ઝાકળના ખોળામાં છૂપાયેલા પર્વતોની ભૂમિ છે સિલીગુડી
લાંબા સમયથી સિલીગુડીને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની મહત્વપૂર્ણ ખ્યાતિના એક પ્રવાસન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં એક આત્મ નિરંતર નગરીના રૂપમાં વિકસિત થયું છે. અહીં પ્રવાસી માટે જોવાલાયક અનેક સ્થળો છે. બાગડોગરામાં બનેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો તથા અન્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલા આ રેલવે સ્ટેશનના કારણે અહીં પહોંચવુ ઘણું જ સહેલું બની જાય છે. તેની નજીક વસેલી નગરી સિલીગુડી પ્રવાસનની સંભાવનાઓને વિશાળ બનાવી દે છે.
રાજસી હિમાલય પર્વતમાળાની તળેટી પર સ્થિત સિલીગુડીને એક શૈક્ષણિક કેન્દ્રના રૂપમાં માનવામાં આવે છે અને રાજ્ય તથા દેશના છાત્ર પોતાનુ પ્રારંભિક વર્ષ આ પૂર્વ ભારતીય સ્વર્ગમાં વિતાવવાની ઇચ્છા રાખે છે. ભૌગોલિક દૃષ્ટિએ એક તરફ સિલીગુડી નેપાળની સરહદ સાતે જોડાય છે, તો બીજી તરફ બાંગ્લાદેશની સરહદ સાથે જોડાય છે.
સિલીગુડી ભારતના અનેક વિભિન્ન પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાયેલું છે. સિલીગુડી રાજ્યના ઉત્તર ભાગના અન્ય વિભિન્ન પ્રવાસન સ્થળો માટે પણ એક આધાર છે અને આ નાની વસ્તીઓને જોવા માટે એક શાનદાર સ્થળ છે, જે સિલીગુડીથી અમુક કલાકોના અંતરે આવેલું છે. સિલીગુડીમાં અનેક પ્રતિષ્ઠિત અને રોચક સ્થળો છે. જેમાં ઇસ્કોન મંદિર, મહાનંદા વન્યજીવ અભ્યારણ્ય, વિજ્ઞાન નગરી, કોરોનેશન પુલ, સાલૂગારા મઠ, મધુબન ઉદ્યાન અને ઉમરાવ સિંહ બોટ ક્લબ સામેલ છે.
ભારતના મોટા ભાગના શહેરોની જેમ સિલીગુડીમાં પણ દિવાળી, ભાઇ ટીકા, દુર્ગા પૂજા, કાલી પૂજા અને ગણેશ પૂજા જેવા પ્રમુખ તહેવારો મનાવવામા આવે છે. બૈસાખીનો મેળો સિલીગુડીના સૌથી જૂના ઉત્સવો માનો એક છે. અહીંના સ્થાનિક લોકો ઘણા જ ઉદાર-ચિત્ત છે અને અહીં તહેવારોના મોસમમાં અનેક સમકાલની કાર્યક્રમ જેમ કે ફેશન શો તથા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. હસ્ત શિલ્પ ઉત્સવ, પુસ્તક મેળા અને લેક્જપો મેળા આયોજિત કરવામા આવતા અનેક કાર્યક્રમોના કેટલાક નામો છે. અધિકાંશ કાર્યક્રમ કંચનજંગા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવે છે, જે આ શહેરની વચ્ચોવચ સ્થિત છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સિલીગુડીને.

કોરોનેશન બ્રિજ
સિલીગુડીમાં આવેલો કોરોનેશન બ્રિજ

હરિયાળી અને પાર્ક
સિલીગુડીમાં આવેલા કોરોનેશન બ્રિજ પાસે હરિયાળી અને પાર્ક

સુંદર દ્રશ્ય
સિલીગુડીમાં આવેલા કોરોનેશન બ્રિજનું સુંદર દ્રશ્ય

સાલૂગારા મઠ
સિલીગુડીમાં આવેલા સાલૂગારા મઠમાં તાશી ગોમાંગ સ્તૂપ

સાયન્સ સિટી
સિલીગુડીમાં આવેલી સાયન્સ સિટી