India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલોરાની ગુફા જોતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ઔરંગાબાદ એક ખૂબ જ સુંદર જગ્યા છે, જ્યાં પ્રવાસીઓ રજાઓ મનાવવા માટે આવે છે. અહીં આવતા પર્યટકોને સૌથી વધુ આકર્ષિત કરે છે એલોરાની ગુફાઓ સ્થાનિકો જેને વેરુલ લેની નામથી ઓળખે છે, તે એલોરાની ગુફાઓ ઔરંગાબાદથી 30 કિલોમીટર દૂર ચાલીસગામમાં આવેલી છે. મહારાષ્ટ્રની આ પ્રાચીન સુંદરતાને જોવા રોજ સેંકડો પ્રવાસીઓ આવે છે. ભારતીયોની સાથે વિદેશી પર્યટકો પણ અહીંનીએ મુલાકાત લે છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડઃ અહીં કાર્તિકેયે ભગવાન શિવને સમર્પિત કર્યા હતા પોતાના હાડકા

એલોરાની ગુફાઓ

એલોરાની ગુફાઓ

અહીં રાજસી રૉક કટ મંદિર ગુફા 600-1000 ઈસીના સમયના જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મની કલાકૃતિ અને સ્મારકનું પ્રદર્શન કરે છે. ગુફા મંદિરનો આ સમૂહ કૈલાસ મંદિર, 16 વી ગુફામાં સ્થિત એક જ પત્થરમાંથી બનાવાયેલી સુંદર કલાકૃતિ છે. આ મંદિરમાં સંખ્યાબંધ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે. એલોરા ગુફામાં કુલ 100 ગુફા આવેલી છે. જેમાંથી પ્રવાસીઓ માટે ફક્ત 34 ગુફાઓ ખુલ્લી છે. પ્રવાસીઓ માટે ખુલ્લી રહેલી આ 34 ગુફામાંથી 5 જૈન, 17 હિન્દુ અને 12 બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. આ તમામ ગુફાઓ પ્રાચીન કાળના લોકોનો ધર્મ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે છે. રાષ્ટ્રકૂટ રાજવંશ દ્વારા બૌદ્ધ તેમજ હિન્દુ ગુફાઓ બનાવાઈ હતી. તો યાદવ વંશ દ્વારા જૈન ગુફાઓ બનાવવામાં આવી હતી. જે તે સમયે પ્રાર્થના કરવા, તીર્થયાત્રીઓ અને સાધુ સંતોને આરામ કરવા માટે આ ગુફાઓનું નિર્માણ કરાયું હતું.

એલોરાની ગુફાઓનો ઈતિહાસ

એલોરાની ગુફાઓનો ઈતિહાસ

રાષ્ટ્રકૂટો અને ચાલુક્યોના શાસન દરમિયાન રૉકહ્યેનની વાસ્તુકલા શિખર પર અને ભારતના પશ્ચિમી ભાગ સુધી પણ પહોંચી હતી. કારણ કે પશ્ચિમી ઘાટ કોતરણી અને ખોદકામ માટે આદર્શ હતા. આ ઉપરાંત તે સમયના શાસકો તમામ ધર્મો પ્રત્યે સહિષ્ણું હતું. હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મને માનતા હતા અને તેના સંરક્ષણ માટે મંદિરો બનાવડાવ્યા હતા.

એલોરાની ગુફાઓની આસપાસ પ્રવાસન સ્થળો

એલોરાની ગુફાઓની આસપાસ પ્રવાસન સ્થળો

આમ તો એલારોની 34 ગુફાઓ જોઈને જ તમારું મન શાંત થઈ જશે. પરંતુ જો તમે ઈચ્છો તો આસપાસના પર્યટન સ્થળ પણ જોઈ શકો છો.

દૌલતાબાદનો કિલ્લો

દૌલતાબાદ ઔરંગાબાદથી 13 કિલોમીટર દૂર છે. આ કિલ્લો ક્યારેક દેવનાગરી કિલ્લા તરીકે ઓળખાતો હતો. દૌલતાબાદનો 12મી સદીનો એક શાનદાર કિલ્લો છે. જે પહાડ પર બનેલો છે. શાનદાર વાસ્તુકલા સાથેનો આ કિલ્લો દૌલતાબાદ, મહારાષ્ટ્રના કેટલાક અજેય કિલ્લાઓમાંનો એક છે. ઔરંગાબાદથી અહીં જવા માટે દર કલાકે બસ ઉપડે છે.

ખુલદાબાદ

ખુલદાબાદ

મહારાષ્ટ્રનું ખુલદાબાદ, વૈલી ઓફ સેટ્સ તરીકે પણ ઓળખાય છે. ખુલાદાબાદ એલોરાથી 3 કિલોમીટર દૂર છે. 14મી સદીમાં મોટી સંખ્યામાં સૂફીએ ખુલ્દાબાદથી પલાયન કર્યું હતું, કારણ કે ચિશ્તીના કેટલાક સૂફી સંતોએ ખુલ્દાબાદ(અનંત કાળનો નિવાસ)નો આદેશ આપ્યો હતો. આ પવિત્ર પરિસરની અંદર મુઘલ બાદશાહ ઔરંગઝેબના આધ્યાત્મિક માર્ગદર્શક મોઈનુદ્દીન ચિશ્તીની સમાધિ છે. ઔરંગઝેબનો મકબરો પણ આ જ સમાધિ પાસે છે.

એલોરાની મુલાકાતનો સાચો સમય

એલોરાની મુલાકાતનો સાચો સમય

આ ગુફા જોવા માટે વર્ષનો સારો સમય ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર અને શિયાળામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો છે. માર્ચની ગરમી અને એપ્રિલ તેમ જ મે મહિનામાં અહીં ન આવવું જોઈએ.

નોંધ. આ ગુફાઓ મંગળવારે બંધ રહે છે. એટલે મંગળવાર સિવાયના કોઈ પણ દિવસે અહીં જઈ શકાય છે.

એલોરા ગુફામાં પ્રવેશ કરવાની ટિકિટ

એલોરા ગુફામાં પ્રવેશ કરવાની ટિકિટ

પ્રવેશ માટે ભારતના નાગરિકો, બિમ્સટેક અને સાર્ક દેશોના નાગરિકો માટે 10 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને વિદેશી લોકો માટે 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.

English summary
Things to Remeber while before you visit ellora caves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X