
પર્વતોથી ઘેરાયેલુ અને તળાવોનું શહેર છે મહારાષ્ટ્રનું ઠાણે
જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને એકના એક સ્થળો પર જઇને કંટાળી ગયા છો તો એક નજર મહારાષ્ટ્રના ઠાણે શહેર પર પણ ફેરવો. આ શહેરને તળવોનું શહેર કહેવામાં આવે છે. 150 વર્ગ કિ.મીના આ ક્ષેત્રમાં 30 તળાવ છે. ઠાણે શહેર, મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇથી ઉત્તર-પૂર્વીય ભાગમાં સ્થિત છે. 24 લાખની વસ્તીવાળું આ શહેર, સાલસેટે દ્વીપ પર વસેલું છે. સમુદ્ર તટથી સાત મીટરની ઉંચાઇ પર વસેલું ઠાણે, ચારેકોર પર્વતોથી ઘેરાયેલું છે. આ શહેરને શ્રી સથાંનકના નામથી પણ ઓળખવામાં આવે છે.
ભારતીય ઇતિહાસમાં ઠાણેનું મહત્વપૂર્ણ સ્થાન છે. ઠાણેની ઉત્પત્તિ અને શોધકર્તાઓ અંગે કોઇ ખાસ માહિતી નથી. 135 ઇ.થી 159 ઇ. દરમિયાન ગ્રીક જિયોગ્રાફર પોટેલેમી દ્વારા લખવામાં આવેલા પત્રોમાં આ સ્થળને ચેરસોનિસસ કહેવામાં આવ્યું હતું. અન્ય દસ્તાવેજો અનુસાર, 1321 ઇ.થી 1324 ઇ. સુધી ઠાણે મુસ્લિમ સામ્રાજ્યને આધિન હોવાનું જણાવાયું છે. ત્યારબાદ પોર્ટુગીઝોએ ઠાણેમાં રોકાયા. મરાઠાઓએ પોર્ટુગીઝોને ખદેડ્યા અને ત્યાંના શાસક બની ગયા, પરંતુ બ્રિટિશ શાસકોએ ઠાણે પર કબજો કર્યો અને તેની રૂપરેખા બદલી નાંખી. 1863માં ઠાણેને પહેલું નગર પરિષદ મળ્યું.
ઠાણેની જલવાયુ મુંબઇની જમ નમ અને ઉષ્ણકટિબંધીય છે, જેના કારણે બારેમાસ પ્રવાસી તેના તરફ આકર્ષિત રહે છે. અહીં ગરમીઓમાં અધિકતમ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે. વરસાદના દિવસોમાં અહીં પડતો રિમઝિમ વરસાદ બધા તળાવને ભરી નાખે છે. વર્ષાંતે અહીં ઠંડીનું વાતાવરણ હોય છે, ત્યારે તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીં આવવા માટે તમે મુંબઇથી પહોંચી શકો છો. તો ચાલો તસવીરો થકી નિહાળીએ મહારાષ્ટ્રના પ્રવાસન સ્થળ ઠાણેને.

કેલવા બીચ
ઠાણેના કેલવા બીચ પર સુરજ વોટર પાર્ક

વજ્રેશ્વરી
કેલવા બીચ ખાતે આવેલુ વજ્રેશ્વરી

સ્વચ્છ બીચ
ઠાણેનો સ્વચ્છ કેલવા બીચ

નૌકા વિહાર
ઠાણેના કલવા બીચ પર નૌકા વિહાર

નાનેઘાટ હિલ
ઠાણેમાં આવેલી નાનેઘાટ હિલ

મસુન્દા તળાવ
ઠાણેમાં આવેલું મસુન્દા તળાવ

ઉપવન ઝીલ
ઠાણેમાં આવેલી ઉપવન ઝીલ

સુધાગડ કિલ્લો
ઠાણેમાં આવેલો સુધાગડ કિલ્લો

બસ્સેન કિલ્લો
ઠાણેમાં આવેલો બસ્સેન કિલ્લો

બેસિન કિલ્લો
ઠાણેમાં આવેલા બેસિન કિલ્લાનો પ્રવેશદ્વાર