For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધુનિકરણ અને ભીડ-ભાડથી અલાયદું છે થેનઝોલ, શાંતિના શોધક જરૂર આવે અહીં

|
Google Oneindia Gujarati News

નોર્થ ઇસ્ટમાં સ્થિત મિઝોરમની ગણતરી ભારતના સૌથી સુંદર રાજ્યોમાં થાય છે. આ રાજ્યોમાં એવું ઘણું બધું છે જે અહીં આવનારા તમામ પ્રવાસીઓનું મન મોહી લે છે. સામાન્ય રીતે આ રાજ્યોમાં ઘણા મનમોહક શહેરો છે જે દેશ-દુનિયાના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ શહેરોમાં એક નામ છે થેનઝોલ, જેને આધુનિકરણથી દૂર એક સુરક્ષિત સ્થાન કહેવું અતિશ્યોક્તિ નહીં કહેવાય.

થેનઝોલ મિઝોરમમાં સૌથી આકર્ષક ગામોમાંથી એક છે, જો આપ એક પ્રવાસી છે તો આપે આ સ્થાનની યાત્રા ચોક્કસ કરવી જોઇએ. સરછિપ જિલ્લાના પ્રશાસનના કાર્યવિસ્તારમાં આવનારા, થેનઝોલ એક સમય પર માત્ર એક ગાઢ જંગલ હતું. થેનઝોલ મિઝોરમની રાજધાની-આઇજોલથી લગભગ 43 કિલોમીટરના અંતરે સ્થિત છે.

1961 સુધી, થેનઝોલ સંપૂર્ણ જંગલ હતું, અત્રે નિયમિત રીતે જંગલી જાનવર જોવા મળતા હતા. જોકે 1961 બાદ જંગલ સાફ કરી દેવામાં આવ્યા અત્રે ખેતી થવા લાગી અને થેનઝોલ ગામ વસાવવામાં આવ્યું. એ માનવામાં આવી રહ્યું છે કે બેગુઅઇયા સાયલોએ 1963માં ક્યારેક ગામ બનાવ્યું હતું.

જો વાત પ્રવાસનની કરવામાં આવે તો થેનઝોલ સર્વોત્કૃષ્ટ પ્રવાસન સ્થળ છે. થેનઝોલ પ્રવાસ તે લોકો માટે છે, જે અનોખો પ્રવાસ કરવા માગે છે. આ બાકીઓથી હટીને એક ગામ છે, જે વનસ્પતિઓ અને જીવોસૃષ્ટિથી સમૃદ્ધ છે. થેનઝોલ પ્રવાસનમાં ઓછું, પરંતુ લોભાવનારું સ્થળ છે. વાનતાંગ ઝરણું મિઝોરમમાં સૌથી મોટા ઝરણામાનું એક છે, જ્યારે થેનઝોલ હરણ પાર્ક ઘણા પ્રકારના હરણોનું ઘર છે.

આવો જોઇએ કે આપ શું શું જોઇ શકો છો થેનઝોલની આસ પાસ...

વાનતાંગ ઝરણું

વાનતાંગ ઝરણું

વાનતાંગ ઝરણું મિઝોરમ રાજ્યમાં સૌથી ઊંચું ઝરણું છે. આ દેશમાં સૌથી ઊંચા ઝરણામાંથી 13માં સ્થાને આવે છે. આ બે પરતવાળું ઝરણું છે, જે 229 મીટરની ઊંચાઇથી પડે છે.

વાનતાંગ ખવતલા

વાનતાંગ ખવતલા

ઝરણાને સ્થાનીય રીતે વાનતાંગ ખવતલા કહેવામાં આવે છે અને તે થેનઝોલની ખૂબ જ નજીક છે. આ સરછિપથી 30 કિલોમીટર અને આઇઝોલથી 137 કિલોમીટરના અંતરે આવેલું છે. ઝરણા અંગે ઓછામાં ઓછું કહીએ તો આ ખુબ જ સુંદર અને શાનદાર છે. આપને બતાવી દઇએ કે વાનતાંગ ફોલ્સ બનેલ નદીમાં સ્થિત છે.

થેનઝોલ હિરણ પાર્ક

થેનઝોલ હિરણ પાર્ક

એક સમયમાં થેનઝોલ માત્ર એક ગાઢ જંગલ હતું. હાલમાં જ લગભગ 50 વર્ષ પહેલા વન ક્ષેત્ર ઓછું થઇ ગયું અને લોકોએ અત્રે વસવાટ શરૂ કરી દીધો. એ જ કારણ છે કે ઘણા હરણ હંમેશા આ વિસ્તારમાં જોવાયા છે.

થેનઝોલ હરણ પાર્ક

થેનઝોલ હરણ પાર્ક

થેનઝોલ હરણ પાર્ક હરણોને એક સુરક્ષિત આશ્રય આપવા માટે બનાવવામાં આવ્યું છે. આજ થેનઝોલ હરણ પાર્કમાં લગભગ 17 હરણ છે, જેમાંથી 11 માદા છે અને 6 નર છે. તેમને પ્રાકૃતિક વાતાવરણમાં રાખવામાં આવે છે, અને માત્ર કૃત્રિમ વાડ તેમની રક્ષા કરે છે.

થેનઝોલ કેવી રીતે જશો

થેનઝોલ કેવી રીતે જશો

થેનઝોલ આઇજોલથી લગભગ 43 કિમીના અંતરે આવેલું છે અને રાજ્યથી ગામ માટે નિયમિત બસો ચાલે છે. પ્રવાસીઓ આઇજોલ હવાઇ મથક સુધી હવાઇ યાત્રા કરીને બાદમાં સડક માર્ગે થેનઝોલ આવી શકે છે. થેનઝોલ સુધી પહોંચવા માટે આઇઝોલથી સીધા સ્થાનીય કૈબ બુક કરાવવી પણ સંભવ છે.

થેનઝોલમાં આપનું સ્વાગત છે

થેનઝોલમાં આપનું સ્વાગત છે

અત્રે નોંધનીય છે કે આઇઝોલમાં લેંગપુઇ હવાઇ મથક થેનઝોલ માટે નજીકનું હવાઇ મથક છે, જ્યારે સિલચર રેલવે સ્ટેશન અત્રેનું નજીકનું રેલવે સ્ટેશન છે. જો આપ સડક માર્ગ દ્વારા આવી રહ્યા છે, તો આપ રાષ્ટ્રીય રાજમાર્ગ 54 દ્વારા પણ અત્રે સરળતાથી પહોંચી શકો છો.

English summary
To know about places in and around Thenzawl. See more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X