For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તાજ, લાલ કિલ્લો, એલિફેંટાની ગુફાઓ બનશે મોડેલ સ્મારક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), હવે કેટલાંક ખાસ સ્મારકોને મોડેલ સ્મારકોના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જેમાં લેહ પ્લેસ, લેહ(જમ્મુ કાશ્મીર), હુમાયૂનો મકરબો, લાલ કિલ્લો(નવી દિલ્હી), સમુદ્ર તટીય મંદિર(મહાબલિપુરમ), એલિફેંટાની ગુફાઓ(મહારાષ્ટ્ર), તાજમહાલ તથા રાણીની વાવ(ગુજરાત)નો સમાવેશ થાય છે.

જાણકારી અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ)એ 25 એવા સ્મારકોની ઓળખ કરી છે જેમને મોડેલ સ્મારકો તરીકે વિકસિત કરવામાં આવશે. આ સ્મારકોમાં તમામ જરૂરી પ્રવાસનીય સુવિધાઓ જેવી કે વાઇ-ફાઇ, સુરક્ષા, ઓળખ સૂચક, દિશા નિર્દેશ, અતિક્રમણ મુક્તઇ ક્ષેત્ર, આ સ્મારકોના મહત્વ અંગે લઘુ ફિલ્મ બતાવનારા વ્યાસ કેન્દ્રો અને સ્વચ્છ ભારત અભિયાનની જાણકારી આપવા માટે સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

taj
આની સાથે જ પ્રવાસન મંત્રાલયે કેટલાક વિશેષ સ્વાગત કાર્ડ્સ જારી કર્યા છે, જેને દેશના એ 9 આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો પર ઉતરનારા વિદેશી પ્રવાસીઓને સોંપવામાં આવશે જ્યાં વિઝા ઓન અરાઇવલ (ઇટીએ) સુવિધા ચાલુ છે. આ કાર્ડમાં ભારતની સ્થાનીય પ્રવાસન કાર્યાલયો અંગે જાણકારી, ઓનલાઇન અને ઓફ લાઇન સંપર્ક સંબંધી જાણકારી છે જેનો ઉપયોગ પ્રવાસી કોઇ પણ પ્રકારની પૂછપરછમાં કરી શકે છે.

ખરેખર પ્રવાસન મંત્રાલય દેશના પ્રવાસન સ્થળો અને વિભિન્ન સર્કિટોમાં પ્રવાસન સાથે જોડાયેલ ગુણવત્તા યુક્ત આધારભૂત માળખાને વિકસિત કરવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. પ્રવાસન મંત્રાલયે વર્ષ 2012-13માં 136 પ્રવાસન પરિયોજનાઓ માટે 929.84 કરોડ રૂપિયાના પેકેજની ફાળવણી કરી અને અને વર્ષ 2013-14માં 261 જેટલી પરિયોજનાઓ માટે 1801 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી.

red fort
અતુલ્ય ભારત પ્રવાસન હેલ્પલાઇન
આની વચ્ચે, આ પ્રકારના એક અન્ય મહત્વપૂર્ણ પ્રયાસમાં પ્રાયોગિક આધાર પર અતુલ્ય ભારત પ્રવાસન હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય પણ કોઇ પ્રકારની ઇમરજન્સી સ્થિતિ, તબીબી, ગુના અને પ્રાકૃતિક વિપદાઓમાં ફંસાયેલા પ્રવાસીઓની સમસ્યાઓ પર વિચાર કરવા તથા તેમને જાણકારી આપવાનો છે. આ સેવા એક મફત ટેલિફોન નંબર 1800111363 અને એક કોડ 1363 પર ઉપલબ્ઘ થશે.

ઇ-ટિકિટ
એટલું જ નહીં, મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકો માટે ઇ-ટિકિટની પ્રક્રિયા આગરામાં તાજમહેલ અને દિલ્હીમાં હુમાયૂના મકરબા માટે શરૂ કરવામાં આવી છે. તેને આઇઆરસીટીસીની મદદથી પૂર્ણ કરવામાં છે.

English summary
Taj Mahal and Red Fort to be developed as model monuments. Archaeological Survey of India(ASI) has identified 25 such monuments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X