• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂર્વ ભારતમાં આવેલા બેસ્ટ હિલ સ્ટેશન પર એક નજર..

|

સામાન્ય રીતે આપણે જ્યારે ફેમિલી પ્રવાસનું આયોજન કરવાનું વિચારતા હોઇએ કે પછી હનિમૂન પર જવાનું વિચારતા હોઇએ તો આપણે હંમેશા કોઇ દરિયા કિનારો કે પછી કોઇ હિલ સ્ટેશનનો પ્રવાસ ખેડવાનું વિચારતા હોઇએ છીએ. લોકોને હિલ સ્ટેશન પર જવું એટલા માટે ગમતું હોય છે કે તે સમુદ્રની સપાટી કરતા ઘણું ઊંચે આવેલું હોય છે, જ્યાં એક અલગ જ દુનિયા વસેલી હોય છે. જ્યાં ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય છે. કેટલાંક હિલ સ્ટેશનો પર ઝરણા હોય છે, તળાવ હોય છે, સનસેટ પોઇંટ હોય છે, સન રાઇઝ, લવ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપરાંત ઐતિહાસિક મંદિરો પણ હોય છે. આ બધી વસ્તુઓને એક સાથે જોવાનો એક અનેરો આનંદ હોય છે.

અમે અમારા આ લેખમાં આપના માટે લઇને આવ્યા છીએ ભારત ભરમાં આવેલા સૌથી બેસ્ટ હિલ સ્ટેશન. આ લેખને વાંચીને આપ એ સરળતાથી નક્કી કરી શકશો કે આપે ફેમિલી ટૂર કે હનિમૂન ટૂર કયા હિલ સ્ટેશન પર કરવી છે. અહીં અમે આપના માટે માહિતી આપી છે પૂર્વ ભારતમાં આવેલા જોવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન અંગે.

આવો જોઇએ પૂર્વ ભારતના બેસ્ટ જોવાલાયક હિલ સ્ટેશન...

દાર્જિલિંગ

દાર્જિલિંગ

દાર્જિલિંગ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે.

ગંગટોક

ગંગટોક

ગંગટોક ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ગંગટોક સિક્કિમ રાજ્યની રાજધાને અને સૌથી મોટું શહેર છે. ગંગટોક્લ હિમાપય પર્વતની શિવાલિક પર્વતમાળામાં સમુદ્ર સપાટી થી ૧૪૩૭મી કે ૪૭૦૦ફૂટ જેટલી ઊંચાઇ પર વસેલું છે. તેની આસપાસ ચારે ય બાજુ પર્વતમાળાઓ આવેલી છે, જેનાં શિખરો મોટેભાગે બરફથી છવાયેલ તેમ જ વાદળોથી આચ્છાદિત હોય છે. અહીં બરફવર્ષા પણ થાય છે. અહિયાં ફરવાની બહુ મઝા આવે છે. આ કારણે અહીં પ્રવાસીઓની અવરજવર મોટા પાયે થતી હોય છે. અહીં ચારે બાજુ લિલોતરી છવાયેલી છે. અહીં તિબેટીયન સંસ્કૃતિના અભ્યાસ માટેની સંસ્થા કાર્યરત છે. આ ઉપરાંત અહીં બૌદ્ધ ધર્મના અનેક મઠો જોવા મળે છે. આ શહેરની વસતિ ૩૦,૦૦૦ની છે અહીં ઘણી નેપાળી જનજાતિ, લેપ્ચા, ભુટિયા આદિ જાતિ ના લોકો રહે છે અને અહીંનો કારભાર સિક્કિમ સરકારના વિવિધ વિભાગો દ્વારા ચલાવવમાં આવે છે.

કાલિમપોંગ

કાલિમપોંગ

કાલિમપોંગ એ ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં આવેલા મહાભારત પર્વતમાળા (અથવા હિમાલયના નીચાણવાળા પ્રદેશમાં) આવેલું હવા ખાવાનું સ્થળ છે તે ૧,૨૫૦ મીટર (૪,૧૦૧ ફુટ)ની ઊંચાઇએ આવેલું છે.૧,૨૫૦ મીટર (૪,૧૦૧ ફુટ). આ શહેર દાર્જિલીંગ જિલ્લાના એક ભાગ કાલિમપોંગ પેટાવિભાગનું મુખ્યમથક છે. ભારતીય સેનાનું 27 માઉન્ટેન ડિવિઝન શહેરના બહારના વિસ્તારમાં આવેલું છે.

શિલોંગ

શિલોંગ

શિલોંગ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મેઘાલયની રાજધાની છે. ભારતના પૂર્વોત્તરમાં વસેલું શિલોંગ હંમેશાથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આને ભારતના પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. પહાડિયો પર વસેલું નાનકડું અને સુંદર શહેર પહેલા અસમની રાજધાની હતું. અસમના વિભાજન બાદ મેઘાલય બન્યું અને શિલોંગ ત્યાંની રાજધાની બન્યું. લગભગ 1695 મીટરની ઊંચાઇ પર વસેલા આ શહેરમાં હવામાન હંમેશા સોહામણું રહે છે. મોનસૂન દરમિયાન જ્યારે અત્રે વરસાદ થાય છે, તો આખા શહેરની સુંદરતા વધુ નિખરી ઊઠે છે અને શિલોંગની ચારે તરફના ઝરણા જીવંત થઇ ઊઠે છે.

તવાંગ

તવાંગ

તવાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તવાંગ જિલ્લાનું મુખ્ય મથક તવાંગ ખાતે આવેલું છે. વિસ્તાર તિબેટીયન પ્રદેશ કહેવાય છે જેના પર બંને લોકો ચાઇના અને દક્ષિણ તિબેટ પોતાનો હક જતાવે છે. તવાંગ દેશનું આઠમું સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. પ્રવાસીઓ તેની પર્યાવરણીય સુંદરતા માટે પસંદ કરે છે. અહીં તિબેટનો સૌથી મોટો મઠ આવેલો છે. તે બુદ્ધ ભિક્ષુકોનું પવિત્ર સ્થળ પણ છે. આ હિલ સ્ટેશન ઘણા બધા મઠ, આશ્રમ, ધોધ, ગરમ પાણીના કૂંડ અને તળાવ આવેલા છે.

મિરિક

મિરિક

મિરિક પશ્ચિમ બંગાળના દાર્જલિંગમાં આવેલું સૌથી સુંદર પ્રવાસન સ્થળ છે. મિરિક નામ લેપચા વર્ડ મિર-યોક પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ 'અગ્નિથી સળગેલું સ્થળ'. મિરિક તેના હવામાન, કુદરતી સૌંદર્યના કારણે પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. અહીં સૂમેંદૂ તળાવ, ગાર્ડન, વૃક્ષો અને ઇન્દ્રેની પુલ જેને રેઇનબો બ્રિઝ પણ કહેવાય છે, વગેરે આકર્ષણના કેન્દ્રો છે.

English summary
The most visited Hill Stations in East India, take a tour in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more