ક્યારેક ગુજરાતનું આ ચમકતું શહેર કહેવાતું હતું સૂર્યપુર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિ સુરત આજે પોતાના વસ્ત્રો અને હીરા માટે જાણીતું છે. આ ધૂમધામ અને ચમકની પાછળ એક ઐતિહાસિક મહત્વ અને મહિમા છે. ઇ.સ.1990માં સુરતનું નામ હતું સૂર્યપુર, એટલે કે સૂર્ય ભગવાનનું શહેર. બાદમાં 12મી સદીમાં અહી પારસી આવીને રહેવા લાગ્યા હતા. કુતુબુદ્દીન એબક દ્વારા હુમલો કરવામા આવ્યો ત્યાં સુધી સુરત પશ્ચિમી ચાલુક્ય સામ્રાજ્યનો એક ભાગ હતો. 1514માં, ગોપી નામના એક બ્રાહ્મણ, કે જેઓ ગુજરાત સલ્તનતમાં એક મહત્વપૂર્ણ અધિકારી હતા, તેમણે વ્યાપારીઓને સુરતમાં વસવા માટે રાજી કરી લીધા, જેના કારણે આ શહેરનો એક પ્રમુખ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ થયો. આ શહેરની સુરક્ષા માટે સુલ્તાને એક દીવાલનું નિર્માણ કરાવ્યું, જેના પુરાવા તેના અવશેષોમાંથી મળી શકે છે, જે આજે પણ હયાત છે.

 

મુગલ સમ્રાટો અકબર, જહાંગીર,શાહજહાંના શાસનકાળ દરમિયાન આ શહેર વ્યાપાર માટે એક મુખ્ય બંદર તરીકે ઉભર્યું હતું. આ ભારતનું એક વ્યસાયિક કેન્દ્ર બની ગયું હતુ અને એક શાહી ટકસાળ સ્થાપિત કરવામાં આવી હતી. સુરત બંદર હજ માટે મક્કા જનારા મુસ્લિમ તીર્થયાત્રીઓ માટે પ્રસ્થાન સ્થળ બની ગયું હતું. બ્રિટિશકાળ દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજોએ આ બંદર પર ફરવાનો આરંભ કર્યો હતો. સુરત વ્યાપારનું એક ટ્રાંસિટ પોઇન્ટ બની ગયું હતું. અંગ્રેજો દ્વારા પોતાના વ્યાપારિક કેન્દ્ર બંબંઇ શિફ્ટ કર્યા ત્યાં સુધી સુરત ભારતના સમૃદ્ધ શહેરોમાનું એક હતું. ધીરે ધીરે સુરતનું ગૌરવ ઓછું થવા લાગ્યું.

પારસી અગિયારી, મરજન શમી રોઝા, ચિંતામણી જૈન મંદિર, વીર નર્મદ સરસ્વતી મંદિર, ગોપી તળાવ અને નવ સઇદ મસ્જિદ, રાંદેર અને જામા મસ્જિદ, નવસારી, બિલિમોરા, ઉધવાડા, સુરત મહલ વિગેરે મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો છે. નારગોળ, દાંડી, ડુમસ, સુવાલી અને તીથલ વિગેરે સુરતના મહત્વપૂર્ણ સમુદ્રતટ છે. વિશ્વભરમાં સુરત હીરા અને કપડાંના વ્યવસાયના એક મહત્વપૂર્ણ કેન્દ્રના રૂપમાં પ્રસિદ્ધ છે. વિશ્વભરના બજારોમાં કુલ હીરાના 92 ટકા હીરા સુરતમાં કાપવામાં અને પોલીશ કરવામાં આવે છે. ભારતના કોઇપણ શહેરની તુલનામાં કઢાઇની મશીનોની સંખ્યા સુરતમાં વધારે હોવાના કારણે તેને ભારતની કઢાઇ રાજધાની પણ કહેવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સુરતના પ્રવાસન સ્થળોને.

વસ્ત્ર બજાર
  

વસ્ત્ર બજાર

સુરતમાં આવેલું વસ્ત્ર બજાર

યુરોપીયન કબરો
  

યુરોપીયન કબરો

સુરતમાં આવેલી યુરોપીયન કબરોની અંદરનું દ્રશ્ય

સુરતમાં યુરોપીયન કબરો
  

સુરતમાં યુરોપીયન કબરો

સુરતમાં આવેલી યુરોપીયન કબરો

કબરોનો આકર્ષક નજારો
  
 

કબરોનો આકર્ષક નજારો

સુરતમાં આવેલી યુરોપીયન કબરોનો આકર્ષક નજારો

ડચ કબ્રસ્તાન
  

ડચ કબ્રસ્તાન

સુરતમાં આવેલું ડચ કબ્રસ્તાન

નારગોળ
  

નારગોળ

સુરતમાં આવેલું નારગોળ

સૂર્યાસ્તનો નજારો
  

સૂર્યાસ્તનો નજારો

સુરતમાં આવેલા નારગોળમાં સૂર્યાસ્તનો નજારો

સાંજે કંઇક આવું લાગે છે નારગોળ
  

સાંજે કંઇક આવું લાગે છે નારગોળ

સાંજના સમયે સુરતમાં આવેલું નારગોળ કંઇક આવું લાગે છે

નાવડીઓ
  

નાવડીઓ

સુરતના નારગોળમાં નાવડીઓ

સુંદર નારગોળ
  

સુંદર નારગોળ

સુરતમાં આવેલા નારગોળની સુંદર તસવીર

નારગોળ
  

નારગોળ

સુરતમાં આવેલા નારગોળની તસવીર

ડુમસ
  

ડુમસ

સુરતમાં આવેલું ડુમસ

બીચ પર મનને શાંત કરતા પ્રવાસી
  

બીચ પર મનને શાંત કરતા પ્રવાસી

સુરતમાં આવેલા ડુમસ બીચ પર મનને શાંત કરતા પ્રવાસી

ડુમસ બીચ વોટર્સ
  

ડુમસ બીચ વોટર્સ

સુરતના ડુમસના તટ પર પાણી

સુવાલી
  

સુવાલી

સુરતમાં આવેલું સુવાલી તણાવ દૂર કરવા માટે શ્રેષ્ઠ સ્થળ

શાંત જળ
  

શાંત જળ

સુરતના સુવાલીનું શાંત જળ

વિશાળ સમુદ્ર તટ
  

વિશાળ સમુદ્ર તટ

સુરતના સુવાલીનો વિશાળ સમુદ્ર તટ

પારસી અગિયારી
  

પારસી અગિયારી

સુરતમાં આવેલી પારસી અગિયારી

મુગલસરાય
  

મુગલસરાય

સુરતના મુગલસરાયનો રાત્રીનો સમય

સુરતમાં ગૌરવ પથ
  

સુરતમાં ગૌરવ પથ

સુરતમાં આવેલો ગૌરવ પથ

English summary
Situated on the South- West of the state of Gujarat, Surat today is known for its textiles and diamonds. Beneath all this pomp and glitter lies a city of great historical significance and glory.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.