For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 3 મુખ્ય રોઝ ગાર્ડન!

ભારતના આ સુંદર ગુલાબના બાગ પોતાની સુંદરતા અને સુવાસ સાથે એક અલગ જ દુનિયા બનાવે છે આપના માટે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

બાગ, બગીચા, ફૂલ-પાંદડા હંમેશા આપણને એક સુખદ અનુભવ કરાવે છે. આપણો મૂડ ભલે ગમે તેટલો ખરાબ હોય પરંતુ જો આપણે તાજી હવાઓવાળા બાગ, હરિયાળી, રંગબેરંગી તાજા ખીલેલા ફૂલો, તેમની મનમોહક સુવાસ વચ્ચે જઇએ તો તરત જ આપણો મૂડ બદલાઇ જાય છે.

ભારતમાં ઘણા એવા બાગ છે જેમાં ગુલાબોના બાગ દરેક વખતે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. દેશમાં ઘણા એવા ગુલાબોના બાગ છે જે તેમની સુંદરતા, આકર્ષકતા અને મનમોહક સુવાસ સાથે કોઇ બીજી જ દુનિયામાં લઇ જાય છે. ચાલો આજે અમે તમને લઇ જઇએ ભારતની કંઇક આવી જ ફૂલોની આશ્ચર્યભરી દુનિયામાં જ્યાંની મનમુહક સુંદરતાના તમે કાયલ થઇ જશો.

ઝાકિર હુસેન રોઝ ગાર્ડન, ચંદીગઢ

ઝાકિર હુસેન રોઝ ગાર્ડન, ચંદીગઢ

ચંદીગઢનો ઝાકિર હુસેન રોઝ ગાર્ડન માત્ર ભારતનો જ નહિ આખા એશિયાનો સૌથી મોટો રોઝ ગાર્ડન છે. લગભગ 30 એકર જમીનમાં ફેલાયેલા આ બાગમાં 50,000 થી વધુ ગુલાબો લાગેલા છે જેમાં 1600 અલગ અલગ પ્રકારના ગુલાબો શામેલ છે. આ બાગની ખાસિયત એ છે કે અહીં માત્ર ગુલાબના જ નહિ પરંતુ એવા છોડ પણ લગાવેલા છે જે તેમના ઔષધીય ગુણો માટે જાણીતા હોય.

રોઝ ફેસ્ટીવલ

રોઝ ફેસ્ટીવલ

ચંદીગઢમાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ રોઝ ફેસ્ટીવલ (મહોત્સવ) નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ મહોત્સવ ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન ઉજવવામાં આવે છે. આ મહોત્સવ ગુલાબોની ભવ્યતા, સુંદરતા અને તેના સમ્માનમાં વધારો કરવા માટે મનાવવામાં આવે છે. આ રોઝ ફેસ્ટીવલમાં ઝૂલા, ખાણીપીણીની વ્યવસ્થા, વિવિધ પ્રતિયોગીતાઓ, વિવિધ સંસ્થાઓના પ્રદર્શનો પણ યોજાય છે.

નેશનલ રોઝ ગાર્ડન (રાષ્ટ્રીય ગુલાબ ઉદ્યાન), દિલ્હી

નેશનલ રોઝ ગાર્ડન (રાષ્ટ્રીય ગુલાબ ઉદ્યાન), દિલ્હી

દિલ્હીનો નેશનલ રોઝ ગાર્ડન હાલમાં જ ખોલવામાં આવ્યો છે જેને ભારત-આફ્રિકા ફ્રેંડશીપ રોઝ ગાર્ડનના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગાર્ડનમાં કેટલીક ખાસ પ્રકારની પ્રજાતિઓ લગાવવામાં આવી છે જેને દુનિયાની અલગ અલગ જગ્યાઓ પરથી ખાસ મંગાવવામાં આવી છે.
આ ગાર્ડનની જાળવણી દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવે છે. બાળકો માટે આ એક અદભૂત જગ્યા છે જ્યાં તેમને ગુલાબો અને અન્ય ફૂલો અને છોડ વિશે જાણકારી મળે છે. આ ગાર્ડનની સેર કરવા માટે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીનો સમય સૌથી યોગ્ય સમય છે. આ સમયમાં આ ગાર્ડનમાં ફૂલો પોતાની સુંદરતા અને આકર્ષકતાની ચરમ સીમા પર હોય છે.

ગવર્મેંટ રોઝ ગાર્ડન, ઉટી

ગવર્મેંટ રોઝ ગાર્ડન, ઉટી

ઉટીનો રોઝ ગાર્ડન ભારતના સૌથી સુંદર અને મનમોહક ગુલાબના બાગોમાંનો એક છે. વિજયનગર સ્થિત આ ગાર્ડન પહેલા જયલલિતા રોઝ ગાર્ડન અને સેંટેરરી રોઝ પાર્કના નામે જાણીતો હતો.

ગુલાબ ખીલવા માટેનું આદર્શ સ્થળ

ગુલાબ ખીલવા માટેનું આદર્શ સ્થળ

તમિલનાડુ બાગબાની વિભાગની જાળવણીમાં આ જગ્યા એવા ક્ષેત્રમાં આવે છે જ્યાં વાતાવરણ ઉષ્ણકટીબંધીય પર્વતીય જલવાયુ વાળુ છે અને તે ગુલાબોના ફૂલોને ખીલવા માટેનું આદર્શ સ્થળ છે. આ બાગમાં લગભગ 20,000 થી વધુ ગુલાબોની પ્રજાતિઓ ખીલે છે. ભારતમાં તે ગુલાબોનું સૌથી મોટુ સમૂહ છે.

પરીની મૂર્તિ

પરીની મૂર્તિ

અહીંના ગુલાબોની પ્રજાતિઓમાં લઘુ ગુલાબ, રૈમ્બલર્સ, હાઇબ્રિડ ટિયા રોઝ, યાકિમૌર, ફ્લોરિબુંડા અને ઘણા અસામાન્ય રંગના ગુલાબ જેવા કે લીલા અને કાળા રંગના ગુલાબ પણ શામેલ છે. બાગની શોભા વધારવા માટે એક પરીની મૂર્તિ પણ આ બાગમાં સ્થાપિત છે.

તો હવે તમારી આગામી યાત્રાઓમાં આ ગુલાબના બાગોની યાત્રા પણ જરુર શામેલ કરજો, જ્યાં તમે સુંદરતા અને સુવાસની દુનિયામાં ખોવાઇ જશો.

English summary
The Lovely Rose Gardens in India! The Zakir Hussain Rose Garden is the largest rose garden in Asia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X