Vacation Special: ગરમી ગરમી ના કરો ગરમી છે તો જ આ મજા છે

Posted By:
Subscribe to Oneindia News

હાલ ગુજરાતભરમાં તાપમાનનો પારો 39 સે.થી 40 સે. સુધી પહોંચ્યો છે. અને આવનારા દિવસોમાં 45થી 48 સુધી પણ ગરમીનો પારો જતો રહે તો નવાઇ નહીં. અને જ્યારે ગરમી આટલી બધી વધી જાય છે ત્યારે નાના મોટા બધા કેટલી ગરમી છે! તેવું કહી ગરમીના નામની હાય લેવા લાગે છે.

Vacation Special: બીચ પર જાવ છો? તો પેક કરો સમાનમાં આ વસ્તુઓ

આમ પણ આપણા ગુજરાતમાં 9 માસ ગરમી જ રહે છે તેવું કહીએ તો પણ ચાલે કારણ કે શિયાળો અને ચોમાસું તો બિચારી આવીને એટલા જલ્દી ચાલ્યા જાય છે કે પુછો ના વાત. પણ કહેવાય છે કે પાણીનો અધૂરો ગ્લાસ જોવા કરતા ભરેલો ગ્લાસ જેવાથી બીજુ કંઇ નહીં મન તો પ્રસન્ન રહે છે તેવું જ આ ગરમીનું છે કેટલી ગરમી છે તે વિચારવાથી ગરમી તો ઓછી થવાની નથી. પણ આ લેખ દ્વારા અમે તમને કેટલીક તેવી ઠંડી અને મસ્ત મજાની યાદો તાજા કરવવા માંગીએ છીએ જે તમને આ ગરમીમાં થોડી રાહત આપી શકે છે તો વાંચો આ આર્ટીકલ....

બરફગોળો

કદી વિચાર્યું છે કે ડિસેમ્બરની ઠંડીમાં બરફગોળો ખાવાનું કંઇ મજા આવે! તેની મઝા તો ઉનાળામાં જ આવે. અને સબડકા ભરીને બરફગોળો અને તેની ઉપરનો આઇસ્ક્રીમ ખાવાની જે મઝા છે તેની તો વાત જ ના પૂછતા

આઇસ્ક્રીમ

આજ કાલ તો બહાર અનેક જાણીતી કંપનીના આઇસ્ક્રીમ મળે છે પણ તેમ છતાં ઘરે ફ્રિઝરમાં મૂકેલા મમ્મીના આઇસ્ક્રીમની વાત જ કંઇક ખાસ છે.

આઇસ્ક્રીમ

અને તમે માર્કે કર્યું છે ગરમીમાં આઇસ્ક્રીમ પણ જલ્દી પીગળી જાય છે તો જો તમે ગરમીમાં જલ્દી જલ્દી હાથને મોઢું ના ચલાવ્યું તો કપડાનું આઇ બન્યું. ત્યારે આવા જલ્દી વાળો આઇસ્ક્રીમ ખાવાની મજા જ કંઇક ખાસ છે.

ફ્રીઝર કે માટલાનું પાણી

અનેક લોકોને ગરમીમાં ફ્રીઝરનું ઠંડુ પાણી ભાવે છે. પણ કેટલાક મારા જેવા પણ હોય છે જેમને માટલીનું પાણી ભાવે છે. જેમાં માટલાની ખાસ સુંગધ આવતી હોય છે આવી સુંગધ ઉનાળાની ખાસિયત છે.

વોટર પાર્કની મઝા

ઉનાળો આવતા જ આપણને વોટર પાર્કની યાદ આવે છે ભર ગરમીમાં ઠંડા પાણીની નીચે કલાકો સુધી બેઠા રહેવાનું તે વોટર રાઇડની મઝાની વાત જ કંઇક ખાસ છે.

ઉનાળો એટલે રજા

ઉનાળો એટલે રજાની મઝા. મોટા થઇને પરિવાર સાથે નાનપણમાં ગાયેલી આ અદ્ધભૂત રજાઓ અને તેની યાદો જ આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની જાય છે.

કેરી

ગરમીની એક સૌથી અદ્ધભૂત વાત શું છે તમને ખબર છે ત્યારે આવે છે....કેરી! કેરીનો રસ, કેરીને હાથથી ગોળીને ખાવાની તે મઝા. ગરમી આટલી પડતી ના હોત તો ગરમી થાત નહીં અને કેરી આવત નહીં. અને તમારું તો ખબર નહીં પણ મારા જેવા અનેક લોકોનું જીવન કેરી વગર અધુરું છે.

ધાબુમાં તારા ગણવાની મઝા

ઉનાળો આવતા આપણે ધાબે કે પછી બહાર ઓસરીમાં સૂવા લાગીએ છીએ. અને ત્યારે આકાશમાં ટમટમતા તારાઓ જોતા જોતા તે ઠંડા પવન વચ્ચે ક્યારે મજાની ઊંધ આવી જાય છે ખબર જ નથી પડતી!

ગરમી તો રહેવાની

તો પછી આ ઉનાળે પણ હાય ગરમી કરીને અકળાવા બદલે અને અધૂરો ગ્લાસ કરતા ભરેલા ગ્લાસ જેવાનો આ દ્રષ્ટિકોણ લઇને ગરમીની મજા માણતા રહો. કારણે જો બકા! તકલીફ તો રહેવાની!

English summary
These list makes you falling in love with summer
Please Wait while comments are loading...