શાંત વાતાવરણમાં શીતળતા બક્ષે છે ગોવાનું આ શહેર

Posted By:
Subscribe to Oneindia News

ગીચ વસ્તી હોવા છતાં પણ સિંક્વેરિમમાં ઘણી જ શાંતિ છે, જે ગોવા આવતા પ્રવાસી માટે પાર્ટી ઝોન અને બીચના દેકારાઓથી દૂર રહેવામાં મદદરૂપ સાબિત થાય છે. સિંક્વેરિમ બીચ, રાજધાની પણજીથી 13 કિમી અને ઉત્તરીય ગોવાના પ્રસિદ્ધ પાર્ટી ઝોન કેંડોલિમ બીચથી અમુક કિમીના અંતરે છે. અહીં પહોંચવુ સહેલું છે.

આ બીચ ઘણું શાંત છે, જ્યાં સીમિત વોટર સ્પોર્ટ્સ છે, મોટા ભાગના એજન્ટ તમને પરેશાન નથી કરતા અને અદભૂત નજારો જોવા મળે છે. પિકનિક માટે તમે અહીંથી 2 કિમી દૂર અરવલમ ઝરણા પર જઇ શકો છે. 50મી ઉંચે અરવલમ ઝરણાંમાંથી પર્વતોનું નિર્મલ પાણી પડે છે. ધાર્મિક યાત્રીઓ માટે આ ઝરણુ રુદ્રેશ્વર મંદિર પાસે છે. અહીં આવો ત્યારે આસપાસ સ્થિત અરવલમ ગુફાઓને પણ જોઇ શકો છો. જે બહુ લાંબી નથી.

સિંક્વેરિમ અંગે વાત કરીએ તો આ બીચ પર અનેક શૈક છે, જેમાં મોટાભાગે સસ્તો દારૂ અને ગોવાનું સ્વાદિષ્ટ ખાવાનું મળે છે. કેંડોલિમથી સિંક્વેરિમ પહોંચવુ ઘણું સહેલું છે, જ્યાં ટેક્સી અને રિક્ષા ઉપ્લબ્ધ છે. પણજીથી તમે ઉત્તર દિશા તરફ જતી બસ અથવા ટેક્સી લઇ શકો છો. તમે પણજીથી ભાડા પર બાઇક લઇને પણ સિંક્વેરિમ અને આસપાસના તટો જેમ કે, કેંડોલિમ, અંજુના, બાગા અને કેલેંગ્યૂટ સુધી જઇ શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ ગોવાના સિંક્વેરિમને.

અર્યાલેમ ગુફા
  

અર્યાલેમ ગુફા

ગોવામાં આવેલી અર્યાલેમ ગુફાઓની તસવીર

સિંક્વેરિમ બીચ
  

સિંક્વેરિમ બીચ

ગોવામાં આવેલુ સિંક્વેરિમ બીચમાં પાણીને સ્પર્શી રહેલા પામના વૃક્ષ

એક સુંદર નજારો
  

એક સુંદર નજારો

ગોવામાં આવેલા સિંક્વેરિમ બીચનો સુંદર નજારો

રંગબેરંગી નૌકાઓ
  

રંગબેરંગી નૌકાઓ

ગોવાના સિંક્વેરિમ બીચ પર રંગબેરંગી નૌકાઓનો નજારો

English summary
Sinquerim is close to the action but still manages to maintain its sense of calm and offers a pristine experience to tourists looking to escape the hustle bustle of the Goa party zones and beaches. Siquerim beach located very convenient 13 kilometres from the capital Panjim and a stone throw away from the famous North Goa party zone of Candolim beach, is very easy to access.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.