગત કરો

પરિવારજનોને અવગત કરો

યાત્રા દરમિયાન પોતાના પરિવારજનોને યાત્રા અંગે અવગત જરૂર કરો, એટલું જ નહીં અમુક સમયના અંતરે વાસ્તવિક સ્થળે હોવા અંગે પણ જરૂરથી બતાવો.

બસ વધુ ગતિએ જતી હોય તો જાણ કરો

બસ વધુ ગતિએ જતી હોય તો જાણ કરો

જો બસનો ચાલક વધુ ઝડપથી બસ હાંકરી રહ્યો હતો તે તેને ધીમે ચલાવવા માટે કહો અને જો એ ના માને તો બસમાં ડિપોનો સંપર્ક કરવા માટે એક નંબર હોય છે તેના પર ફોન કરીને ફરિયાદ નોંધાવો.

ડ્રાઇવરને પરેશાન ના કરો

ડ્રાઇવરને પરેશાન ના કરો

જો બસ ચાલક યોગ્ય રીતે બસ ડ્રાઇવિંગ કરી રહ્યો હોય તો તેને કારણ વગર પરેશાન ના કરો.

English summary
The recent horrific accident involving a Volvo Bus which resulted in the death of several passengers has brought to light safety concerns during Travel by luxury buses such as Volvos. High end luxury buses such as those by Volvo and Mercedes Benz have several safety features, of which passengers are unaware.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X